થિમેટિક ફંડ્સઃ અર્થ, તે કેવી રીતે કામ કરે છે અને તેમાં રોકાણ કેવી રીતે કરવું?

થિમેટિક ફંડ્સઃ અર્થ, તે કેવી રીતે કામ કરે છે અને તેમાં રોકાણ કેવી રીતે કરવું? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

જો તમે પર્યાવરણનું કાળજીપૂર્વક જતન કરતાં હોવ, અને એક એવી કંપનીમાં રોકાણ કરતાં હોવ જે પર્યાવરણની જાળવણી માટે આવશ્યક વ્યવહારો નજરઅંદાજ કરતી હોય, તો દેખીતી રીતે આ વાત તમારા મૂલ્યો સાથે સુસંગત નથી. આથી, હવે તમે એક એવું સમાધાન ઇચ્છી રહ્યાં છો જે તમારા નૈતિક મૂલ્યો સાથે અનુરૂપ હોય અને સાથે-સાથે તમને સંભવિત રિટર્ન કમાવવાની પણ તક પૂરી પાડે.

ટકાઉ રોકાણની દુનિયામાં પ્રવેશ કરો, જ્યાં વિશેષ પ્રકારના ફંડ તે વાતની ખાતરી આપે છે કે માત્ર તેવી જ કંપનીઓનો તમારા રોકાણ પોર્ટફોલિયોમાં સમાવેશ કરવામાં આવે જે ચોક્કસ પર્યાવરણીય માપદંડોને ચુસ્તપણે વળગી રહે છે. આ ફંડો કાળજીપૂર્વક પસંદ કરવામાં આવેલા વ્યવસાયોમાં રોકાણ કરે છે જે ટકાઉપણું, જાળવણી અને વધુ નફાકારક ભવિષ્યને પ્રાથમિકતા આપે છે. રજૂ કરી રહ્યાં છે ESG ફંડ્સ જ્યાં Eનો અર્થ છે પર્યાવરણ (Environment), Sનો અર્થ છે સામાજિક (Social) અને Gનો અર્થ થાય છે શાસન (Governance).

પર્યાવરણ સેક્શન તેવી કંપનીઓ માટે મંચ તૈયાર કરે છે જે સ્વચ્છ ઉર્જા, કચરામાં ઘટાડો અને પર્યાવરણીય જાળવણીને પ્રાથમિકતા આપે છે. સામાજિક સેક્શન તેવા વ્યવસાયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે જે વાજબી શ્રમ આચરણો, માનવ અધિકારો અને સામૂદાયિક વિકાસને પ્રાથમિકતા આપે છે. અને ગવર્નન્સ ઘટક તે બાબત સુનિશ્ચિત કરે છે કે પારદર્શક નેતૃત્વ, નૈતિક નિર્ણયો લેવા અને વ્યાપક વિવિધતાનો મજબૂત સમન્વય સુનિશ્ચિત કરવામાં આવે.

અહીં, ESG ફંડો તેવી વિશેષ વિષયવસ્તુની આસપાસ જોવા મળે છે જે તેવી કંપનીઓને કેન્દ્રસ્થાને રાખે જે પર્યાવરણ, સામાજિક જવાબદારી અને નૈતિક સુશાસનને સન્માન આપે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો આ ફંડો તેવા પસંદ કરેલા વ્યવસાયોમાં રોકાણ કરવા રચાયેલા છે જે આ મહત્ત્વપૂર્ણ પાસાંઓ ઉપર નોંધપાત્ર ભાર મૂકે છે.

આથી થિમેટિક મ્યુચ્યુઅલ ફંડ શું છે?

થિમેટિક ફંડ્સ તેવા પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ સ્કિમો છે જે વિશેષ થિમ અથવા ટ્રેન્ડ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે સ્વચ્છ ઉર્જા અથવા ટેક્નોલોજી. આ ફંડ તેવી કંપનીઓમાં રોકાણ કરે છે જે વૃદ્ધિની તકોનું નફામાં રૂપાંતર કરવા માટે અને રોકાણકારો માટે રિટર્ન ઊભું કરવા ચોક્કસ થિમ સાથે સંબંધિત છે. આ પ્રકારની પાંચ વ્યાપક થિમ જેના માટે મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ અસ્તિત્વ ધરાવે છે તે છે ડિવિડન્ડ યિલ્ડ, PSU, MNC, ઉર્જા અને વપરાશ. અનેક નાની થિમ, જેવી કે મેન્યુફેક્ચરિંગ, ક્વાન્ટ, કોમોડિટી, એક્સપોર્ટ, સર્વિસિસ અને ટ્રાન્સપોર્ટેશન એક અથવા બે ફંડ ધરાવે છે.

