SIPમાં 2 વર્ષનો વિલંબ તમને કેવી રીતે મોંઘો પડી શકે છે

SIPમાં 2 વર્ષનો વિલંબ તમને કેવી રીતે મોંઘો પડી શકે છે zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

શેરબજારમાં રોકાણ કરવામાં ડર લાગી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમે તેની શરૂઆત કરી રહ્યા હોવ. જોકે, તેવી અનેક અજમાવેલી અને તપાસેલી રોકાણ રણનીતિ છે જે શેરબજારમાં રોકાણ કરવું માત્ર સરળ અને આસાન બનાવતી નથી પરંતુ તમને લાંબા-ગાળાની સંપતિનું સર્જન કરવામાં પણ મદદ કરી શકે છે, જે છે SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ. 

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) તમને નિયમિત સમયના અંતરે મ્યુચ્યુઅલ ફંડમાં નાની રકમનું રોકાણ કરવાની સુવિધા પૂરી પાડે છે. નિયમિત ધોરણે થોડા પ્રમાણમાં નાણાનું રોકાણ કરીને, SIP તમને તમારા નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા માટે કમ્પાઉન્ડિંગના પાવરનો લાભ મેળવવામાં મદદ કરી શકે છે. 

દર મહિને મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં રોકવામાં આવેલા થોડા પ્રમાણમાં નાણા સમયાંતરે મહત્ત્વપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવે છે. SIP તેવા લોકો માટે સૌથી શ્રેષ્ઠ રોકાણનો વિકલ્પ છે જે રોકાણ કરવા માટે ઝંઝટ-મુક્ત અને શિસ્તબદ્ધ અભિગમની તપાસ કરી રહ્યાં છે. જો તમે પ્રોડક્ટ/સ્કિમની અનુકૂળતા સંબંધિત કોઇ અનિશ્ચિતતાઓ ધરાવો છો તો મ્યુચ્યુઅલ ફંડ વિશેષજ્ઞ પાસેથી માર્ગદર્શન મેળવવું સલાહભર્યુ છે.

અવાર-નવાર, લોકો SIP અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી દૂર રહે છે કારણ કે તેઓ વિચારે છે કે તે ખૂબ જ જટિલ છે. તેમને તે કેવી રીતે કામ કરે છે તે અંગેનું મિકેનિઝમ સમજવામાં મુશ્કેલી પડે છે, આથી તેઓ તેમાં રોકાણ કરવાનું ટાળે છે. 

જોકે, રોકાણ કરવામાં તમારા દ્વારા કરવામાં આવેલો વિલંબ ખૂબ જ મોંઘો સાબિત થઇ શકે છે! ભલે તમે SIPમાં મહિનાના માત્ર રૂ.1,000નું રોકાણ કરતાં હોવ તો પણ બે વર્ષનો વિલંબ તમને મોંઘો પડી શકે છે! 

શું તમને વિશ્વાસ નથી આવતો? તો ચાલો આપણે આંકડાઓ પર નજર કરીએ! 

ચાલો માની લઇએ કે તમે 25 વર્ષના છો, તમે એક ઇક્વિટી SIPમાં રૂ.1,000 રોકાણ કરવા માગો છો જે તમને 30 વર્ષના સમય માટે રોકાણરત રહેવાના પ્લાન સાથે પ્રતિ વર્ષ 12%નું રિટર્ન કમાઇ આપે છે. કોઇક કારણોસર, તમે બે વર્ષ પછી પ્લાનમાં રોકાણ કરવાનો નિર્ણય લો છો. આ સંજોગોમાં તમારા રોકાણનો કુલ સમયગાળો 28 વર્ષનો બની જાય છે. નીચે આપેલું કોષ્ટક તમે જે સંભવિત રિટર્ન મેળવી શકો છો તેની માહિતી આપે છે. જોકે, તે ધ્યાનમાં રાખવું મહત્ત્વનુ છે કે આ રિટર્ન જોખમોને આધીન છે:
 

વિગતો

25 વર્ષે શરૂ

27 વર્ષે શરૂ

રોકાણનો સમયગાળો

30

28

દર મહિને રોકાણ કરવામાં આવતી રકમ

Rs 1,000

Rs 1,000

રોકાણ ઉપર અંદાજિત રિટર્ન

12%

12%

રોકાણ કરેલી રકમ

Rs 3,60,000

Rs 3,36,000

રિટર્ન સાથે કુલ એકત્રિત થયેલું ભંડોળ

Rs 35,29,914

Rs 27,58,585

રોકાણમાં વિલંબના કારણે નુકસાન

-

Rs 7,71,329

* ઉપરોક્ત ગણતરીઓ માત્ર ઉદાહરણના હેતુઓ માટે જ છે અને જોખમોને આધીન છે.

આટલા લાંબા સમયગાળા માટે ડેબ્ટ ફંડમાં SIP શંકાસ્પદ છે. તમે હાઇબ્રિડ ફંડ અંગે વિચાર કરી શકો છો.
જેમ કે તમે જોઇ શકો છો, માત્ર બે વર્ષનો વિલંબ તમને રૂ.7 લાખથી વધારે મોંઘો પડી શકે છે! હવે, જો તમે સરેરાશ પ્રતિ વર્ષ 10%ના સરેરાશ રિટર્ન ધરાવતાં હાઇબ્રિડ ફંડમાં પણ રોકાણ કરો છો તો પણ મોડું રોકાણ શરૂ કરવાની તમારે લાખોમાં કિંમત ચૂકવવી પડી શકે છે. 
 

