કેવી રીતે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ એ FMPs કરતા અલગ છે?

કેવી રીતે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ એ FMPs કરતા અલગ છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ડેટ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ બે પ્રાથમિક જોખમોનો સામનો કરવો પડે છે, વ્યાજદર જોખમ અને શાખ જોખમ. લાંબાગાળાની G-Secs દ્વારા શાખ જોખમોનું વ્યવસ્થિત સંચાલન કરાય છે, પરંતુ તે ઊંચા વ્યાજદર જોખમનો ભોગ બની શકે છે. બીજીતરફ ટૂંકા ગાળાના ફંડ અથવા લિક્વિડ ફંડ દ્વારા વ્યાજદર જોખમનું વધુ સારું સંચાલન ઓફર કરાય છે પરંતુ તેમાં શાખ ગુણવત્તાની સમસ્યા આવે છે.

FMPs અને ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ ફિક્સ્ડ મેચ્યોરિટી ધરાવે છે અને તે રીતે ખરીદીને રાખી મૂકવાની સ્ટ્રેટેજી થકી વ્યાજદર જોખમોનું વધુ સારી રીતે સંચાલન કરી શકે છે. જો કે, ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ ચોક્કસ બાબતોમાં FMPs કરતા વધુ સારી કામગીરી દર્શાવે છે. વ્યાજદર જોખમોનું સંચાલન કરવા ઉપરાંત, તેઓ FMPsની તુલનામાં શાખ જોખમોનું વધુ સારી રીતે સંચાલન કરી શકવામાં પણ સક્ષમ છે કારણ કે તેમના પોર્ટફોલિયોમાં G-secs, સરકારી વિકાસ લોન અને AAA-રેટેડ PSU બોન્ડ રહેલા છે.

FMPs એ ક્લોઝ-એન્ડેડ ફંડ્સ છે અને તે શેરબજારમાં લિસ્ટેડ હોય છે, તેમ છતાં તે ટ્રાન્ઝેક્શનના નીચા વોલ્યુમને લીધે વધુ તરલતા ઓફર કરી શકતા નથી. ટાર્ગેટ મેચ્યોરિટી બોન્ડ ફંડ્સ એ પ્રમાણમાં ઓપન-એન્ડેડ હોવાથી વધુ સારી તરલતા ઓફર કરે છે. ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ ત્રણ ભિન્ન ફોર્મેટમાં પણ ઉપલબ્ધ હોય છે એટલે કે તેઓ ટાર્ગેટ મેચ્યોરિટી બોન્ડ ઇન્ડેક્સ ફંડ્સ અને ટાર્ગેટ મેચ્યોરિટી બોન્ડ ETFs તરીકે ઉપલબ્ધ હોય છે. આ રીતે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ દ્વારા ફંડના માળખાના સંદર્ભમાં રોકાણકારોને વધુ સારી પસંદગી પૂરી પડાય છે.

પેસિવ પ્રકારના હોવાને કારણે, ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ FMPsની તુલનામાં નીચો ખર્ચ રેશિયો ધરાવે છે જેમાં ફંડ મેનેજરે પોર્ટફોલિયો બિલ્ટ કરવાનો રહે છે. ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ દ્વારા 3-10 વર્ષની રેન્જમાં આવતી મેચ્યોરિટીના સંદર્ભમાં વધુ સારી પસંદગી ઓફર કરાય છે જ્યારે મોટાભાગના FMPs 1-3 વર્ષની રેન્જમાં હોય છે. આ કારણથી FMPs લાંબા ધ્યેય ધરાવનારા રોકાણકારો માટે અનુકૂળ ન પણ હોઈ શકે.

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ કરતા FMPs એક પાસામાં વધુ સારા છે કારણ કે તે ક્લોઝ એન્ડેડ હોય છે. આનાથી તેમની તરલતા મર્યાદિત થઈ જાય છે, અને તે ગંભીર રોકાણકારોને રોકાણ જાળવી રાખવા ફરજ પાડે છે જ્યાં સુધી ફંડ મેચ્યોર ન થાય અને આ રીતે તેમને વ્યાજદરના જોખમોથી રક્ષણ આપે છે. ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ ઓપન-એન્ડેડ હોય છે, તો તેનો મતલબ એ નથી કે તમારે મેચ્યોરિટી તારીખ સુધી તેમાં રોકાણ જાળવી રાખવાનું પોતાની જાતને વચન આપ્યા વિના તેમાં રોકાણ કરવું જોઈએ. તમે આમ કરવામાં નિષ્ફળ જાવ, તો લોકિંગ-ઈન ઉપજની આખી મહેનત અને વ્યાજદર જોખમ સામેનું રક્ષણ ગુમાવી દેવાય છે. ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ માત્ર એવા રોકાણકારો માટે અનુકૂળ હોય છે કે જેઓ ફંડની મેચ્યોરિટી તારીખ સુધી તેમાં જોડાયેલા રહે અને સંપૂર્ણ ધ્યેયની ક્ષિતિજ દ્વારા ફંડ મેચ્યોરિટી તારીખની સાથે મેળ રહે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું