ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ એ શું છે?

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ એ શું છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડો વિશે જાગૃતિ વધી રહી છે અને ગેરન્ટીડ બચત પ્રોડક્ટ્સ પરના વ્યાજદરો સતત ઘટી રહ્યા છે જેના કારણે ઘણા જોખમ ટાળનારા રોકાણકારો કે જેઓ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ, PPFs અને NSCs જેવી પરંપરાગત પ્રોડક્ટ્સમાં રોકાણ કરતા હતા તેઓ હવે સારા કારણોથી ડેટ ફંડ્સ તરફ વળવા લાગ્યા છે. આવા રોકાણકારોને ડેટ ફંડ્સ એ વધુ લોકપ્રિય ઈક્વિટી ફંડ્સની તુલનામાં ઓછું વોલેટાઈલ અને તેમની ફિક્સ્ડ ડિપોઝિટ, PPFs અને NSCs કરતા વધુ કર કાર્યક્ષમ લાગે છે જેમાં વધુ સારા રિટર્નની ક્ષમતા રહેલી છે. જો કે, રોકાણકારો હજી પણ ડિફોલ્ટના જોખમનો ભોગ બની શકે છે, એટલે કે મુદલ અને વ્યાજની ચૂકવણી ગુમાવવાનું જોખમ તેમજ વ્યાજદર જોખમ એટલે કે વ્યાજદરમાં ફેરફારને કારણે કિંમતોમાં ફેરફાર થવા.

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ (TMFs) રોકાણકારોને ડેટ ફંડ્સની સાથે સંકળાયેલા જોખમોને વધુ સારી રીતે સોધી કાઢવામાં મદદ કરે છે કારણ કે તેનો પોર્ટફોલિયો ફંડની મેચ્યોરિટી તારીખ સાથે સંકલિત હોય છે. તે પેસિવ ડેટ ફંડ હોવાને કારણે અન્ડરલાઈંગ બોન્ડ ઇન્ડેક્સને ટ્રેક કરે છે. આ કારણે આવા ફંડનો પોર્ટફોલિયો એવા બોન્ડ ધરાવે છે કે જે અન્ડરલાઈંગ બોન્ડ ઇન્ડેક્સનો હિસ્સો રચે છે, અને આ બોન્ડની મેચ્યોરિટી ફંડની નિર્ધારિત મેચ્યોરિટીની આસપાસ જ રહે છે. પોર્ટફોલિયોમાંના બોન્ડને મેચ્યોરિટી સુધી જાળવી રખાય છે અને બધા વ્યાજની ચૂકવણી કે જેને હોલ્ડિંગ ગાળા સુધી પ્રાપ્ત કરાઈ હતી તેનું ફંડમાં પુનઃરોકાણ કરાય છે. આ રીતે, ટાર્ગેટ મેચ્યોરિટી બોન્ડ ફંડ્સ FMPsની જેમ ચક્રવૃદ્ધિ પ્રણાલિમાં કામ કરે છે. જો કે, FMPsથી વિપરીત, TMFs ઓપન-એન્ડેડ પ્રકારના હોય છે અને તેને ટાર્ગેટ મેચ્યોરિટી ડેટ ઇન્ડેક્સ ફંડ્સ અથવા ટાર્ગેટ મેચ્યોરિટી બોન્ડ ETFsની જેમ ઓફર કરાય છે. આમ, FMPsની તુલનામાં TMFs વધુ સારી તરલતા પૂરી પાડે છે.

TMFs સમયગાળાના અનુસંધાનમાં સાર્વત્રિક પોર્ટફોલિયો ધરાવે છે કારણ કે ફંડના પોર્ટફોલિયોમાંના બધા બોન્ડને મેચ્યોરિટી સુધી જાળવી રખાય છે અને તે ફંડની નિર્ધારિત મેચ્યોરિટીના સમયગાળાની સાથે જ મેચ્યોર થાય છે. બોન્ડ્સને મેચ્યોરિટી સુધી જાળવી રાખીને, ફંડની સમયાવધિ સમય જતાં ઘટતી રહે છે અને આ કારણે રોકાણકારોને વ્યાજદરમાં ફેરફારને લીધે કિંમતોમાં ફેરફારનો ભોગ બનવાનું જોખમ ઓછું રહે છે.

TMFsને હાલ માત્ર સરકારી જામીનગીરીઓ, PSU બોન્ડ અને SDLs (સરકારી વિકાસ ફંડો)માં જ રોકાણ કરવાનો મેન્ડેટ છે. આ કારણથી, તેમાં અન્ય ડેટ ફંડની તુલનામાં નીચું ડિફોલ્ટ જોખમ રહેલું છે. આ ફંડ ઓપન-એન્ડેડ હોય છે, તેના કારણે રોકાણકારો ડિફોલ્ટ અથવા ક્રેડિટ ડાઉનગ્રેડ જેવી સંભાવનાઓની સ્થિતિમાં બોન્ડને લગતા કોઈ પ્રશ્ન સર્જાય તો તે સ્થિતિમાં તેમના રોકાણને પાછા ખેંચી લેવાનું પસંદ કરી શકે છે.

ઓપન- એન્ડેડ પ્રકાર અને તરલતાનું વચન આપનારા હોવા છતાં, ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ આદર્શ રીતે મેચ્યોરિટી સુધી જાળવી રાખવા જોઈએ કારણ કે તેનાથી રિટર્ન માટેની અવધારણા પ્રાપ્ત થાય છે, જે પરિબળ પ્રથમવાર ડેટ ફંડમાં પરંપરાગત ડિપોઝિટમાંથી શિફ્ટ થવા માટે રોકાણકારો માટે ખૂબ મહત્ત્વનું હોય છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું