અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્ઝ વિશે તમારે જે જાણવાની જરૂર છે તે અહીં આપેલું છે

અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્ઝ વિશે તમારે જે જાણવાની જરૂર છે તે અહીં આપેલું છે

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્ઝ 3 થી 6 મહિનાની વચ્ચે મેકોલેની અવધિ સાથે ટૂંકા ગાળાની ડેટ જામીનગીરીઓમાં રોકાણ કરે છે. તેઓ બજારનાં જોખમોને આધિન, નીચા જોખમના અભિગમ સાથે લિક્વિડ ફંડ્ઝ કરતા સહેજ ઊંચા વળતર ઓફર કરી શકે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ ટૂંકા ગાળાની અવધિમાં વળતરનું સર્જન કરવાનો અને વ્યાજદર શુલ્કમાં ફેરફારને લીધે મૂડીના નુકસાનનું જોખમ ઓછું કરવાનો છે. લાંબા ગાળાના બોન્ડ અથવા ઇક્વિટી ફંડ્ઝની તુલનામાં તેમને ઓછા જોખમી માનવામાં આવે છે અને તેઓ ટૂંકા ગાળામાં પરિપક્વ બનતી ડેટ જામીનગીરીઓમાં રોકાણ કરે છે.

અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્ઝની લાક્ષણિકતાઓ

1.    ટૂંકા ગાળાની ડેટ જામીનગીરીઓમાં રોકાણ
અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્ઝ ટૂંકા ગાળાના મ્યુચ્યુઅલ ફંડ્ઝ છે, જે પ્રાથમિક ધોરણે છ મહિના સુધીની મેકોલેની અવધિ સાથે કોમર્શિયલ પેપર્સ, થાપણોનાં સર્ટિફિકેટ્સ અને નાણાં બજારનાં અન્ય સાધનો જેવી ડેટ જામીનગીરીઓમાં રોકાણ કરે છે.

2.    ઉચ્ચ તરલ
આ ફંડ્ઝે ટૂંકા ગાળાનાં ફંડ સંચાલન માટે સરળ એન્ટ્રી અને એક્ઝિટ ઓફર કર્યા છે. તેઓ સામાન્ય રીતે એક્ઝિટ લોડ ધરાવતા નથી.

3.    સાધારણ વળતર
અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્ઝ નીચા જોખમની પ્રોફાઇલ જાળવી રાખીને લિક્વિડ ફંડ્ઝ કરતા સહેજ ઊંચા વળતર પૂરા પાડવાનો લક્ષ્યાંક ધરાવે છે.

અલ્ટ્રા શોર્ટ-ટર્મ ડેટ ફંડ્ઝ ટૂંકી અવધિમાં હંગામી ધોરણે સરપ્લસ ફંડ્ઝનું રોકાણ કરવા માટે સુયોગ્ય છે.

અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

284
હું રોકાણ કરવા માટે તૈયાર છું