ગોલ્ડ ETF શું છે અને તમે તેમાં કેવી રીતે રોકાણ કરશો?

ગોલ્ડ ETF શું છે અને તમે તેમાં કેવી રીતે રોકાણ કરશો? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ગોલ્ડ ETF એ સ્થાનિક ભૌતિક સોનાના ભાવને ટ્રૅક કરવાના ઉદ્દેશ્ય સાથે એક્સચેન્જ પર ટ્રેડ થતા ફંડ છે. તે રોકાણ માટેનું એક પેસિવ ઇન્સ્ટ્રુમેન્ટ (નિષ્ક્રિય સાધન) છે જે સોનાના વર્તમાન ભાવ અનુસાર ગોલ્ડ બુલિયનમાં રોકાણ કરે છે. તેથી, સરળ શબ્દોમાં કહીઓ તો, ગોલ્ડ ETF ભૌતિક સોનાના બદલામાં હોય છે (કાગળ અથવા બિન-ભૌતિક સ્વરૂપમાં હોય છે). 

ગોલ્ડ ETFનું 1 યુનિટ = 1 ગ્રામ સોનું.

ભારતીય સ્ટોક એક્સચેન્જો પર જે રીતે કંપનીઓના અન્ય સ્ટોકનો વેપાર થાય છે તેવી રીતે ગોલ્ડ ETFનો વેપાર પણ થાય છે. જે રીતે કોઇ રોકાણકાર સ્ટોકનું ટ્રેડિંગ કરે, તેમ તમે ગોલ્ડ ETFને પણ ટ્રેડ કરી શકો છો.

ગોલ્ડ ETF મુખ્યત્વે NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) અને BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) પર લિસ્ટેડ છે અને તેના પર ટ્રેડ થાય છે. તેનો વેપાર કૅશ સેગમેન્ટમાં થાય છે અને સંભવતઃ બજાર ભાવે સતત ખરીદી અને વેચાણ કરી શકાય છે. 

ગોલ્ડ ETF ખરીદવાના સીધા માર્ગ માટે તમારે સ્ટોક બ્રોકર દ્વારા ડીમેટ ખાતું ખોલાવવું પડશે. આ પછી, શેરની ખરીદીની જેમ જ, તમે સીધા ગોલ્ડ ETFના યુનિટ ખરીદી શકો છો. 

અહીં પ્રક્રિયાનું વિગતવાર વર્ણન આપ્યું છે:

  • સ્ટોક બ્રોકરની સલાહ લો અને ઑનલાઇન ટ્રેડિંગ તેમજ ડીમેટ એકાઉન્ટ ખોલો. 
  • તમારા ટ્રેડિંગ પોર્ટલ પર, જરૂરી ક્રેડેન્શિયલ વડે એકાઉન્ટમાં લૉગ ઇન કરો. 
  • હવે, તમે જે ગોલ્ડ ETF ખરીદવા માંગતા હોવ તે પસંદ કરો. 
  • એકવાર તમે તમારી ઇચ્છા મુજબની સંખ્યામાં ગોલ્ડ ETF ખરીદી લો, પછી તમને એક કન્ફર્મેશન સંદેશ મળશે. 
  • જો કોઇ રોકાણકાર ડીમેટ મારફતે ગોલ્ડ ETFમાં રોકાણ કરવા માંગતા ન હોય, તો તેઓ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકે છે, જે આડકતરી રીતે આ ETFમાં રોકાણ કરે છે. 
  • મતલબ કે, રોકાણકાર એવા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે, જેની અંતર્ગત એસેટ ગોલ્ડ ETF હોય છે. 

 

અસ્વીકરણ

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

286
હું રોકાણ કરવા માટે તૈયાર છું