ડાઇરેક્ટ પ્લાન રેગ્યુલર પ્લાન કરતા કેટલો અલગ છે?

ડાઇરેક્ટ પ્લાન રેગ્યુલર પ્લાન કરતા કેટલો અલગ છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

કલ્પના કરો કે તમે માલ્દિવ્સમાં રજા માણવાની યોજના બનાવી રહ્યા છો અને તમે એ સ્થળ અંગે વધુ જાણકારી ધરાવતા નથી. તમે તમારા પ્રવાસનું આયોજન કેવી રીતે કરશો? તમે ટ્રાવેલ એજન્ટને ફોન કરશો અને તમારી ટ્રિપ બુક કરાવશો અથવા રોકાણ માટેનાં સ્થળ, મુલાકાત લેવાની જગ્યાઓ, પરિવહનની રીત વગેરે અંગે કલાકો સુધી સંશોધન કરશો અને આખરે તમારી માર્ગ-સૂચિ તૈયાર કરીને તમારા બુકિંગ્સ કરાવશો. બંને વચ્ચેનો તફાવત એ છે કે તમે મદદ લેવાનું પસંદ કરો છો અને કોઇ વ્યક્તિ મારફતે કાર્ય કરાવો છો, જ્યારે તેની સામે તમે તમારી જાતે જ એ સંપૂર્ણ કાર્ય કરો છો.

ડાઇરેક્ટ અને રેગ્યુલર પ્લાન પણ આ જ રીતે અલગ છે. તમે જ્યારે વિતરક મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે તમારા નાણાંનું રોકાણ રેગ્યુલર પ્લાનમાં થાય છે. તમે જ્યારે ફંડમાં સીધું રોકાણ કરો છો ત્યારે તમારા નાણાંનું રોકાણ સ્કિમના ડાઇરેક્ટ પ્લાનમાં થાય છે. બંને પ્લાન તમને સમાન સ્કિમ અને પોર્ટફોલિયો સુધીની પહોંચ આપે છે, જ્યારે બીજી બાજુએ તેઓ માત્ર એનએવી અને ખર્ચ ગુણોત્તરમાં અલગ હોય છે. રેગ્યુલર પ્લાનના કિસ્સામાં વિતરકને કમિશન ચુકવવું પડતું હોવાથી રેગ્યુલર પ્લાન્સનો ખર્ચ ગુણોત્તર ડાઇરેક્ટ પ્લાન્સના ખર્ચ ગુણોત્તરની તુલનામાં ઊંચો હોય છે. આને લીધે સમાન સ્કિમમાં ડાઇરેક્ટ પ્લાનની એનએવીની તુલનામાં રેગ્યુલર પ્લાનની એનએવી સહેજ નીચી હોય છે.

જે રોકાણકારો જાતે સંશોધન કરવા અને તેમના રોકાણ પોર્ટફોલિયોનું સંચાલન કરવામાં અનુકૂળ હોય તેઓ ડાઇરેક્ટ પ્લાનનો વિકલ્પ પસંદ કરી શકે છે, નહીંતર રેગ્યુલર પ્લાન વધુ યોગ્ય હોય છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું