ઇટીએફમાં રોકાણ કરવાના લાભ શું છે?

ઇટીએફમાં રોકાણ કરવાના લાભ શું છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્ઝ (ઇટીએફ) નિયમિત મ્યુચ્યુઅલ ફંડ્ઝની તુલનામાં કેટલાક લાભ આપે છે. જેમને મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં નાણાં ગુમાવવાનો ભય હોય એવા પ્રથમ વખતના ઇક્વિટી રોકાણકારો માટે તે શ્રેષ્ઠ રોકાણ સાધન છે. કેમ તે અહીં આપ્યું છે ?

● ઇટીએફ લોકપ્રિય ઇન્ડેક્સનું અનુકરણ કરે છે, તે ઇન્ડેક્સમાં હોય એવી તમામ જામીનગીરીઓ ધરાવે છે અને મ્યુચ્યુઅલ ફંડ્ઝની તુલનામાં શ્રેષ્ઠ વૈવિધ્યતા આપે છે.

● પ્રવૃત્ત રીતે સંચાલિત ફંડ્ઝ કે જે તેમના બેન્ચમાર્ક કરતા ઊંચું વળતર દર્શાવવા માટે તેમના પોર્ટફોલિયોમાં જામીનગીરીઓનું મોટા પ્રમાણમાં લે-વેચ કરતા હોય છે તેમની સામે અનુકરણ કરવાની વ્યુહરચના (નિષ્ક્રિય ફંડ સંચાલન) થોડા વહેવારોમાં પરિણમે છે. પ્રવૃત્ત રીતે સંચાલિત મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં આ ગતિવિધિથી ઊંચા કર લાગુ થાય છે, કારણ કે ફંડ્ઝે તેમના પોર્ટફોલિયોની અંદર જામીનગીરીઓની ખરીદી અથવા વેચાણ કરતી વખતે એસટીટી (સિક્યોરિટિઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ) અને કેપિટલ ગેઇન્સ ટેક્સ ચુકવવા પડે છે. તેથી ઇટીએફ અન્ય મ્યુચ્યુઅલ ફંડ્ઝની તુલનામાં વધુ કર કાર્યસક્ષમ છે.

● ઇટીએફ પ્રવૃત્તપણે સંચાલિત મ્યુચ્યુઅલ ફંડ્ઝની તુલનામાં નીચો ખર્ચ ગુણોત્તર પણ ધરાવે છે અને મ્યુચ્યુઅલ ફંડ્ઝ પ્રવૃત્ત વળતર એટલે કે તેમના બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતા ઊંચા વળતરનું સર્જન કરવા માટે ઉચ્ચ કુશળતા ધરાવતા ફંડ મેનેજરને નિયુક્ત કરે છે. 

● ઇટીએફ રોકાણકારોને વધુ અનુકૂળતા અને તરલતા પૂરી પાડે છે, કારણ કે તેઓ એક્સચેન્જો પર લિસ્ટ થયેલા હોય છે અને સ્ટોક્સની જેમ ટ્રેડ થાય છે. રોકાણકારો બજારના કલાકો દરમિયાન કોઇ પણ સમયે વાસ્તવિક સમયની કિંમતે ઇટીએફ ફંડ્ઝમાં વહેવાર કરી શકે છે, જે પ્રવૃત્ત રીતે સંચાલિત મ્યુચ્યુઅલ ફંડ્ઝથી વિપરિત છે, જેમાં એનએવીની ગણતરી બજાર બંધ થાય ત્યાર પછી દિવસમાં એક વખત થાય છે. જો તમે ઇક્વિટીમાં રોકાણ અંગે નિશ્ચિત ન હોય તો ઇટીએફ તમારા માટે આરંભ બિંદુ છે !

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું