રોકાણમાં નવા યુગના ડિજિટલ ટ્રેન્ડ્સઃ તેઓ કેવો દેખાવ કરે છે

રોકાણમાં નવા યુગના ડિજિટલ ટ્રેન્ડ્સઃ તેઓ કેવો દેખાવ કરે છે

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

નાણાકીય સેવા ક્ષેત્રમાં ઘણા ફેરફારો આવ્યા છે, જે ટેકનોલોજીમાં અદ્યતનપણાને આભારી છે. આજે, તમે ચૂકવણી કરવા, ખરીદવા અને રોકાણ માટે પણ ઓનલાઈન વ્યવહાર કરી શકો છો.

સ્વાભાવિક છે કે, આ બધું આપણને નવા યુગના ડિજિટલ ટ્રેન્ડ્સ તરફ લઈ ગયું છે જે ઈઝી-ટુ-ટ્રેડ વર્ચ્યુઅલ એસેટ્સ જેવા છે કે જે ફિઝિકલ સ્વરૂપમાં અસ્તિત્વમાં નથી.
તેને સરકાર અથવા તો કેન્દ્રીય બેંક દ્વારા રચાતા કે જારી કરાતા નથી. આમ, તેનો નાણાં અથવા કાનૂની ચલણ તરીકે ઉપયોગ કરી શકાય નહીં. જો કે, અમુક જોખમો તો રહે જ છે જેમકેઃ

-    આવી ડિજિટલ અસ્ક્યામતોનું મૂલ્ય વાસ્તવિક અસ્ક્યામતો સાથે જોડાયેલું નથી હોતું. આના પરિણામે, તેમના મૂલ્યો- અને તમારા રોકાણો, એના પરિણામે- અત્યંત વધ-ઘટ ને આધિન હોઈ શકે છે.
-    વર્ચ્યુઅલ અસ્ક્યામતો નિયમન હેઠળ નથી હોતી. સરકારી નિયમનો વિના, રોકાણકારો ઠગાઈનો ભોગ બની શકે છે અને તેમના નાણાં ગુમાવી શકે છે.
-   હાલ, આ વર્ચ્યુઅલ અસ્ક્યામતો કેન્દ્રીય બજેટ 2022 અનુસાર, કરવેરાના સર્વોચ્ચ સ્તરોને આકર્ષિત કરે છે.

તુલનાત્મક રીતે, મ્યુચ્યુઅલ ફંડ્સ, 1924થી અસ્તિત્ત્વમાં છે. છેલ્લી એક સદી દરમિયાન, MFsનું સુયોગ્ય નિયમન થયેલું છે અને રોકાણકારોના રક્ષણ માટે તેનું નિકટતાથી નિરીક્ષણ કરાય છે. એવી પર્યાપ્ત સ્કીમો પણ ઉપલબ્ધ છે કે જે વિભિન્ન વળતર અને જોખમ જરૂરિયાતોને અનુકૂળ રહે છે. તદુપરાંત, તે વારસાગત રીતે વૈવિધ્યસભર હોય છે, આમ તેનાથી રોકાણકારોનું જોખમ ઘટે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ તમામ રોકાણ વિકલ્પોમાં સૌથી નીચા કરવેરાને આકર્ષિત કરવાનો ઉમેરેલો લાભ પણ ધરાવે છે. (તમે મ્યુચ્યુઅલ ફંડ્સ પર કેવી રીતે કરવેરા લગાવાય છે તેના વિશે અહીં વાંચી શકો છો.)

નવા ટ્રેન્ડ્સ હંમેશાથી નોવેલ્ટી મૂલ્ય ધરાવે છે. તેઓ, આ રીતે, રોકાણકારોને ખૂબ આકર્ષક લાગે છે. જો કે, તમારા કઠિન-પરિશ્રમના નાણાંનું રોકાણ કરતા પહેલાં જોખમોનું આકલન કરી લેવું પણ મહત્ત્વપૂર્ણ છે. ઊંડાણપૂર્વકનું સંશોધન કરીને નિર્ણય લો કે કોઈ ચોક્કસ રોકાણ વિકલ્પ તમારી જોખમ પ્રોફાઈલ અને વળતરની અપેક્ષાઓને પરિપૂર્ણ કરી શકે છે કે કેમ. રોકાણના નિર્ણયો આજીવન માટે કરાય છે અને આ પસંદગીઓ પર પહોંચતા પહેલાં થોડોક સમય ફાળવવો ઉપયોગી નિવડશે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું