NAVની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?
1 મિનિટ 13 સેકન્ડનું વાંચન

નેટ એસેટ વેલ્યૂ (NAV) એ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં એક મહત્વનો કૉન્સેપ્ટ છે. તે મ્યુચ્યુઅલ ફંડના પ્રતિ-યુનિટ મૂલ્યને અને રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડમાં પ્રત્યેક યુનિટને જે કિંમતે ખરીદે છે કે વેચે છે, તેને દર્શાવે છે.
પ્રત્યેક દિવસના અંતે NAV અપડેટ થાય છે. NAV મહત્વની છે, કારણ કે, તે મ્યુચ્યુઅલ ફંડના કાર્યદેખાવને ટ્રેક કરવામાં મદદરૂપ થાય છે. રોકાણકારો વિવિધ સમયગાળાની NAVની સરખામણી કરીને ફંડે કેટલો સારો કાર્યદેખાવ કર્યો છે, તેનું મૂલ્યાંકન કરી શકે છે. NAVની નિયમિત ગણતરી અને પ્રકાશન રોકાણકારોને તેમના રોકાણના મૂલ્ય સંબંધિત પારદર્શકતા પૂરી પાડે છે.
NAVની ગણતરી કરવા માટે ફંડના કુલ એસેટ મૂલ્યમાંથી ફંડની દેણદારીઓને બાદ કરો અને તેને ફંડના કુલ બાકી યુનિટ વડે ભાગો.
એસેટનું ચોખ્ખું મૂલ્ય = (કુલ એસેટ - કુલ દેણદારીઓ) /ફંડના કુલ બાકી યુનિટ
NAVની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે, તેને વધુ સારી રીતે સમજવા માટે અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે.
ધારો કે, તમારી પાસે અહીં નીચે જણાવેલી વિગતોના મ્યુચ્યુઅલ ફંડ છે-
> પોર્ટફોલિયોમાં સિક્યુરિટીઝનું બજાર મૂલ્યઃ 50 કરોડ
> રોકડઃ 5 કરોડ
> કુલ દેણદારીઃ 6 કરોડ
> બાકી યુનિટની કુલ સંખ્યાઃ 10 લાખ
તો ચાલો હવે, અહીં જણાવેલા ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને NAVની ગણતરી કરીએઃ
એસેટનું ચોખ્ખું મૂલ્ય = (કુલ એસેટ* - કુલ દેણદારીઓ)/ફંડના કુલ બાકી યુનિટો
= (50,00,00,000+5,00,00,000−6,00,00,000)/ 10,00,000
= 490
*કુલ એસેટ્સ = સિક્યુરિટીઝનું બજાર મૂલ્ય વત્તા રોકડ (50,00,00,000 + 5,00,00,000)
અર્થઘટન
મ્યુચ્યુઅલ ફંડની NAV ₹490 છે. તેનો અર્થ એ થયો કે, મ્યુચ્યુઅલ ફંડના પ્રત્યેક યુનિટનું મૂલ્ય ₹490 છે.
ભારતમાં NAVની ગણતરી પ્રત્યેક દિવસના અંતે થાય છે. આ મૂલ્ય ફંડના પોર્ટફોલિયોમાં સિક્યુરિટીઝની બંધ થયેલી કિંમતોને દર્શાવે છે. NAVની ગણતરી અને તેનું પ્રગટીકરણનું નિયમન સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બૉર્ડ ઑફ ઇન્ડિયા (સેબી) દ્વારા થાય છે, જેથી કરીને પારદર્શકતાની ખાતરી કરી શકાય અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરી શકાય.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.