SWP કેલક્યુલેટર એટલે શું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
2 મિનિટ 19 સેકન્ડનું વાંચન

વિવિધ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરીને નાણાકીય આયોજન કરતી વખતે નિર્ણય લેવાનું ખૂબ જ સરળ થઈ જાય છે. SWP કેલક્યુલેટર આ જ પ્રકારનું એક ટૂલ છે, જે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાનની કામગીરીને સમજવામાં મદદરૂપ થાય છે અને રોકાણના પોર્ટફોલિયોમાંથી નાણાં ઉપાડવાનું આયોજન કરવાનું શક્ય બનાવે છે.
મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (SWP) ની સુવિધા પૂરી પાડે છે, જે રોકાણકારોને નિયમિત અંતરાલે પૂર્વ-નિર્ધારિત રકમ ઉપાડવામાં મદદરૂપ થાય છે. રોકાણને સંપૂર્ણપણે રીડીમ કરવાને બદલે SWP યુનિટધારકને તેનો હિસ્સો ઉપાડવામાં મદદરૂપ થાય છે, જે તેમના બેલેન્સને વધારતા રહેવાની સાથે કે વળતર આપવાનું ચાલું રાખીને રોકડના પ્રવાહના સ્થિર સ્રોતની રચના કરે છે.
SWP મ્યુચ્યુઅલ ફંડ કેલક્યુલેટર એક ઓનલાઇન ટૂલ છે, જે તમારા રોકાણના ભંડોળ પર આધાર રાખીને તમે સમયાંતરે કેટલી રકમ ઉપાડી શકો છો, અપેક્ષિત વળતર અને ઉપાડના સમયગાળાનો અંદાજ આપવામાં મદદરૂપ થાય છે. પ્રત્યેક વખતે નાણાં ઉપાડ્યાં પછી તમારા રોકાણમાં કેટલી રકમ બાકી બચી છે, તેનું તે સ્પષ્ટ ચિત્ર આપે છે.
આ કેલક્યુલેટરની મૂળભૂત વિશેષતાઓ આ મુજબ છેઃ
ઇનપૂટની સરળ ફીલ્ડ્સ: તમારે રોકાણની રકમ, ઉપાડની રકમ, ફ્રીક્વન્સી, અપેક્ષિત વળતરનો દર અને સમયગાળા જેવી સરળ માહિતી પૂરી પાડવાની રહે છે.
સચોટ અંદાજઃ આપવામાં આવેલા ઉપાડના દર મુજબ, આ કેલક્યુલેટર તમારા નાણાં કેટલો સમય સુધી ટકશે તે દર્શાવે છે, તેમ છતાં તમારે માર્કેટમાં આવતાં ચઢાવ-ઉતાર તથા મ્યુચ્યુઅલ ફંડ્સના વળતર માર્કેટમાં આવતાં ચઢાવ-ઉતારને આધિન હોય છે તે તથ્યને ધ્યાનમાં રાખવાનું રહે છે.
કસ્ટમાઇઝ કરી શકાય તેવી પરિસ્થિતિઃ તમે ઉપાડની રકમ કે વળતર જેવી વિગતોને એડજેસ્ટ કરી શકો છો, જેથી કરીને તે તમારા નાણાં પર કેવો પ્રભાવ પાડી શકે છે તે તમે જોઈ શકો.
નાણાકીય આયોજનઃ તમારા રોકાણને ઝડપથી ઉપાડી લીધા વગર સ્થિરતાની ખાતરી કરવા માટે ઉપાડનું આયોજન કરવામાં મદદરૂપ થાય છે.
SWP કેલક્યુલેટરનો ઉપયોગ કરવાના પ્રાથમિક સ્ટેપ્સ આ મુજબ છેઃ
- રોકાણની રકમ દાખલ કરોઃ મ્યુચ્યુઅલફંડમાં રોકવામાં આવેલી કુલ રકમ દાખલ કરો.
- ઉપાડની રકમ પસંદ કરોઃ તમે સમયાંતરે (માસિક, ત્રિમાસિક વગેરે) કેટલી રકમ ઉપાડવા માંગો છો, તેને સ્પષ્ટ કરો.
- ઉપાડની ફ્રીક્વન્સી પસંદ કરોઃ ઉપાડ માટેના અંતરાલ (માસિક, ત્રિમાસિક, વાર્ષિક)ને નક્કી કરો.
- અપેક્ષિત વળતરને નિર્ધારિત કરોઃ મ્યુચ્યુઅલફંડ માંથી પ્રાપ્ત થતું વળતર માર્કેટ પર આધારિત છે, એ બાબતને ધ્યાનમાં રાખીને વળતરનો અપેક્ષિત દર પૂરો પાડો.
- ઉપાડનો સમગાળો પસંદ કરોઃ તમે જે સમયગાળા દરમિયાન નાણાં ઉપાડવાનું આયોજન કરી રહ્યાં છો, તે સમયગાળાને નિર્ધારિત કરો.
- પરિણામો જુઓઃ: કેલક્યુલેટર તમને આ બાબતો દર્શાવશેઃ
પ્રત્યેક વખતે નાણાં ઉપાડ્યાં બાદ બાકી બચતી રકમ.
તમારું ભંડોળ કેટલા સમય સુધી ટકશે.
સમયાંતરે ઉપાડવામાં આવેલી કુલ રકમ.
SWP કેલક્યુલેટર લાંબાગાળાના નાણાકીય લક્ષ્યોની સાથે બાંધછોડ કર્યા વગર પદ્ધતિસર રીતે નાણાં ઉપાડવા માગતા કોઈ પણ રોકાણકારો માટે ખૂબ જ મૂલ્યવાન સાધન છે. આ ટૂલ કાર્યક્ષમ આયોજન, મનની શાંતિ અને આર્થિક સુરક્ષાની ખાતરી કરે છે. સૂચિત નિર્ણયો લેવા માટે આ ટૂલનો ઉપયોગ હંમેશા તમારી રોકાણની એકંદર વ્યૂહરચનાના ભાગ રૂપે કરો. જોકે, એ બાબત પણ ધ્યાનમાં રાખો કે આ ટૂલજ એકમાત્ર તમારું નિર્ણાયક પરિબળ ના હોવું જોઇએ, તમારે તમારું રોકાણ કરતાં પહેલાં અન્ય કેટલાક પરિબળો પણ છે, જેનું વિશ્લેષણ કરી લેવું જોઇએ.
અસ્વીકરણઃ મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.