કોઈ સ્કિમ માટે રિસ્ક-ઓ-મીટર પોતાનું પરિણામ પર કેવી રીતે દર્શાવે છે?

How is the Riskometer for a scheme is derived? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

રિસ્ક-ઓ-મીટર તમને મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ માટે સંપૂર્ણ 'જોખમ' પરિદ્રશ્ય પૂરું પાડવાનો પ્રયત્ન કરે છે. તે આવું મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ દ્વારા ધારણ કરાયેલી દરેક અસ્કયામતના વર્ગ માટે જોખમ સ્કોર નક્કી કરીને કરે છે. મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં જોવા મળતાં દરેક ડેટ અથવા ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ અને અન્ય અસ્કયામતો, જેવા કે રોકડ, સોનું અને અન્ય નાણાકીય ઇન્સ્ટ્રુમેન્ટને ચોક્કસ જોખમ મૂલ્ય ફાળવવામાં આવે છે.

ઇક્વિટીના કિસ્સામાં, પોર્ટફોલિયોમાં દરેક સ્થિતિમાં ત્રણ મુખ્ય પરિબળોના આધારે રિસ્ક સ્કોર ફાળવવામાં આવે છેઃ

  1. માર્કેટ કેપિટલાઇઝેશનઃ સ્મૉલ-કેપ સ્ટોક મીડ-કેપ સ્ટોક કરતાં વધારે જોખમ ધરાવે છે, જે લાર્જ-કેપ સ્ટોક કરતાં વધારે જોખમી હોય છે. દરેક માટે આ જોખમ મૂલ્ય દર છ મહિને અપડેટ કરવામાં આવે છે.
  2. ઉતાર-ચઢાવઃ દરરોજ કિંમતમાં નોંધપાત્ર ઉતાર-ચઢાવ ધરાવતાં સ્ટોકને વધારે જોખમ મૂલ્ય ફાળવવામાં આવે છે. આ ગણતરી છેલ્લા બે વર્ષ દરમિયાન સ્ટોકની કિંમતોના વલણ પરથી કરવામાં આવે છે.
  3. ઇમ્પેક્ટ કોસ્ટ (લિક્વિડિટી)1: ઓછું ટ્રેડિંગ વૉલ્યુમ ધરાવતાં સ્ટોક મોટા સોદાઓમાં કિંમતોમાં નોંધપાત્ર ફેરફારો અનુભવે છે. તેનાથી ઇમ્પેક્ટ કોસ્ટ અને પરિણામ સ્વરૂપ જોખમ મૂલ્યમાં વધારો થાય છે. આ જોખમ મૂલ્ય વર્તમાન મહિનાનુ મૂલ્યાંકન કરવા સહિત, ત્રણ-માસના સરેરાશ ઇમ્પેક્ટ કોસ્ટ ઉપર આધારિત છે.

ડેટ સિક્યુરિટીઝ માટે, જોખમ આકલનમાં નીચેના પરિબળોનો સમાવેશ થાય છેઃ

  1. ક્રેડિટ રિસ્ક2: આ જોખમ મૂલ્ય ઊચ્ચ ક્રેડિટ રેટિંગ્સ (જેમ કે AAA/G-Sec/SDL/TREPS) માટે ઓછું હોય છે અને નિમ્ન-રોકાણ-શ્રેણી રેટિંગ્સ ધરાવતી સિક્યુરિટીઝ માટે વધે છે. આ ફેરફાર અનરેટેડ અને નિમ્ન-રોકાણ-શ્રેણી ધરાવતી સિક્યુરિટીઝમાં નાદારીની સંભાવનામાં વધારો થવાના કારણે થાય છે.
  2. વ્યાજ-દર જોખમઃ આ જોખમ પોર્ટફોલિયોનો પરિપક્વતા સમયગાળાનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવે છે. લાંબી પરિપક્વતા અવધિ ધરાવતાં બોન્ડ તેમના વ્યાજ દરોમાં ઉતાર-ચઢાવના કારણે તેમની વધારે પડતી સંવેદનશીલતાના કારણે ઊચ્ચ જોખમ મૂલ્ય ધરાવે છે.
  3. લિક્વિડિટી જોખમ3: લિક્વિડિટી જોખમ આકલન લિસ્ટિંગ સ્થિતિ, ક્રેડિટ રેટિંગ અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ માળખા જેવા પરિબળોને વિચારણામાં લે છે.

વધુમાં, SEBIએ રોકડ અને ચોખ્ખી વર્તમાન અસ્કયામત, ડેરિવેટિવ્સ, સોનું, વિદેશી સિક્યુરિટીઝ, REIT અને InvIT સહિત અન્ય અસ્કયામત શ્રેણીઓના જોખમ મૂલ્યો નિર્ધારિત કરવા માટે સર્વગ્રાહી દિશાનિર્દેશો જારી કર્યા છે.

કુલ જોખમ સ્કોરની ગણતરી મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં દરેક અસ્કયામતના જોખમ મૂલ્યનો સરેરાશ અંદાજ કાઢીને કરવામાં આવે છે.

છેલ્લે, રિસ્ક-ઓ-મીટર ઉપર આ રિસ્ક સ્કોરનો ઉપયોગ ચોક્કસ જોખમ શ્રેણી (જેમ કે, નિમ્ન, મધ્યમસર નિમ્ન, મધ્યમસર, મધ્યમસર વધારે અથવા વધારે) પર ફંડ સ્કિમને અંકિત કરવા માટે કરવામાં આવે છે.

રિસ્ક લેબલ ફંડનો સરેરાશ જોખમ સ્કોર
નિમ્ન 1
નિમ્નથી મધ્યમસર 2
મધ્યમસર 3
મધ્યમસર વધારે 4
વધારે 5
ખૂબ જ વધારે 6 અથવા વધારે

અહીં નોંધવું જરૂરી છે કે દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ માટે દર મહિને રિસ્ક-ઓ-મીટરનું આકલન કરવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ/AMC અને AMFI તેમની વેબસાઇટ ઉપર દરેક મહિનાની સમાપ્તિ ઉપર દસ દિવસની અંદર અદ્યતન કરેલું રિસ્ક-ઓ-મીટર અને પોર્ટફોલિયો માહિતી પ્રદર્શિત કરશે.

1. જ્યારે વધારે ખરીદીઓ અથવા વેચાણ ઉદભવે ત્યારે સ્ટોકની કિંમતોમાં કેટલો ફેરફાર થાય તેની ઉપર નિર્ભર કરે છે.
2. ક્રેડિટ જોખમ ઋણધારકની નાદારીની સંભાવનાઓ સૂચવે છે.
3. લિક્વિડિટી જોખમ બજારમાં માંગના કારણે પરિપક્વતા પહેલા બોન્ડની વેચાવવાની ક્ષમતા છે.

અસ્વીકરણ

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

હું રોકાણ કરવા માટે તૈયાર છું