પોર્ટફોલિયો વૈવિધ્યકરણના ફાયદાઓ શું છે?

પોર્ટફોલિયો વૈવિધ્યકરણના ફાયદાઓ શું છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

"ક્યારેય બધા ઈંડા એક જ ટોપલીમાં રાખવા નહીં".

જ્યારે રોકાણ નિર્ણયો કરી રહ્યાં હોવ ત્યારે જોખમ અને રિટર્ન વચ્ચે સમતોલન જાળવવું ખૂબ જ આવશ્યક બની જાય છે. આ સમતોલન મેળવવા માટે વૈવિધ્યકરણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વ્યૂહરચના છે, કારણ કે તે તમારા રોકાણોને જુદી-જુદી મિલકતોની શ્રેણીઓ અને સેક્ટરમાં વહેંચણી કરવાની સુવિધા આપીને કોઇ એક ચોક્કસ જોખમથી થતાં નુકસાન સામે તમને રક્ષણ પૂરું પાડે છે.

આ લેખમાં, આપણે પોર્ટફોલિયો વૈવિધ્યકરણ ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ્સના સંદર્ભમાં શું છે, અને તમે જે ઇચ્છી રહ્યાં છો તે રોકાણ ઉપર રિટર્ન પ્રાપ્ત કરવામાં તમને કેવી રીતે મદદ કરી શકે છે તેના વિશે વાત કરીશું.

પોર્ટફોલિયો વૈવિધ્યકરણ શું છે?
જ્યારે તમે ડિનર કરવા માટે જાઓ છો ત્યારે તમે મહત્તમ સંતુષ્ટીકરણ મેળવવા માટે વિવિધતા ધરાવતાં ફૂડ આઇટમનો ઓર્ડર કરો છો. તમે સૂપ, એપિટાઇઝર, મેઇન કોર્સ, ડેઝર્ટ અને કદાચ કોઇ ડ્રિન્ક્સનો ઓર્ડર આપી શકો છો. આ તે બાબતની ખાતરી કરે છે કે તમને વિવિધ સ્વાદ અને વિશેષતા ધરાવતું ભોજન મળી રહે. વધુમાં, જો કોઇ એકાદ વસ્તુ સંતોષકારક ન હોય તો તે શક્ય છે કે તેનાથી અધૂરી રહી ગયેલી ઇચ્છા પરિપૂર્ણ કરવા માટે તમે વધુ એક ફૂડ આઇટમનો ઓર્ડર આપશો.

આ જ રીતે પોર્ટફોલિયો વૈવિધ્યકરણ વિશે પણ વિચાર કરી જૂઓ. પોર્ટફોલિયો વૈવિધ્યકરણમાં રિટર્નના જોખમોની વધુ સારી રીતે વહેંચણી કરવા માટે એટલે કે જોખમ ઘટાડવા અને મહત્તમ રિટર્ન મેળવવા વિવિધ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવાનો સમાવેશ થાય છે. તેમાં તમારા રોકાણોને સ્ટોક, બોન્ડ, કોમોડિટી, રિયલ એસ્ટેટ અને અન્ય વૈકલ્પિક રોકાણો જેવા એસેટ વર્ગોમાં વહેંચણી કરવાનો સમાવેશ થાય છે. ઇક્વિટી, ડેટ, કોમોડિટી જેવા જુદા-જુદા માર્કેટમાં સીધી જ ખરીદી કરવાના બદલે તમે એક જ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ મારફતે તમામ બજારોમાં રોકાણ કરી શકો છો.

ઉદાહરણ તરીકે, મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સ દરેક વર્ગમાં ઓછામાં ઓછા 10% ફાળવણી સાથે ઓછામાં ઓછા ત્રણ એસેટ વર્ગમાં રોકાણ કરે છે. આજ રીતે, મલ્ટી-કેપ ફંડ્સ વિવિધ સેક્ટર્સ અને માર્કેટ વિભાગમાંથી ઇક્વિટી અને ઇક્વિટી-સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તેમના રોકાણોના ઓછામાં ઓછા 65% ફાળવણી કરે છે. આ વૈવિધ્યકરણ નાની સંખ્યામાં સ્ટોક, સેક્ટર અને સેગમેન્ટ પ્રત્યે વધારે પડતાં એક્સ્પોઝર ધરાવવા સાથે જોડાયેલા જોખમમાં ઘટાડો કરવામાં મદદ કરે છે.

વધુમાં, તમે જુદા-જુદા લક્ષ્યાંકો માટે જુદી-જુદી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં રોકાણ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે ટૂંકા-ગાળાના લક્ષ્યાંકો માટે ડેબ્ટ ફંડમાં, લાંબા-ગાળાના લક્ષ્યાંકો માટે ઇક્વિટી ફંડમાં અને મધ્યમ-ગાળાના લક્ષ્યાંકો માટે હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરી શકો છો.

આ દરેક ફંડ પોતાના આગવા લાભો ધરાવે છે અને ચોક્કસ પ્રમાણમાં જોખમ ધરાવે છે. જ્યારે તમે તમારા લક્ષ્યાંકો સાથે સુસંગત વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરો છો ત્યારે તમે તમારા સમગ્ર પોર્ટફોલિયો ઉપર રહેલા જોખમમાં ઘટાડો કરી શકો છો.

