ઈન્વેસ્ટર રિસ્ક પ્રોફાઈલ તથા અનુકૂળ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ

ઈન્વેસ્ટર રિસ્ક પ્રોફાઈલ તથા અનુકૂળ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

રોકાણની વાત આવે ત્યારે લોકો પાસે અલગ-અલગ નાણાકીય ધ્યેય તથા જોખમની ક્ષમતા હોય છે. તમારા રોકાણની પસંદગીનો આધાર તમારા લાંબા-ગાળાના તથા ટૂંકા-ગાળાના ધ્યેયો પર રહેલો છે. આ પરિબળો તમારા રોકાણની પસંદગી તથા અભિગમ પર ઊંડો પ્રભાવ પાડે છે. રિસ્ક-ઓ-મીટર અનુકૂળ સ્કીમ માટે તમારી શોધને ટૂંકાવવાના એક સાધન તરીકે સેવા પૂરી પાડે છે.

નવા રિસ્ક-ઓ-મીટરને સમજવું

રિસ્ક-ઓ-મીટરનું નવતર પાસું તેના રિસ્ક ગ્રેડિંગ અભિગમમાં જ રહેલું છે. અગાઉનું રિસ્ક-ઓ-મીટર માત્ર રિસ્ક ગ્રેડની બદલાતી ફંડ કેટેગરી સાથે જ સંકલિત હતું, જ્યારે તેથી વિપરીત, નવું રિસ્ક-ઓ-મીટર ફંડની અંદર રાખવામાં આવેલા ચોક્કસ એસેટ્સમાંથી ઉદભવતા રિસ્કના આકલન દ્વારા રિસ્ક ગ્રેડ મેળવાય છે. આનો અર્થ એ છે કે ચોક્કસ ફંડ સ્કીમને સોંપવામાં આવેલ જોખમ ગ્રેડ તે સ્કીમની અંતર્ગત આવેલ એસેટ્સ અને તેમની માત્રા પર આધારિત છે. આના થકી રિસ્ક મૂલ્યાંકન વાસ્તવિકતાની વધુ નિકટ આવે છે કારણ કે તેમાં ફંડની માલિકીની એસેટ્સ સાથે સંકલિત વાસ્તવિક જોખમોને ધ્યાને લેવાય છે.

અનુકૂળ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની પસંદગી

તમારા રોકાણના ધ્યેયો, જોખમની ક્ષમતા અને સમયાવધિના સંકલનમાં, રિસ્ક-ઓ-મીટરના રીડિંગ્સ તમારા માપદંડને સચોટતાથી મળતા આવે તેવા રોકાણો તરફ ઈશારો કરે છે.

ઉદાહરણ સ્વરૂપે, ઓવરનાઈટ અને આર્બિટ્રેજ ફંડ્સ જેવા ઓછા-જોખમવાળા મ્યુચ્યુઅલ ફંડ્સ ટૂંકાગાળામાં નહિવત જોખમ અવકાશ સાથે મૂડી સંવર્ધનને પ્રાથમિકતા આપનારા રોકાણકારો માટે અનુકૂળ નિવડી શકે છે

બીજી તરફ, લાંબાગાળે પોતાની મૂડીને જોખમમાં મૂકીને પણ, મહત્તમ વળતર ઈચ્છનારા રોકાણકારો ‘ખૂબ ઊંચા’ રિસ્ક કેટેગરી હેઠળ આવતી મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમો સાથે પણ સારી રીતે સંકલિત થઈ શકે છે.

વધુ માહિતી માટે, ડાબી બાજુએ આપેલ કોષ્ટકનો સંદર્ભ લો.

જો કે, મહત્ત્વની બોધરૂપ બાબત કોઈ પણ રોકાણને માત્ર તેની રિસ્ક કેટેગરીના આધારે જ પસંદ કરવાની નથી. તેના બદલે, વધુ ઊંડો અભ્યાસ કરીને દરેક કેટેગરીની અંદરની ચોક્કસ સ્કીમોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું વધુ મહત્ત્વપૂર્ણ છે. યાદ રાખો, સમાન રિસ્ક કેટેગરીમાંના બધા જ ફંડ્સ એકસમાન નથી હોતા. તેમની સ્ટ્રેટેજી, હોલ્ડિંગ્સ અને સંભવિત પરિણામો ભિન્ન હોઈ શકે છે. આ કારણથી, તમારા નાણાકીય ધ્યેયો તથા રિસ્ક સહન કરવાની ક્ષમતા સાથે સૌથી વધુ અસરકારકતા સાથે સંકલિત થાય તેવી રોકાણ સ્કીમનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને તેની પસંદગી કરવાની ભલામણ કરાય છે. તમને આમાં મદદની જરૂર હોય, તો નાણાકીય નિષ્ણાત પાસેથી મદદ પ્રાપ્ત કરતા ખચકાશો નહીં.

Disclaimer

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

હું રોકાણ કરવા માટે તૈયાર છું