ઇટીએફની મર્યાદાઓ શું છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ઇટીએફ નિષ્ક્રિય રોકાણ સાધન છે, જે અન્ડરલાઇંગ ઇન્ડેક્સને ટ્રેક કરે છે અને શેરોની જેમ એક્સચેન્જિસ પર ટ્રેડ થાય છે. પરંતુ ઇટીએફને દલાલ મારફતે એક્સચેન્જમાંથી ખરીદવા અને વેચવાની જરૂર પડે છે. ઇટીએફમાં ટ્રેડ કરવા માટે તમારી પાસે ડિમેટ ખાતાની જરૂર હોય છે અને દરેક વહેવાર માટે દલાલને કમિશન ચુકવવું પડે છે. જો તમે ઇટીએફના વાસ્તવિક સમયનાં ટ્રેડિંગનો લાભ લેવા માટે રોકાણ કરવા લલચાવી રહ્યા છો તો સમય જતા કમિશનને લીધે તમારું વળતર ઘટી શકે છે. 

બીજું એ કે ઇટીએફ રૂપી કોસ્ટ એવરેજિંગનો લાભ પૂરો પાડતો નથી, જે એસઆઇપી મારફતે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં ઉપલબ્ધ છે. જો તમે ઇટીએફમાં નિયમિત રોકાણ કરવા માગતા હોય તો તમારે દરેક વહેવાર પર કમિશનનો ખર્ચ વેઠવો પડશે. ઇટીએફ ગ્રોથ અને ડિવિડન્ડ વિકલ્પ જેવી વિશેષતાઓ પૂરી પાડતા નથી, જેમાં રોકાણકારો તેમના નાણાકીય ધ્યેયોને શ્રેષ્ઠ રીતે બંધબેસે એવા વિકલ્પ પસંદ કરી શકે છે. ઉદાહરણ તરીકે ઇટીએફ નિયમિત આવકની ઇચ્છા રાખતા નિવૃત્ત વ્યક્તિની અથવા નિયમિત સમયે ડિવિડન્ડની ચુકવણીની ઇચ્છા રાખતી વ્યક્તિની જરૂરિયાત પૂરી કરી શકે નહીં.

કેટલાક ઇટીએફ વિશિષ્ટ કે ક્ષેત્ર વિશિષ્ટ હોય છે અને તેમાં ટ્રેડિંગ ઓછું થાય છે. રોકાણકારો ઇટીએફમાં વહેવાર કરતી વખતે વ્યાપક બિડ/આસ્ક સ્પ્રેડનો (ઇટીએફની પ્રવર્તમાન કિંમતમાં તેની એનએવીથી વિચલન) સામનો કરી શકે છે. ઇટીએફ ઇન્ટ્રાડે ટ્રેડિંગની તકો આપે છે, જે ટૂંકા ગાળામાં આકર્ષક હોઇ શકે છે, પરંતુ તેઓ લાંબા ગાળાના નાણાકીય આયોજન માટે નુકસાનકારક હોઇ શકે છે.
 

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું