લક્ષ્યાંકો-આધારિત રોકાણઃ તમારા દરેક લક્ષ્યાંકો માટે SIP રોકાણો

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

આપણે તમામ જીવનમાં જુદા-જુદા લક્ષ્યાંકો ધરાવીએ છીએ. કેટલીક વખત તે તાત્કાલિક ઉદભવતાં હોય છે તો કેટલીક વખત તે થોડા સમય બાદ ઉદભવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઇ વ્યક્તિ કામ કરવાનું શરૂ કરે છે ત્યારે નિયમિત માસિક ખર્ચાઓ અને કેટલીક આવેશપૂર્ણ ખરીદીઓ સિવાય તેમના મનમાં કોઇ ખાસ વિચાર હોતો નથી. પરંતુ સમયાંતરે, લક્ષ્યાંકો ઉદભવે છે - જેમ કે બાઇક અથવા કાર, રજાઓમાં હરવા-ફરવા જવું, આંતરરાષ્ટ્રીય પ્રવાસ, લગ્ન અને આવી બીજી અનેક જરૂરિયાતો.

ભલે, તેનો એક ઉપાય છે જે આપણાં નાણાકીય લક્ષ્યાંકોનું આયોજન કરવામાં અને આપણે જીવનમાં જેમ-જેમ આગળ વધીએ અને જેમ-જેમ નવા લક્ષ્યાંકો ઉપસ્થિત થતાં જાય તેમ તેમ તૈયાર રહેવામાં પણ મદદ કરી શકે છે:

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)
તમે SIP દ્વારા દર મહિને નાની રકમનું રોકાણ કરી શકો છો. માત્ર એટલું જ નહીં, તમે લક્ષ્યાંક-આધારિત રોકાણો પણ શરૂ કરી શકો છો; તેનો અર્થ એ છે કે દરેક લક્ષ્યાંક માટે એક SIP શરૂ કરવી. આ રીતે, તમે નિવૃતિ, લગ્ન અને કાર તથા ઘરની ખરીદી જેવા જુદા-જુદા લક્ષ્યાંકો માટે મ્યુચ્યુઅલ ફંડના કમ્પાઉન્ડિંગના પાવર ઉપયોગ કરી શકો છો. આમ ભવિષ્યમાં આવકની ઉપર પણ સંચિત થયેલી વધુ આવક મેળવી શકાય છે - એટલે કે રોકાણકર્તાને કમ્પાઉન્ડિંગ કુલ આવક મળે છે. તમે કમ્પાઉન્ડિંગના પાવર વિશે અહીં વધુ વાંચી શકો છો.

ઉદાહરણ તરીકે, કોઇ વ્યક્તિ તેના લક્ષ્યાંક-આધારિત રોકાણો નીચે મુજબ શરૂ કરી શકે છેઃ

લક્ષિત રકમ રોકાણનો સમયગાળો MF સ્કિમ અપેક્ષિત વળતર* રોકાણની રકમ
રૂ.1 લાખ 2-3 વર્ષ ડેટ ફંડ 6-8% રૂ.2,500 પ્રતિ માસ
રૂ.4 લાખ 5 વર્ષ બેલેન્સ્ડ ફંડ 10% રૂ.5,000 પ્રતિ માસ
રૂ.25 લાખ 10 વર્ષ ઇક્વિટી ફંડ 12% રૂ.10,000 પ્રતિ માસ
રૂ.10 લાખ 15 વર્ષ ઇક્વિટી ફંડ 12% રૂ.2,000 પ્રતિ માસ
રૂ.30 લાખ 20 વર્ષ ઇક્વિટી ફંડ 12% રૂ.3,000 પ્રતિ માસ
રૂ.1.5 કરોડ 20 વર્ષ ડેટ ફંડ 8% રૂ.30 લાખ (લમ્પસમ) 

*MF શ્રેણી માટે અનુમાનિત વળતર
નોંધઃ માત્ર દૃષ્ટાંતના હેતુઓ માટે, વાસ્તવિક આંકડા બજાર જોખમો ઉપર આધારિત અલગ હોઇ શકે છે.

સમયાંતરે થોડા વર્ષો દરમિયાન, તમે તમારા દરેક લક્ષ્યાંકો માટે લાંબા-ગાળાની SIPની રોકાણ કરેલી રકમમાં ફેરફાર કરી શકો છો. ઉદાહરણ તરીકે, એક વખત તમે વાહન ખરીદવાનું તમારું સપનું સાકાર કરો છો તો હવે તમે અન્ય દરેક લક્ષ્યાંકોમાં રૂ.2000ની SIP રકમ વધારી શકો છો. આમ કરવાથી, તમે તમારા લક્ષ્યાંકો માટે શરૂઆતમાં અનુમાન કરવામાં આવી હોય તેના કરતાં વધુ સંપતિ એકત્રિત કરી શકો છો. 
નિવૃતિ બાદ, તમારા જોખમનું પ્રમાણ ઘટાડવા માટે તમે ઓછા-જોખમ આધારિત ફંડમાં તમારા રોકાણો ખસેડવા ઇચ્છતાં હોવ, જેમ કે તેવા ફંડો જે ઓછા-જોખમ આધારિત ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરે છે. આમ કરવાથી નિવૃતિ બાદ પણ આવક કમાવવાનું ચાલુ રાખી શકાય છે. વાસ્તવમાં, આ રોકાણો તમને સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાનના માધ્યમથી આવકના વૈકલ્પિક સ્રોત ઊભો કરવામાં પણ મદદ કરી શકે છે.

આ રીતે, SIP મારફતે તમારા લક્ષ્યાંકો ઉપર આધારિત અનુકૂળ સમયગાળા માટે જુદા-જુદા મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ તમને જુદા-જુદા સમયગાળાના અંતરે જીવનમાં તમારા તમામ સપનાંઓ અને લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદ કરી શકે છે.

*મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

હું રોકાણ કરવા માટે તૈયાર છું