વિગતો

25 વર્ષે શરૂ

27 વર્ષે શરૂ

રોકાણનો સમયગાળો

30

28

દર મહિને રોકાણ કરવામાં આવતી રકમ

Rs 1,000

Rs 1,000

રોકાણ ઉપર અંદાજિત રિટર્ન

10%

10%

રોકાણ કરેલી રકમ

Rs 3,60,000

Rs 3,36,000

રિટર્ન સાથે કુલ એકત્રિત થયેલું ભંડોળ

Rs 22,79,325

Rs 18,45,849

રોકાણમાં વિલંબના કારણે નુકસાન

-

Rs 4,33,476

* ઉપરોક્ત ગણતરીઓ માત્ર ઉદાહરણના હેતુઓ માટે જ છે અને જોખમોને આધીન છે.

કમ્પાઉન્ડિંગનો પાવર

કમ્પાઉન્ડિંગનો પાવર રોકાણની તે શક્તિ છે જે તમને તમારી રોકાણ કરેલી મુડીની સાથે-સાથે એકત્રિત થયેલા વ્યાજ ઉપર પણ વ્યાજ કમાવવાની તક આપે છે. તેનો અર્થ તે થયો કે તમારી કમાણી સમયાંતરે ખૂબ જ ઝડપથી વૃદ્ધિ થવાની ક્ષમતા ધરાવે છે જે તમને તમારા રોકાણ ઉપર નોંધપાત્ર રિટર્ન્સ કમાવવામાં મદદ કરી શકે છે.

જો તમે વહેલી શરૂઆત કરશો તો સંયોજન અસર ઘણી વધારે શક્તિશાળી હશે જે તમને તમારા નાણાકીય ધ્યેયોને સરળતાથી પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. ઉપરોક્ત ઉદાહરણો સમજાવે છે તે મુજબ, માત્ર બે વર્ષના વિલંબથી વિલંબિત રોકાણનો મોટો ખર્ચ થઈ શકે છે.

આ માટે જ તમારે જેમ બને તેમ વહેલું રોકાણ કરવાનું શરૂ કરવું જોઇએ. ભલે તમે માસિક માત્ર રૂ.1,000નું જ રોકાણ કરો, તમારે રોકાણ કરવા માટે સારા મ્યુચ્યુઅલ ફંડ શોધવા જોઇએ.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું આસાન અને ઝંઝટ-મુક્ત છે. તમે માસિક રોકાણ કરવા અંગેની ચિંતા કર્યા વગર તમારા રોકાણો સ્વયંસંચાલિત ઑનલાઇન કરી શકો છો.

અંતિમ શબ્દ

જેમ કે તમે જાણો છો, ધીમી ગતિએ પરંતુ અડગ રીતે આગળ વધનાર હરિફાઇ જીતે છે. ભલે તમે માત્ર નાનું રોકાણ કરી શકો છો, ભવિષ્યમાં નાણાકીય રીતે સુરક્ષિત બનવા માટે આજે જ શરૂઆત કરો.

અસ્વીકરણ

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની વિવિધ શ્રેણીઓ વિશે AMFI વેબસાઇટ પર પ્રસારિત કરવામાં આવેલી માહિતી મ્યુચ્યુઅલ ફંડ્સને નાણાકીય ઉત્પાદન શ્રેણી તરીકે પસંદ કરવા વિશે જાગૃતિ લાવવા માટે માહિતી આપવાના હેતુથી છે અને વેચાણ પ્રમોશન અથવા વ્યવસાય માટેની વિનંતી નથી. 

અહીંની સામગ્રી AMFI દ્વારા જાહેરમાં ઉપલબ્ધ માહિતી, આંતરિક સ્રોતો અને વિશ્વસનીય માનવામાં આવતા અન્ય તૃતીય-પક્ષ સ્રોતોના આધારે તૈયાર કરવામાં આવી છે. જો કે, AMFI આવી માહિતીની ચોકસાઇની બાંયધરી આપી શકતું નથી, તેની સંપૂર્ણતાની ખાતરી આપી શકતું નથી અથવા આ પ્રકારની માહિતી બદલાશે નહીં તેની ખાતરી આપી શકતું નથી. 

અહીંની સામગ્રી વ્યક્તિગત રોકાણકારના ઉદ્દેશ્યો, જોખમની ક્ષમતા અથવા નાણાકીય જરૂરિયાતો અથવા સંજોગો અથવા અહીં વર્ણવેલ મ્યુચ્યુઅલ ફંડ ઉત્પાદનોની યોગ્યતાને ધ્યાનમાં લેતી નથી. આથી, રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રોકાણ સંબંધિત સલાહ મેળવવા માટે સંબંધમાં તેમના પ્રોફેશનલ રોકાણ સલાહકાર/કન્સલ્ટન્ટ/ટેક્સ સલાહકારનો સંપર્ક કરે. 

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ એ ડિપોઝિટ પ્રોડક્ટ નથી અને તે મ્યુચ્યુઅલ ફંડ અથવા તેના AMC દ્વારા જવાબદારી અથવા બાંયધરી અથવા વીમો નથી. અંતર્ગત રોકાણોની પ્રકૃતિને લીધે, મ્યુચ્યુઅલ ફંડ ઉત્પાદનના વળતર અથવા સંભવિત વળતરની ખાતરી આપી શકાતી નથી. ભૂતકાળમાં કરેલું પરફોર્મન્સ, જ્યારે રજૂ કરવામાં આવે, તે સંપૂર્ણપણે સંદર્ભના હેતુઓ માટે છે અને તે ભવિષ્યના પરિણામોની ગેરંટી નથી.

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

 

286
હું રોકાણ કરવા માટે તૈયાર છું