થિમેટિક ફંડ્સ સક્રીય રીતે મેનેજ કરવામાં આવે છે અને તમારા જેવા રોકાણકારોને ઊચ્ચ-વૃદ્ધિની તકોની સંભાવના સાથે લક્ષિત થિમમાં દાખલ થવાની અને તેમના મૂલ્યો અથવા માન્યતાઓ અને ઊચ્ચ જોખમને અનુરૂપ થવાની તક પૂરી પાડે છે. જોકે, તમારે થિમેટિક ફંડમાં રોકાણ કરવાના જોખમો અને સંભવિત ફાયદાઓનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું જોઇએ. જો તમને આ પ્રોડક્ટ તમારા માટે યોગ્ય છે કે નહીં તેના વિશે કોઇ શંકાઓ હોય તો તમારે તમારા નાણાકીય સલાહકારનો પરામર્શ કરવો જોઇએ.

આ ફંડોમાં વધારે ચઢાવ-ઉતાર જોવા મળી શકે છે અને તેની સાથે જોડાયેલા કેન્દ્રિત જોખમો અને તેમના પરફોર્મન્સને પ્રભાવિત કરતાં બાહ્ય પરિબળોના આધાર પર નબળો દેખાવ કરી શકે છે.

થિમેટિક રોકાણ કેવી રીતે કામ કરે છે?

થિમેટિક રોકાણમાં તેવી કંપનીઓમાં રોકાણનો સમાવેશ થાય છે જે ચોક્કસ થિમ અથવા ટ્રેન્ડ સાથે જોડાયેલી હોય છે. થિમેટિક રોકાણ કરવા પાછળ તે ખ્યાલ રહેલો છે કે કેટલાક ઉદ્યોગો અથવા ટ્રેન્ડ લાંબા સમયગાળે સારું પ્રદર્શન કરશે, અને આ થિમ સાથે સંબંધિત છે તેવી કંપનીઓમાં રોકાણ કરવાથી તમે વધુ સારું રિટર્ન મેળવવા સક્ષમ બની શકો છો.

થિમેટિક ફંડ્સમાં રોકાણ કરવાના લાભો

અહીં થિમેટિક ફંડ્સમાં રોકાણ કરવાના કેટલાક સંભવિત લાભો દર્શાવવામાં આવ્યાં છેઃ 

  1. ઊચ્ચ-વૃદ્ધિ ધરાવતાં ક્ષેત્રોમાં પ્રવેશઃ થિમેટિક ફંડ્સ તમને ભવિષ્યમાં નોંધપાત્ર વૃદ્ધિની ક્ષમતા ધરાવતાં ઊચ્ચ-વૃદ્ધિ ધરાવતાં ક્ષેત્રોમાં પ્રવેશ કરવાની તક પૂરી પાડી શકે છે. ઉદાહરણ તરીકે, થિમેટિક ફંડ જે અક્ષયપાત્ર ઉર્જા કંપનીઓમાં રોકાણ કરે છે તે સ્વચ્છ ઉર્જા માટે વધી રહેલી માંગનો લાભ મેળવી શકે છે.
  2. વૈવિધ્યકરણઃ થિમેટિક ફંડમાં રોકાણ રોકાણકર્તાઓને વૈવિધ્યકરણના લાભો પૂરા પાડી શકે છે. આ ફંડ્સ સામાન્ય રીતે ચોક્કસ થિમ સાથે સંબંધિત કંપનીઓના પોર્ટફોલિયોમાં રોકાણ કરે છે, જે જોખમની વહેંચણી કરવામાં અને કોઇ એક કંપની અથવા ક્ષેત્રમાં રોકાણોનું કેન્દ્રીકરણ ઘટાડવામાં મદદ કરે છે.
  3. વ્યક્તિગત મૂલ્યો સાથે સુસંગતતાઃ થિમેટિક ફંડ્સ રોકાણકારના મૂલ્યો અને માન્યતાઓને પણ અનુરૂપ હોઇ શકે છે. ઉદાહરણ તરીકે, સામાજિક પ્રભાવ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી કંપનીઓમાં રોકાણ કરતાં થિમેટિક ફંડ રોકાણકર્તાના સામાજિક જવાબદારીને પ્રાથમિકતા આપવાના ઉદ્દેશનું પ્રતિબિંબ પાડી શકે છે.
  4. લાંબા-ગાળે રિટર્નની ક્ષમતાઃ થિમેટિક ફંડ કેટલાક ચોક્કસ ઉદ્યોગો અથવા ક્ષેત્રોમાં પ્રવેશે છે જે તેજીથી આગળ વધી રહ્યાં હોય છે. જો લાંબા ગાળે આ ક્ષેત્ર સારું પ્રદર્શન કરે તો તે સામાન્ય બજાર કરતાં સારું રિટર્ન આપી શકે છે. જોકે, રોકાણકારોએ તેમની જોખમ લેવાની ક્ષમતા ધ્યાન પર લેવી જોઇએ અને રોકાણ કરતાં પહેલા તમામ સ્કિમ સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા જોઇએ. જોકે, તે વાતની નોંધ લેવી પણ આવશ્યક છે કે થિમેટિક ફંડ નબળું પ્રદર્શન પણ કરી શકે છે જો તે જે થિમમાં રોકાણ કરે છે તે થિમ અપેક્ષા કરતાં અલગ પરફોર્મન્સ કરે. આ રીતે, થિમેટિક ફંડ્સ તમારી અપેક્ષા મુજબનું રિટર્ન આપે તેવું હંમેશા શક્ય નથી.

