ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સમાં રોકાણના કયા લાભો છે?

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સમાં રોકાણના કયા લાભો છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

છેલ્લા ઘણા વર્ષોથી, રોકાણકારો ફિક્સ્ડ ડિપોઝિટ, PPFs અને પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ જેવી પરંપરાગત બચત પ્રોડક્ટ્સમાંથી ખસીને ડેટ ફંડ્સ તરફ વળી રહ્યા છે કારણ કે તેઓ વધુ ટૈક્સ -એડજસ્ટેડ રિટર્નની શોધમાં છે. જો કે, રિટર્નની અનિશ્ચિતતા તેમજ મુદલ પણ ગુમાવી દેવાના જોખમને કારણે તેઓ આ પરિવર્તન કરતા ઘણું ખચકાય છે. ટાર્ગેટ મેચ્યુરિટી ફંડ્સ (TMFs) એ પેસિવ ડેટ ફંડ્સ છે કે જે FMPs સહિત અન્ય ડેટ ફંડ્સની તુલનામાં ઘણા લાભો ઓફર કરે છે.

આપણે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડના લાભો તરફ વળીએ તે પહેલાં, ચાલો જોઈએ કે ડેટ ફંડ્સની આ કેટેગરીનું સૌથી મજબૂત પાસું શું છે. ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સમાં નિર્ધારિત મેચ્યોરિટી તારીખ અને બોન્ડની એક્સપાયરી તારીખ તેના પોર્ટફોલિયોમાં જ હોય છે જે તેની મેચ્યોરિટી તારીખ સાથે સંકલિત હોય છે. આમ, ફંડની મેચ્યોરિટીનો સમય અથવા અવધિ સમય જતાં ઘટવા લાગે છે. તદુપરાંત, પોર્ટફોલિયોમાંના બધા બોન્ડને મેચ્યોરિટી સુધી જાળવી રખાય છે.

TMFsનો સૌથી પહેલો અને સૌથી મોટો લાભ વ્યાજદરમાં ફેરફારો પ્રત્યે તેની સંકલિત પ્રતિકારકતા છે. આ પોર્ટફોલિયોને મેચ્યોરિટી સુધી જાળવી રખાય છે અને તેમાં સમયગાળો ઘટતો રહે છે, માટે તે સમય જતાં વ્યાજદરમાં થતા ફેરફારો પ્રત્યે ઓછો સંવેદનશીલ રહે છે. બીજું, TMFs એ બાકીના ડેટ ફંડ્સની તુલનામાં વધુ સારી રિટર્ન વિઝિબિલિટી ધરાવે છે કારણ કે બોન્ડના પોર્ટફોલિયોને મેચ્યોરિટી સુધી જાળવી રખાય છે. આના કારણે રિટર્નની અપેક્ષા કોઈ પણ સમયે ફંડની મેચ્યોરિટી-પર-ઉપજને (YTM) અનુરૂપ જ રહે છે. ત્રીજું એ કે પેસિવ હોવાને કારણે, ટાર્ગેટ મેચ્યોરિટી બોન્ડ ફંડ્સ તેમના ફંડને અન્ડરલાઈંગ બોન્ડ ઇન્ડેક્સની સંરચના અનુસાર તૈનાત કરે છે. આ કારણથી આ ફંડ્સના પોર્ટફોલિયો સરકારી જામીનગીરીઓમાં વ્યાપક પ્રમાણમાં રોકાયેલા રહે છે જે ભારતમાં મોટાભાગના બોન્ડ સૂચકાંકો રચે છે. હાલના તબક્કે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સને સરકારી બોન્ડ, PSU બોન્ડ અને સરકારી ડેવલપમેન્ટ બોન્ડ્સમાં રોકાણ કરવાનો જ મેન્ડેટ છે. આના કારણે TMFsમાં ડિફોલ્ટ તેમજ શાખના જોખમો અન્ય ડેટ ફંડ્સની તુલનામાં ઘટે છે.

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ ઓપન-એન્ડેડ પ્રકારના તેમજ ઇન્ડેક્સ ફંડ્સ અથવા ETFsની જેમ ઉપલબ્ધ રહે છે, માટે તે FMPsની તુલનામાં વધુ સારી તરલતા ઓફર કરે છે કે જેને વારંવાર ટ્રેડ કરાતા નથી. તદુપરાંત, તેનાથી તેમની મેચ્યોરિટી પ્રોફાઈલના સંદર્ભમાં વધુ સારી ફ્લેક્સીબિલિટી પ્રાપ્ત થાય છે કે જેથી રોકાણકારો એવા ફંડની પસંદગી કરી શકે કે જેની મેચ્યોરિટી ડેટ તેની રોકાણની ક્ષિતિજને વધુ સારી રીતે અનુકૂળ રહે. અમુક સમય સુધી રોકાણ જાળવી રાખવા ઈચ્છનારા તેમજ સ્થિર રિટર્નની અપેક્ષા રાખનારા રોકાણકારોએ તેમના કોર ડેટ ફંડ ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં ટાર્ગેટ મેચ્યોરિટી ડેટ ઇન્ડેક્સ ફંડ અથવા ટાર્ગેટ મેચ્યોરીટી ETFsનો ઉમેરો કરવા બાબતે વિચારવું જોઈએ.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું