રૂપિયા ખર્ચ સરેરાશ શું છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

જ્યારે તમે શહેરમાં મૂસાફરી કરી રહ્યાં હોવ ત્યારે ઘણીવાર તમને ખાલી માર્ગ મળે છે અને તમે પ્રતિ કલાક 80 કિ.મી.ની ગતિ પર ગાડી ચલાવો છો અને ઘણીવાર તમારે ટ્રાફિક અને સ્પીડ બ્રેકરના કારણે 20ની ગતિએ ગાડી ચલાવવી પડતી હોય છે. છેવટે, તમારે કેટલી વખત ગતિ ધીમી કરવી પડી કે ઝડપી કરવી પડી તેના આધારે પ્રતિ કલાક 45 થી 55 કિ.મી.ની સરેરાશ ગતિ મળે છે.

શહેરમાં તમારી મૂસાફરીની સરેરાશ ગતિની જેમ જે ઝડપી પણ નહિ અને ધીમી પણ નહિ એમ મ્યુચ્યુઅલ ફંડમાં એ રીતનું રોકાણ સરળતા સાથે બજારમાં વધુ અને ઓછી ગતિએ સવારી કરવામાં એસઆઈપી મારફતના મ્યુચ્યુઅલ ફંડ્સ મદદ કરે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ બજારની ગતિ નક્કી કરવી અશક્ય છે. આથી, રોકાણકાર ક્યારેય પણ તેના રોકાણો માટે બજારની તેજી અથવા મંદીમાં ખરીદી અથવા વેચાણની દિશા ચોક્કસપણે નક્કી નથી કરી શકતો. આવી સ્થિતિમાં, રોકાણ માટેનો શિસ્તબદ્ધ અભિગમ બજારની અફરાતફરીની અસરો સામે ઉત્તમ નિયંત્રણ મેળવવા માટે રોકાણકારોને મદદરૂપ થાય છે.

જ્યારે તમે મહિનાની પૂર્વઆયોજિત તારીખો પર લાંબાગાળા સુધી મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત રીતે ચોક્કસ રકમનું રોકાણ કરો છો ત્યારે તમારા રોકાણો પર બજારની અફરાતફરની ઓછી અસર રહે છે. કારણ કે આમ કરીને તમે બજારો જ્યારે મંદીમાં હોય ત્યારે સમાન રકમે વધુ યુનિટ્સની ખરીદી કરી શકો છો અને બજાર તેજીમાં હોય ત્યારે સમાન રકમે ઓછા યુનિટ્સની ખરીદી કરી શકો છો. આમ, તમે રાખેલા કુલ યુનિટ્સનો સરેરાશ યુનિટ મૂલ્ય સમય જતા ઘટશે પછી ભલે તે સમયગાળા દરમિયાન બજાર કોઈપણ દિશામાં જાય. આ એસઆઈપીમાં રૂપિયા ખર્ચ સરેરાશનું તત્વ છે. 

જો તમે પાંચ કે તેથી વધુ સમયગાળા માટે તમારા એસઆઈપી રોકાણો ચાલુ રાખો છો, જો બજાર તેજીમય રહ્યું હોય તો વિદ્યમાન એનએવીની સરખામણીએ યુનિટ્સનો સરેરાશ મૂલ્ય ઘટશે.

એસઆઈપીને લીધે પાવર ઓફ કમ્પાઉન્ડિંગની સાથે સાથે રૂપિયા ખર્ચ સરેરાશનો લાભ પણ શક્ય બને છે. તમારા રોકાણોને વધવામાં વધુ સમય મળે એ રીતે તમે રોકાણો લાંબા સમય સુધી જાળવી રાખો તો પાવર ઓફ કમ્પાઉન્ડિંગ વધુ અસરકારક બને છે અને તમારા ખીસ્સાને વધુ તકલીફ આપ્યા વગર સંપત્તિનું સર્જન કરે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું