તમારા બાળકના શિક્ષણનું પ્લાનિંગ કરવા માટે તમે મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ કેવી રીતે કરશો?

તમારા બાળકના શિક્ષણનું પ્લાનિંગ કરવા માટે તમે મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ કેવી રીતે કરશો? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

કોઇપણ વ્યક્તિ પોતાના બાળકના શૈક્ષણિક ખર્ચ માટે બે રીતે બચત કરી શકે છે. ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને, ભણતરના ફંડ તરીકે સિલક એકઠી કરવા માટે બચત કરવા કરતાં રોકાણ કરવું એ વધુ સારો વિકલ્પ છે. મ્યુચ્યુઅલ ફંડ્સ એ રોકાણનું એક એવું સાધન છે જે તમને તમારા બાળકના શિક્ષણ માટે પ્લાનિંગ કરવામાં મદદ કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા, તમે ઇક્વિટી માર્કેટમાં એક્સપોઝર મેળવો છો અને સાથે-સાથે વ્યક્તિગત સ્ટોકમાં રોકાણ કરવાના જોખમોને ડાઇવર્સિફાઇ કરો છો.

મ્યુચ્યુઅલ ફંડમાં તમે બે રીતે રોકાણ કરી શકો છો: ઉચ્ચક રકમનું રોકાણ અને SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન). જો ઉદ્દેશ્ય શૈક્ષણિક હેતુઓ રોકાણ કરવું હોય, તો SIP એ શ્રેષ્ઠ માર્ગ છે. 

ઉદાહરણ તરીકે, જો તમે 10 વર્ષના સમયગાળા માટે દર મહિને રૂ. 15,000નું રોકાણ કરો, તો દર વર્ષે 12%ના દરે વળતર મળે એવું માની લઇએ તો તમારું કુલ રૂ. 34,85,086નું ભંડોળ એકઠું થાય છે. 

શા માટે મ્યુચ્યુઅલ ફંડ તમારા બાળકના શિક્ષણ માટે રોકાણનો એક આદર્શ વિકલ્પ છે:

  • તે લાંબા ગાળાના રોકાણ માટે યોગ્ય છે. 
  • લાભદાયી વળતરની સંભાવના ટકી રહે છે. 
  • પ્રોફેશનલ ફંડ મેનેજમેન્ટનું પરિબળ છે. 
  • તેમાં લવચિકતા અને લિક્વિડિટી હોય છે. 
  • મહત્તમ પરિણામ અને જોખમ મેનેજમેન્ટ માટે તમે તમારા પોર્ટફોલિયોને ડાઇવર્સિફાઇ કરી શકો છો. 
  • તે કસ્ટમાઇઝ કરી શકાય તેવો રોકાણનો વિકલ્પ છે. 
  • તેમાં ટેક્સ સંબંધિત લાભો પણ છે. 
  • તમે SIP પદ્ધતિથી અથવા લમ્પસમ રોકાણ પસંદ કરી શકો છો. 

 

બાળકનું ઉચ્ચ શિક્ષણ એ કોઇપણ માતાપિતા માટે રોકાણના સૌથી પ્રાથમિક પરિબળોમાંથી એક હોય છે. ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણનો ખર્ચ પણ અન્ય એક એવું પરિબળ છે જેના કારણે આ ફાઇનાન્સિયલ લક્ષ્ય એક નિર્ણાયક પાસું બની જાય છે. આ લક્ષ્ય માટે સંપત્તિનું સર્જન કરવા માટે કોઇપણ વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરે તે સારી પસંદગી છે, કારણ કે આનાથી તેઓ ઇક્વિટી માર્કેટમાં પરોક્ષ રીતે રોકાણ કરી શકે છે (ઇક્વિટી સૌથી વધુ વળતર આપવા માટે જાણીતું ક્ષેત્ર છે તેને ધ્યાનમાં રાખીને).

અસ્વીકરણ

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

 

290
હું રોકાણ કરવા માટે તૈયાર છું