બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ એટલે શું?
1 મિનિટ 22 સેકન્ડનું વાંચન

ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ તરીકે પણ ઓળખાતા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સની કેટેગરી સાથે સંબંધ ધરાવે છે. આ ફંડ્સ કોઈ નિશ્ચિત ફાળવણીના બાધ વગર ઇક્વિટી અને ડેટ એમ બંનેમાં રોકાણ કરે છે. ફંડ મેનેજર પાસે માર્કેટની પ્રવર્તમાન સ્થિતિ પર આધાર રાખીને ઇક્વિટી અને ડેટની વચ્ચે ફાળવણીને એડજેસ્ટ કરવાની સ્થિતિસ્થાપકતા હોય છે.
બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ અન્ય હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સથી અલગ છે. સ્કીમની ઑફરના દસ્તાવેજો અને સેબી (મ્યુચ્યુઅલ ફંડ્સ) રેગ્યુલેશન્સ, 1996ને આધિન રહીને, માર્કેટમાં આવતાં ચઢાવ-ઉતારને ધ્યાનમાં રાખી બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સના ઇક્વિટી અને ડેટના મિશ્રણમાં ઝડપથી ફેરફાર કરી શકાય છે.
બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છેઃ
> ફ્લેક્સિબલ એસેટ એલોકેશન ફંડ્સઃ આ ફંડ્સ માર્કેટની પરિસ્થિતિ મુજબ સક્રિયપણે તેના સ્ટોક-ટુ-બૉન્ડના ગુણોત્તરને બદલે છે અને તેને આક્રામક રીતે મેનેજ કરવામાં આવે છે.
> ઓછી અસ્થિરતાઃ વિવિધ સ્ટોક્સ અને ડેટ સિક્યુરિટીઓમાં તેનું વૈવિધ્યીકરણ માર્કેટના અલગ-અલગ વલણો દરમિયાન થોડી સ્થિરતાની ખાતરી કરે છે, જે આ ફંડ્સને ઇક્વિટી ફંડ્સ કરતાં ઓછાં અસ્થિર બનાવે છે.
> વ્યાવસાયિક કુશળતાઃ તેને પ્રોફેશનલો દ્વારા મેનેજ કરવામાં આવે છે, જેઓ માર્કેટની પ્રત્યેક ગતિશીલ સ્થિતિમાં પર્ફોમન્સને અનુકૂલિત કરવા માટે ચતુરાઈપૂર્વક નિર્ણય લેતાં હોય છે.
> કરવેરા સંબંધિત લાભઃ જો તમારાં રોકાણનો ઓછામાં ઓછો 65% હિસ્સો ઇક્વિટીઓમાં હોય તો, ભારતમાં આ ફંડ્સને કરવેરા સંબંધિત લાભ મળે છે. જો આ રોકાણોમાંથી મેળવવામાં આવેલ નફાને એક વર્ષથી વધારે સમય માટે જાળવી રાખવામાં આવે અને વળતર રૂ. 1 લાખથી વધારે હોય તો તેની પર 10% કરવેરો વસૂલવામાં આવે છે અને જો તેને એક વર્ષથી ઓછાં સમયગાળા માટે જાળવી રાખવામાં આવે તો તેની પર 15% કરવેરો વસૂલવામાં આવે છે.
> વૈવિધ્યસભર પોર્ટફોલિયોઃ કોઈ એક રોકાણમાંથી થતાં નુકસાનની સંભાવનાઓને ઘટાડવા માટે તેઓ ઇક્વિટી અને ડેટના અન્ય ઇન્સ્ટ્રૂમેન્ટ્સમાં રોકાણ કરીને વૈવિધ્યીકરણ કરે છે.
બેલેન્સ્ડ એડવાન્ટેજ મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારોને પ્યોર ઇક્વિટી ફંડ્સની સરખામણીએ ઓછું જોખમ પૂરું પાડી તેમને તેમના નાણાકીય લક્ષ્યોને હાંસલ કરવામાં મદદરૂપ થાય છે. આ પ્રકારના ફંડ્સને ફંડ એક્સપર્ટ દ્વારા ફાળવણીની સ્થિતિસ્થાપક વ્યૂહરચના દ્વારા મેનેજ કરવામાં આવતાં હોવાથી તેને ઘણીવાર ઑલ-સીઝન ફંડ્સ તરીકે ઓળખવામાં આવે છે.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.