મ્યુચ્યુઅલ ફંડના દેખાવને શું અસર કરે છે?

મ્યુચ્યુઅલ ફંડના દેખાવને શું અસર કરે છે?
મ્યુચ્યુઅલ ફંડ્સ કેલ્ક્યુલેટર્સ

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ રોકાણનો ઉદ્દેશ ધરાવે છે અને તેનું સંચાલન નિયુક્ત ફંડ મેનેજર દ્વારા થાય છે, જેઓ ઉદ્દેશ હાંસલ કરવા માટે ઇષ્ટતમ દેખાવ આપતા હોય એવા ફંડ માટે જવાબદાર હોય છે.

આ દેખાવ ફંડ સંચાલન ટીમ દ્વારા લેવામાં આવતા નિર્ણયોથી તેમ જ બજારો પછી તે ઇક્વિટી હોય કે ડેટ તેમાં થતા ઉતાર-ચડાવથી પ્રભાવિત થાય છે. સામાન્યપણે તમામ ફંડ સંચાલન ટીમ સ્થાપિત પ્રક્રિયા ધરાવે છે, જે પોર્ટફોલિયોમાં જામીનગીરીઓની પસંદગી નિર્ધારિત કરે છે. અને બજારની જુદી જુદી સ્થિતિમાં આ જામીનગીરીઓનો દેખાવ આખરે સ્કિમના દેખાવને નિર્ધારિત કરે છે.

ફંડ સંચાલન ટીમ કિંમત, ગુણવત્તા, જોખમ, નાણાકીય બાબતો, સમાચાર પ્રવાહ અને આર્થિક વિકાસને આધારે યોગ્ય નિર્ણય લેવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરે છે. દૃઢ કુશળતા, મજબૂત પ્રક્રિયા અને સંબંધિત અનુભવ ધરાવતી ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.

જોકે એ મહત્ત્વપૂર્ણ છે કે દેખાવની માપણી વાસ્તવિક સમય ક્ષિતિજની અંદર કરવામાં આવે એટલે કે ઇક્વિટી ફંડ્ઝ માટે લાંબી અવધિ, હાઇબ્રિડ ફંડ્ઝ માટે મધ્યમ અવધિ અને લિક્વિડ ફંડ્ઝ માટે ખૂબ ટૂંકી અવધિ.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું