કોઈ વ્યક્તિએ રોકાણ માટે યોગ્ય પ્રકારનું ઈક્વિટી ફંડ કેવી રીતે પસંદ કરવું જોઈએ?

કોઈ વ્યક્તિએ રોકાણ માટે યોગ્ય પ્રકારનું ઈક્વિટી ફંડ કેવી રીતે પસંદ કરવું જોઈએ? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

તમારા રોકાણ પોર્ટફોલિયો માટે ઈક્વિટી ફંડની પસંદગી કરવી એ વસ્ત્રોની પસંદગી કરવા બરાબર છે, જેના માટે નિર્ણય લેવાની પ્રક્રિયા આ કિસ્સામાં વધુ જટિલ છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો તમે જે રીતે કોઈ શર્ટ અથવા ડ્રેસને વિસ્તારથી જુઓ છો જેમ કે તે તમને કેટલું સારી રીતે ફીટ થાય છે કે કેમ, તેની અનુકૂળતા, શું તેનાથી તમે જે પ્રસંગ માટે તેને ખરીદી રહ્યા છો તેના ઉદ્દેશને પરિપૂર્ણ કરી શકાય છે કે કેમ વગેરે જેવા જ અભિગમ સાથે તમારા પોર્ટફોલિયો સંબંધિત ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરવી જરૂરી છે.

તમે ઈક્વિટી ફંડ રોકાણને ખરીદો તે પહેલાં, તમારે તમારા પ્રવર્તમાન રોકાણ પોર્ટફોલિયો તરફ જોવું જરૂરી છે. તમારી પાસે અગાઉથી કેવા પ્રકારનું રોકાણ છે એ બાબત તમારી પાસે હાલમાં તમારા વોર્ડરોબમાં કયા પ્રકારનાં વસ્ત્રો છે અને તેમાં શું ખૂટે છે તેના જેવી જ બાબત છે. તમારી પાસે અમુક ઈક્વિટી ફંડ રોકાણ અગાઉથી હોઈ શકે છે અથવા કોઈ અસ્ક્યામત વર્ગ તરીકે ઈક્વિટીમાં કોઈ રોકાણ ન પણ હોઈ શકે. માટે તમે જે આગામી ઈક્વિટી ફંડની પસંદગી કરો છો તેનાથી તમારા એકંદર રોકાણ પોર્ટફોલિયોમાં રહેલા અંતરને દૂર કરી શકાય તેવી હોવી જોઈએ. ઉદાહરણ સ્વરૂપે, જો તમે અગાઉથી જ વૈવિધ્યસભર ઈક્વિટી ફંડમાં રોકાણ ધરાવતા હોય તો તમે તમારા જોખમની પસંદગી અને રોકાણના લક્ષ્યાંકને અનુકૂળ હોય એવા ભિન્ન પ્રકારના ઈક્વિટી ફંડ વિશે વિચારણા કરી શકો છો કે જેમકે મલ્ટિકેપ અથવા મિડકેપ ફંડ. જો તમારો લક્ષ્યાંક કરની બચતનો હોય અને તમારી પાસે તમારા પોર્ટફોલિયોમાં આવું ફંડ ન હોય તો તે કરમાં બચત કરતા ફંડ પણ હોઈ શકે છે. તમારે ભિન્ન પ્રકારના ફંડમાં વૈવિધ્યકરણ મારફતે તમારા ઈક્વિટી અસ્ક્યામત વર્ગ જોખમને ફેલાવવો જરૂરી છે.

તમે જોઇ રહ્યા છો તે આગામી બાબત રોકાણના ઉદ્દેશ, સેક્ટર અને સ્ટોક હોલ્ડિંગના સંદર્ભમાં પોર્ટફોલિયો, ફંડ મેનેજર્સ, વિન્ટેજ, જોખમી પરિબળો, ખર્ચનો ગુણોત્તર વગેરેના સંબંધમાં ફંડ કેવો દેખાય છે તે છે. આ કાર્ય તમે જે વસ્ત્રો ખરીદવા માગો છો તેની સ્ટાઈલ, રંગ, કપડાં અને ફિનિશને જોવા સમાન છે. ત્યાર બાદ તમે એ આકારણી કરો છો કે વસ્ત્રોની જેમ શું આ વિભિન્ન બાબતો તમને અનુકૂળ આવે છે કે નહીં. આ ફંડ તમારા દિમાગમાં રહેલા કોઈ લક્ષ્યાંક અથવા તમારી જરૂરિયાતને અનુકૂળ હોવું જોઇએ. આ તબક્કે, તમે તેના બેંચમાર્કના સંદર્ભમાં તેના પ્રદર્શનના ટ્રેક રેકોર્ડ તરફ નજર દોડાવી શકો છો.

આગલી વખતે જ્યારે તમે કોઈ ફંડમાં રોકાણ કરવા માગો, ત્યારે ઉપરોક્ત પસંદગીની પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે અનુસરો અથવા મદદ માટે નાણાકીય નિષ્ણાતનો સંપર્ક કરો.

425
હું રોકાણ કરવા માટે તૈયાર છું