વૈવિધ્યકરણ જુદા-જુદા બજાર વિસ્તારોમાંથી લાભ મેળવવાની પણ તક પૂરી પાડે છે, જે જોખમમાં ઘટાડો કરીને મહત્તમ રિટર્ન મેળવવામાં મદદ કરે છે.

મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર પણ મ્યુચ્યુઅલ ફંડ્સની કેટલીક શ્રેણીઓ છે જે આંતરિક વૈવિધ્યકરણ પૂરું પાડે છે. ઉદાહરણ તરીકે, મલ્ટી-કેપ ફંડ્સ જુદા-જુદા સેક્ટર્સ અને ઉદ્યોગોમાં સ્મોલ-કેપ, મિડ-કેપ અને લાર્જ-કેપ કંપનીઓમાં રોકાણ કરે છે. મલ્ટી-કેપ ફંડ્સમાં રોકાણ કરવાથી તમને વ્યાપક શ્રેણીની કંપનીઓની ઇક્વિટીમાં રોકાણ કરવામાં મદદ મળે છે. આજ રીતે, જો તમે જોખમની સમતુલા જાળવીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઇચ્છતાં હોવ તો તમે હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરી શકો છો જે ડેબ્ટ અને ઇક્વિટી બન્નેમાં સમાનપણે રોકાણો કરે છે.

જોકે, તે વાત યાદ રાખો કે વૈવિધ્યકરણ સફળતાની ગેરન્ટી અથવા નુકસાન સામે રક્ષણ પૂરું પાડતું નથી. રોકાણ અંગે નિર્ણયો લેતા પહેલા મ્યુચ્યુઅલ ફંડ સ્કિમના રોકાણ હેતુઓ વિચારણામાં લો.

પોર્ટફોલિયો વૈવિધ્યકરણના શું લાભો છે?

1) જોખમ સંચાલન
જ્યારે તમે તમારા પોર્ટફોલિયોને વૈવિધ્યપૂર્ણ બનાવો છો ત્યારે તમે તેની ખાતરી કરો છો કે કોઇ એક શ્રેણીની એસેટ નબળો દેખાવ કરે તો અન્ય એસેટો તેના નુકસાનની ભરપાઇ કરી શકે. તમામ એસેટો એકસમાન પ્રદર્શન કરતી નથી, અને વૈવિધ્યકરણ તમને તમારા નુકસાનમાં ઘટાડો કરવાની સુવિધા આપે છે. ઉદાહરણ તરીકે, જો ઇક્વિટી સારું પ્રદર્શન ન કરે તો ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ અને સોનું સામાન્ય રીતે સારું પ્રદર્શન કરે છે. જો તમે વૈવિધ્યપૂર્ણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો અથવા તેવો પોર્ટફોલિયો ધરાવો છો જેમાં જુદી-જુદી એસેટોમાંથી મ્યુચ્યુઅલ ફંડ રોકાણોનો સમાવેશ થતો હોય તો તમારા સમગ્રપણે જોખમમાં ઘટાડો થાય છે અને રિટર્નનુ સમતોલન જળવાઇ રહે છે.

2)  બજારના ઉતાર-ચઢાવ સામે રક્ષણ
વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો પોર્ટફોલિયોનું સમગ્રપણે જોખમ ઘટાડી દે છે. વ્યાપક એસેટ શ્રેણીઓ અને ઉદ્યોગો વચ્ચે રોકાણ વૈવિધ્યકરણના કારણે બજારના ચઢાવ-ઉતારનો કુલ પ્રભાવ ઘટી જાય છે. રિટર્નમાં ભારે ચઢાવ-ઉતાર જોખમી એસેટનું સૂચન કરે છે, અને તેના કારણે, જોખમી એસેટોની ઉપર રિટર્ન સામાન્ય રીતે ઓછું જોખમ ધરાવતી એસેટોની સરખામણીમાં વધારે હોય છે. ઉદાહરણ તરીકે, જો તમે એક જ કંપનીની ઇક્વિટી અને બોન્ડ્સમાં રોકાણ કરો છો તો બોન્ડના રોકાણ ઉપર મળતા રિટર્ન કરતાં ઇક્વિટીમાં કરેલા રોકાણ ઉપર રિટર્ન વધુ હોય છે. જ્યારે ઇક્વિટી ઉપર જોખમ પણ વધારે હોય છે. જ્યારે તમે તમારા પોર્ટફોલિયોમાં ડેબ્ટ અને ઇક્વિટી બન્નેનો સમાવેશ કરો છો ત્યારે તમે તેની ખાતરી કરો છો કે એક એસેટ શ્રેણીના સકારાત્મક રિટર્ન અન્ય એસેટ શ્રેણીમાંથી ઓછા અથવા નકારાત્મક રિટર્નની સંભવિત ભરપાઇ કરી દેશે.

