મલ્ટિકેપ અને ફ્લેક્સી કેપ ફંડ્સ વચ્ચેનો તફાવત શું છે?

મલ્ટિકેપ અને ફ્લેક્સી કેપ ફંડ્સ વચ્ચેનો તફાવત શું છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

તમને આશ્ચર્ય થતું હોય કે આ વળી મલ્ટિ કેપ અને ફ્લેક્સી કેપ એટલે શું, તો તમે ઓક્ટોબર 2017માં જારી કરેલો અને જૂન 2018થી અમલી બનેલો સેબીનો પ્રોડક્ટ કેટેગરાઈઝેશન પરિપત્ર જોઈ શકો છો. આ પરિપત્ર હેઠળ મલ્ટિકેપ ફંડ્સને તેમની 65% અસ્ક્યામતોનું લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સની ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરવાની અનુમતિ આપી છે. સપ્ટેમ્બર 2020માં, સેબીએ મલ્ટિકેપ ફંડ્સને લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં ઓછામાં ઓછું 25% રોકણ જાળવવાનો આદેશ આપ્યો છે જેનો ઉદ્દેશ મલ્ટિકેપ ફંડ રોકાણકારોને વધુ સારું વૈવિધ્ય પૂરું પાડવાનો છે. જો  કે, આનાથી તેની દૂરદૃષ્ટિના આધારે તકોનો લાભ લેવાની ફંડ મેનેજરની ક્ષમતા મર્યાદિત થઈ જાય છે કારણ કે ઘણી વાર કોઈ ચોક્કસ સેગમેન્ટનો ભાર હળવો કરવો જરૂરી બની જાય છે જેની પાસેથી નબળા પ્રદર્શનની અપેક્ષા હોય છે અને તેનો મતલબ એ થયો કે લઘુતમ 25% ફાળવણીના આદેશનું ઉલ્લંઘન કરવું.

આ કારણથી નવેમ્બર 2020માં, સેબીએ ફ્લેક્સીકેપ ફંડ્સ પ્રસ્તુત કર્યા છે જે મલ્ટિકેપ ફંડ્સ જેવા જ છે પરંતુ તે ફ્લેક્સિબલ રોકાણ મેન્ડેટને અનુસરે છે. મલ્ટિકેપ અને ફ્લેક્સીકેપ ફંડની વચ્ચેનો ચાવીરૂપ તફાવત એ છે કે ફ્લેક્સીકેપમાં લાર્જકેપ, મિડકેપ્સ અને સ્મોલકેપ વચ્ચેની ફાળવણીને બદલવાની અનુકૂળતા છે જેની સાથે એ સુનિશ્ચિત કરવાનું રહે છે કે તેની 65% જેટલી અસ્ક્યામતોની ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સાધનોમાં ફાળવણી કરાય છે. ઉદાહરણ સ્વરૂપે, જો ફંડ મેનેજરને લાગે કે આર્થિક અનિશ્ચિતતાઓ દરમિયાન સ્મોલ કેપ્સમાં રોકાણ ઘટાડવાની જરૂર છે, તો તે ફાળવણીને ઘટાડીને શૂન્ય કરી શકે છે અને લાર્જકેપ્સ/ મિડકેપ્સમાં ફાળવણી વધારી શકે છે. પરંતુ મલ્ટિકેપ ફંડ આવી છૂટછાટ સાથે પોતાનો પોર્ટફોલિયો સંભાળી શકતા નથી.

સ્મોલકેપ, મિડકેપ અને લાર્જકેપ કંપનીઓમાં નિશ્ચિત ફાળવણીની સાથે બજાર ચક્ર સાથે નિસ્બત ન રહે તે રીતે વિવિધ બજારોમાં રોકાણ જાળવવામાં અનુકૂળતા ધરાવતા રોકાણકારો, મલ્ટિકેપ ફંડ્સને પસંદ કરી શકે છે. જે લોકો ફ્લેક્સીબલ રોકાણ વ્યૂહ પસંદ કરતા હોય તેઓ બજારના ભવિષ્યના આધારે વિવિધ માર્કેટ કેપ્સમાં રોકાણ વધારી/ ઘટાડી શકે છે અને ફ્લેક્સી કેપ ફંડ્સ પસંદ કરી શકે છે.

425
હું રોકાણ કરવા માટે તૈયાર છું