IDCW પ્લાન્સઃ મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવક અને મૂડીના વિતરણને સરળ બનાવે છે
1 મિનિટ 15 સેકન્ડનું વાંચન

1 એપ્રિલ, 2021થી શરૂ કરીને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બૉર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ ડિવિડન્ડ વિકલ્પનું નામ બદલીને IDCW વિકલ્પ કર્યું છે. IDCWનું પૂરું નામ ઇન્કમ ડિસ્ટ્રિબ્યુશન કમ કેપિટલ વિડ્રોઅલ છે. આ વિકલ્પમાં તમારી મૂડી અને આ પ્લાન/ન્સ હેઠળ કમાવવામાં આવેલી આવકના કેટલાક હિસ્સાને તમને પરત આપવાનો સમાવેશ થાય છે, જે મૂળભૂત રીતે તમને તમારા રોકાણનો એક હિસ્સો પરત કરે છે.
અહીં જાણો, ઇન્કમ ડિસ્ટ્રિબ્યુશન કમ કેપિટલ વિડ્રોઅલ (IDCW) પ્લાન કેવી રીતે કામ કરે છે:
આવકનું વિતરણઃ જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં વિતરણ કરી શકાય તેવી વધારાની રકમ હોય ત્યારે તે તેનું ફરીથી રોકાણ કરે છે અથવા તો રોકાણકારોમાં તેનું વિતરણ કરે છે.
IDCW: જ્યારે પણ વિતરિત કરી શકાય તેવી વધારાની રકમને વિતરિત કરવામાં આવે છે ત્યારે તેમાં આવકના વિતરણ અને મૂડીના વિતરણ એમ બંનેનો સમાવેશ થાય છે તથા તે રોકાણકારો દ્વારા ફંડમાં જાળવી રાખવામાં આવેલા યુનિટો પર આધારિત હોય છે.
કરવેરોઃ IDCWની ચૂકવણી નિયમિત આવક કરતાં ઓછાં દરે થાય છે, જે તેને નિયમિત આવક મેળવવા માટે કરબચતનો એક સારો વિકલ્પ બનાવે છે.
IDCW વિકલ્પના બે મુખ્ય પ્રકારો છે, જે આ મુજબ છેઃ
IDCW પેઆઉટનો વિકલ્પઃ આ પ્લાનમાં મ્યુચ્યુઅલ ફંડ નિયમિત અંતરાલે રોકાણકારોને ભેગા થયેલા નફાને વિતરિત કરે છે. એકવાર વિતરણ થઈ જાય તે પછી ફંડની નેટ એસેટ વેલ્યૂ (NAV) પેઆઉટની રકમ જેટલી ઘટી જાય છે.
IDCW રી-ઇન્વેસ્ટમેન્ટનો વિકલ્પઃ રોકડમાં પેઆઉટ પ્રાપ્ત કરવાને બદલે નફાને ફરીથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકીને રોકાણકાર માટે વધારાના યુનિટ્સ ખરીદવામાં આવે છે. તેનાથી રોકાણકાર પાસે રહેલા યુનિટની સંખ્યા વધે છે, જ્યારે ફંડની NAV પેઆઉટની રકમ જેટલી ઘટી જાય છે.
IDCW યોજના રોકાણકારો માટે સ્પષ્ટ કરે છે કે તેમના વળતરમાં આવકનું વિતરણ અને મૂડી ઉપાડ બંનેનો સમાવેશ થાય છે.
સેબીએ ડિવિડન્ડ પ્લાનનું નામ બદલીને IDCW પ્લાન કર્યું હોવા છતાં આ કૉન્સેપ્ટની સાથે સંકળાયેલી બાકીની બધી જ બાબતો સમાન જ છે.
અસ્વીકરણઃ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.