થિમેટિક ફંડ્સ સાથે સંકળાયેલા જોખમો

એક તરફ જ્યારે અનુભવી રોકાણકારોને થિમેટિક ફંડ્સ અનેક લાભો પૂરા પાડે છે ત્યારે તે દરેક વ્યક્તિ માટે અનુકૂળ નથી. થિમેટિક ફંડ્સમાં રોકાણ કરતી વખતે વિચારણામાં લેવા જોઇએ તેવા કેટલાક જોખમો નીચે મુજબ છેઃ

1. એકત્રીકરણ જોખમ

થિમેટિક ફંડ્સ ચોક્કસ સેક્ટર અથવા થિમમાં રોકાણ કરે છે જેનો અર્થ તે થયો કે તેમને કેન્દ્રિત જોખમનો સામનો કરવો પડે છે. જો થિમ નબળો દેખાવ કરે અથવા નિયમનકારી પરિવર્તનોનો સામનો કરે તો તે ફંડના રિટર્ન્સ ઉપર નોંધપાત્ર પ્રભાવ ધરાવી શકે છે.

2. બજારનો ચઢાવ-ઉતાર

કોઇ ચોક્કસ સેક્ટર/થિમ કેન્દ્રિત એક્સ્પોઝરનો સામનો કરતાં હોવાના કારણે થિમેટિક ફંડમાં વિવિધતા ધરાવતાં ફંડ કરતાં વધારે ચઢાવ-ઉતાર જોવા મળે છે. આ ચઢાવ-ઉતાર રિટર્ન્સમાં નોંધપાત્ર વધઘટમાં પરિણમી શકે છે અને ઓછું જોખમ ઉઠાવવા માંગતા રોકાણકારો માટે તેને અયોગ્ય બનાવે છે.

3. લિક્વિડિટી જોખમ

કેટલાક થિમેટિક ફંડો સ્મોલ-કેપ અથવા મિડ-કેપ સ્ટોક્સમાં રોકાણ કરે છે, જે પૂરતાં પ્રમાણમાં લિક્વિડિટી ન ધરાવતાં હોય તેમ બની શકે છે. આ સંજોગોમાં બજારના ચઢાવ–ઉતાર અથવા બિનઅનુકૂળ બજારની પરિસ્થિતિના સમયે રોકાણમાંથી બહાર નિકળવું પડકારરૂપ બનાવે છે.

4. પ્રદર્શનનું જોખમ

થિમેટિક ફંડ્સ વધુ સારું રિટર્ન પૂરું પાડી શકે છે, પરંતુ તેની કોઇ ગેરન્ટી નથી કે તે મોટા પ્રમાણમાં બજાર અથવા વૈવિધ્યપૂર્ણ ફંડ્સ કરતાં વધારે સારું પ્રદર્શન કરશે. થિમેટિક ફંડ્સમાં રોકાણ સેક્ટર/થિમની અને સંબંધિત કંપનીઓના પ્રદર્શનની ઊંડાણપૂર્વક સમજણ માંગી લે છે.

માહિતીસભર નિર્ણય લેવા માટે, ફંડ અને ઉપલબ્ધ કરાવાતાં દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને થિમેટિક ફંડ્સ માટે. આ દસ્તાવેજોના રિસ્ક-ઓ-મીટર અન્ય ફંડ્સની સરખામણીમાં સ્કિમના જોખમનું દાર્શનિક પ્રદર્શન પૂરું પાડે છે. વધુમાં, તે સંબંધિત બેન્ચમાર્ક અથવા સમાન શ્રેણીના અન્ય ફંડ્સના સરેરાશ જોખમની સામે ફંડના જોખમનું આકલન કરવા માટે ઉપયોગી છે.

સારાંશ

થિમેટિક ફંડ્સ રોકાણકારોને હાઇ-ગ્રોથ સેક્ટર્સનું એક્સ્પોઝર, વૈવિધ્યપૂર્ણ લાભો અને વ્યક્તિગત મૂલ્યો સાથે સુસંગત રીતે સક્રીય સંચાલન અને વધુ સારા પ્રદર્શનની સંભાવના ઉપલબ્ધ કરાવે છે. જોકે થિમેટિક ફંડમાં રોકાણ કરતાં પહેલા તમારે જોખમો અને સંભવિત વળતરનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવુ જોઇએ. કોઇપણ રોકાણ કરતી વખતે જરૂરી હોય છે તે રીતે તમારે વાજબી શાણપણ, સમજણ અને રોકાણ વ્યૂહરચના, ટ્રેક રેકોર્ડ અને ફી નજર સમક્ષ રાખવાની છે અને તમારા રોકાણ લક્ષ્યાંકો અને જોખમ ઉઠાવવાની ક્ષમતાના આધાર ઉપર માહિતગાર નિર્ણય લેવાના છે.

અસ્વીકરણઃ

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

284
હું રોકાણ કરવા માટે તૈયાર છું