શું મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં ઓનલાઇન રોકાણ કરવું સુરક્ષિત છે?

શું મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં ઓનલાઇન રોકાણ કરવું સુરક્ષિત છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

તમે સૌ પ્રથમ વખત વિમાનમાં ઉડાન ભરી હતી તે અનુભવને યાદ કરો. શું તમારા પેટમાં અજીબ બેચેની થઈ હતી કે ઊબકા જેવું લાગ્યું હતું ? આખરે જ્યારે વિમાન ઊંચાઇ પર પહોંચ્યું ત્યારે શું તમે નિશ્ચિંત નહોતા થયા ? 30,000 ફૂટની ઊંચાઇ પર ઉડાન, બાંધેલો સીટ બેલ્ટ અને સક્ષમ પાયલટની સાથે હુંફ આપતા કેબિન ક્રુ તમારી સંભાળ લેવા માટે હોય છે.

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં ઓનલાઇન રોકાણ કરવું એ પ્રથમ વિમાનની મુસાફરીથી અલગ નથી. પ્રથમ વખત તમને ચિંતા થઈ શકે કે તમારા નાણાં ક્યાં જઈ રહ્યા છે અને તે ઇચ્છિત પ્રાપ્તકર્તા પાસે પહોંચ્યા હશે કે નહીં, પરંતુ રોકાણની ઓનલાઇન રીત અન્ય રીત જેટલી જ સુરક્ષિત છે. ઓનલાઇન ચુકવણીનાં મંચો આવશ્યક એન્ક્રિપ્શન પ્રોટોકોલ્સથી સુરક્ષિત હોય છે તેથી ડેટા ટ્રાન્સમિશન દરમિયાન તમારા વ્યક્તિગત અને નાણાકીય ડેટા ટેપ થતા નથી.

ઓનલાઇન પ્રક્રિયા ઘણી બધી અનુકૂળ છે, કારણ કે તમે તમારા તમામ વહેવારો એક્સેસ કરી શકો છો, કોઇ પણ સમયે ખરીદી કે વેચાણ કરી શકો છો અને તમારા પોર્ટફોલિયો કેવો દેખાવ કરી રહ્યો છે તે પણ જોઇ શકો છો. તમે જ્યારે ઓનલાઇન રોકાણ કરો ત્યારે તમારા નાણાં મ્યુચ્યુઅલ ફંડનાં ખાતામાં સીધા જમા થાય છે અને તે તમને યુનિટ્સની ફાળવણી કરે છે, જે તમે તમારા ખાતામાં લોગિન કરીને જોઇ શકો છો. તેથી સુરક્ષા અને અનુકૂળતા ઉપરાંત ઓનલાઇન રીત તમને ઓફલાઇન રીતની જેમ પારદર્શકતા પૂરી પાડે છે. તમારા નાણાં સિસ્ટમમાં સુરક્ષિત હોય છે !

424
હું રોકાણ કરવા માટે તૈયાર છું