મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે રોકાણ કરવું?

મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે રોકાણ કરવું? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એ પહેલાંથી જ એટલું અનુકૂળ છે કે તમારી આંગળીના ટેરવે થઇ શકે છે. તેનાથી સરળતાથી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ થઇ શકે છે, તે લવચિક છે અને રોકાણકારો સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પદ્ધતિ દ્વારા રૂ. 500 જેટલી ઓછી રકમથી પણ શરૂઆત કરી શકે છે. કેટલીક એવી રીતો પણ છે જેનાથી કોઇ વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરી શકે છે. 

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની વિવિધ રીતો:

  • મ્યુચ્યુઅલ ફંડ, ISC (ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટર) અથવા RTA (રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ્સ)ની નજીકની બ્રાન્ચ ઓફિસની મુલાકાત લઇને. 
  • AMFI સાથે રજિસ્ટ્રેશન કરાવેલું હોય તેવા ફંડ ડિસ્ટ્રિબ્યુટર મારફતે. ડિસ્ટ્રિબ્યુટર કાં તો વ્યક્તિગત, બેંક, બ્રોકર અથવા બીજા કોઇપણ હોઈ શકે છે. 
  • ફંડ હાઉસના ઑનલાઇન પ્લેટફોર્મ અથવા પોર્ટલ દ્વારા. 

દરેક રોકાણકારની પસંદગી અને કૌશલ્ય અલગ-અલગ હોય છે, તેથી બધા માટે એક જ યોગ્ય હોય તેવું નથી હોતું. પરંતુ આ રીતોને વ્યાપક રીતે - ઑનલાઇન અને ઑફલાઇન તરીકે વર્ગીકૃત કરી શકાય છે.  

a) ઑનલાઇન: રોકાણકાર ફંડ હાઉસના પોર્ટલ અને ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા ઑનલાઇન મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ્સ ખોલી શકે છે. 

b) ઑફલાઇન: રોકાણકારો ઑફલાઇન એકાઉન્ટ ખોલવા માટે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર અથવા નજીકની મ્યુચ્યુઅલ ફંડ બ્રાન્ચ ઑફિસનો પણ સંપર્ક કરી શકે છે. 

અમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની પ્રક્રિયાને સરળ શબ્દોમાં સમજાવી શકીએ છીએ:

  • પ્લેટફોર્મ અથવા ફંડ હાઉસ પસંદ કરો. 
  • તે પસંદ કરેલા પ્લેટફોર્મ પર તમારી વિગતો સાથે તમારું પોતાનું રજિસ્ટ્રેશન કરો. 
  • KYC પૂર્ણ કરો. 
  • તમારા લક્ષ્યો સાથે અનુરૂપ ફંડ પસંદ કરો અને આગળ તમારા બેંક એકાઉન્ટને લિંક કરો. 
  • રકમનો ઉલ્લેખ કરીને અને રોકાણનું માધ્યમ પસંદ કરીને રોકાણની શરૂઆત કરો. 
  • ફંડ ટ્રાન્સફર કરો અને તમે તમારા ફંડના પરફોર્મન્સને ટ્રૅક કરવાનું શરૂ કરી શકો છો. 

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ રીત રોકાણકારની પસંદગી પર નિર્ભર રહેશે. ઉદાહરણ તરીકે, ટેકનોલોજીના જાણકાર રોકાણકાર ઑનલાઇન રોકાણ કરવાનું પસંદ કરશે. 

અસ્વીકરણ

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

287
હું રોકાણ કરવા માટે તૈયાર છું