SIPના લાભો કયા છે?

SIPના લાભો કયા છે? zoom-icon

એક SIP (સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત સમયાંતરે નિશ્ચિત રકમના રોકાણ માટે અનુમતિ આપે છે. પ્રાથમિક રીતે, SIP અથવા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન સરળ ભાષામાં નિયમિત સમયાંતરે નાની રકમનું રોકાણ કરે છે.

SIPના મુખ્ય લાભો છેઃ

- કોઈ પણ રોકાણકાર માટે તે ફ્લેક્સીબલ રોકાણ વિકલ્પ છે કારણ કે તેમાં રોકાણની રકમ, રોકાણની ફ્રિક્વન્સી અને રોકાણની અવધિની પસંદગી કરવા તેમને અનુમતિ મળે છે. એવા રોકાણકારો માટે તે સુગમ ઉપાય છે કે જેઓ પાસે હાથમાં લમ્પસમ રોકડ તૈયાર હોતી નથી.

- એક રોકાણકાર પ્રતિ માસ રૂ. 100/- જેવી નાની રકમથી પણ રોકાણ શરૂ કરી શકે છે.
- તેનાથી વ્યક્તિગત રોકાણકારોને રોકાણની શિસ્તબદ્ધ ટેવ પડે છે- કે જેમાં તેમણે દરરોજે, સપ્તાહે, મહિને અથવા ત્રિમાસિકમાં તેમની પસંદ કરેલી ફ્રિક્વન્સીએ એક નિશ્ચિત રકમને રોકાણ માટે બાજુ પર મૂકવાની રહે છે. 
- SIP રોકાણોનો વધુ એક લાભ રૂપી કોસ્ટ એવરેજિંગ છે. તેનાથી તમને સમય જતાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમારા રોકાણની પડતરની સરેરાશ કાઢવામાં મદદ મળે છે. બજારની અફરાતફરીને અમુક હદ સુધી ખાળી શકાય છે. 
- SIP થકી લાંબા સમયગાળા માટેના વ્યક્તિગત રોકાણો પર ચક્રવૃદ્ધિની તાકાત મળે છે.

અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.
 

285