3) લક્ષ્યાંકો
વૈવિધ્યકરણ તમને ચોક્કસ નાણાકીય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. સમયાંતરે લક્ષ્યાંકોમાં પરિવર્તન આવી શકે છે, અને તેને હાંસલ કરવા માટે અનુકૂળતા સાધી શકે તેવી રોકાણ વ્યૂહરચનાની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમારે રજાઓ માણવી છે, નિવૃત્તિ માટે બચત કરવી છે અને તમારા બાળકના કોલેજના ખર્ચાઓ ચૂકવવા છે, તમારે લક્ષ્યાંકો અને સમયગાળા ઉપર આધારિત જુદા-જુદા મ્યુચ્યુઅલ ફંડ રોકાણોની જરૂર પડી શકે છે જે તમને આ દરેક લક્ષ્યાંકો હાંસલ કરવા માટે આયોજન કરવામાં મદદ કરશે. જો આ અંગે તમને કોઇ શંકા હોય તો તમારા નાણાકીય સલાહકાર સાથે પરામર્શ કરો.

4) લાંબા-ગાળાનું પ્રદર્શન
લાંબા ગાળે સારી રીતે વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો સ્થિર રોકાણ અનુભવ પૂરો પાડવાની ક્ષમતા ધરાવી શકે છે અને બજારના ચઢાવ-ઉતાર સામે ટકી રહેવા સારી સ્થિતિમાં હોઇ શકે છે.

5) સમયની બચત અને સુવિધાજનક
વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો તમને સમયની બચત કરવામાં પણ મદદ કરે છે કારણ કે તમારે દરેક રોકાણની વ્યક્તિગત રીતે દેખરેખ કરવાની જરૂર પડતી નથી. તેના બદલે તમારે માત્ર પોર્ટફોલિયોના પ્રદર્શનની દેખરેખ રાખવાની અને જરૂરી ફેરફાર કરવાની જ જરૂર પડે છે. જો જરૂરિયાત હોય તો તમે હંમેશા તમારા મ્યુચ્યુઅલ ફંડ વિતરકનો પરામર્શ કરી શકો છો.

સારાંશ
કોઇપણ રોકાણકાર જે જોખમનું નિયંત્રણ અને મહત્તમ રિટર્નની સંભાવના તપાસી રહ્યો હોય તેના માટે પોર્ટફોલિયો વૈવિધ્યકરણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વિવિધ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં રોકાણ જે અર્થતંત્રમાં જુદી-જુદી એસેટ શ્રેણીઓ અને સેક્ટરના ફાયદા પૂરા પાડે છે તે બજારના ચઢાવ-ઉતાર અને અને આર્થિક અનિશ્ચિતતાઓનો પ્રભાવ લઘુતમ બનાવે છે અને લાંબા-ગાળાના નાણાકીય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની સંભાવના વધારે છે.

અસ્વીકરણ 

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની વિવિધ શ્રેણીઓ વિશે AMFI વેબસાઇટ પર પ્રસારિત કરવામાં આવેલી માહિતી મ્યુચ્યુઅલ ફંડ્સને નાણાકીય ઉત્પાદન શ્રેણી તરીકે પસંદ કરવા વિશે જાગૃતિ લાવવા માટે માહિતી આપવાના હેતુથી છે અને વેચાણ પ્રમોશન અથવા વ્યવસાય માટેની વિનંતી નથી.

અહીંની સામગ્રી AMFI દ્વારા જાહેરમાં ઉપલબ્ધ માહિતી, આંતરિક સ્રોતો અને વિશ્વસનીય માનવામાં આવતા અન્ય તૃતીય-પક્ષ સ્રોતોના આધારે તૈયાર કરવામાં આવી છે. જો કે, AMFI આવી માહિતીની ચોકસાઇની બાંયધરી આપી શકતું નથી, તેની સંપૂર્ણતાની ખાતરી આપી શકતું નથી અથવા આ પ્રકારની માહિતી બદલાશે નહીં તેની ખાતરી આપી શકતું નથી.

અહીંની સામગ્રી વ્યક્તિગત રોકાણકારના ઉદ્દેશ્યો, જોખમની ક્ષમતા અથવા નાણાકીય જરૂરિયાતો અથવા સંજોગો અથવા અહીં વર્ણવેલ મ્યુચ્યુઅલ ફંડ ઉત્પાદનોની યોગ્યતાને ધ્યાનમાં લેતી નથી. આથી, રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રોકાણ સંબંધિત સલાહ મેળવવા માટે સંબંધમાં તેમના પ્રોફેશનલ રોકાણ સલાહકાર/કન્સલ્ટન્ટ/ટેક્સ સલાહકારનો સંપર્ક કરે.

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ એ ડિપોઝિટ પ્રોડક્ટ નથી અને તે મ્યુચ્યુઅલ ફંડ અથવા તેના AMC દ્વારા જવાબદારી અથવા બાંયધરી અથવા વીમો નથી. અંતર્ગત રોકાણોની પ્રકૃતિને લીધે, મ્યુચ્યુઅલ ફંડ ઉત્પાદનના વળતર અથવા સંભવિત વળતરની ખાતરી આપી શકાતી નથી.

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

285
હું રોકાણ કરવા માટે તૈયાર છું