શું મ્યુચ્યુઅલ ફંડમાંથી મારું રોકાણ પાછું ખેંચવું મુશ્કેલ છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

શું તમે મ્યુચ્યુઅલ ફંડમાં તમારાં નાણાંનું રોકાણ કર્યા પછી તેમના સુધીની પહોંચ ગુમાવી દો એ અંગે ચિંતિત છો?  હકીકતમાં, તમારે જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે તમારાં નાણાં ઉપાડવાની સંપૂર્ણ સ્વતંત્રતા ધરાવો છો. ઘણા રોકાણકારો વિચારે છે કે તેમનાં નાણાં બ્લોક થઈ ગયાં છે, કારણ કે તેમણે રિડમ્પશનની કષ્ટદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાંથી તમારાં નાણાં ઉપાડવાં એ તમારી બેંકમાંથી નાણાં ઉપાડવા જેટલું જ સરળ હોઇ શકે છે. તેના માટે તમારે તમારાં મ્યુચ્યુઅલ ફંડ ખાતાંમાં લોગિન થવું પડશે અને “રિડીમ” બટન પર ક્લિક કરવાનું રહેશે. 

તમે તમારા વિતરક મારફતે વિનંતી રજૂ કરી શકો છો અથવા મ્યુચ્યુલ ફંડની ઓફિસે જઈને પણ તમારી રિડમ્પશનની વિનંતી રજૂ કરી શકો છો. તમે જે સ્કીમમાં રોકાણ કર્યું છે તેના પ્રકારને આધારે નાણાં તમારાં બેંક ખાતાંમાં 3-4 કાર્ય દિવસોની અંદર જમા થઈ જશે, પછી ભલે તમે ઓનલાઇન વિનંતી કરો કે ફિઝિકલ અરજી મારફતે વિનંતી કરો. કેટલાક ઓવરનાઇટ કે લિક્વિડ ફંડના કિસ્સામાં તમે તમારાં નાણાં સમાન દિવસે મેળવી શકો છો, કારણ કે કેટલીક એએમસી પોતાના રોકાણકારોને રૂ. 50,000 સુધીનાં રોકાણ માટે ત્વરિત રિડમ્પશનની સુવિધા પૂરી પાડે છે. આ ફંડ થોડા દિવસો કે સપ્તાહો માટે વધારાની રોકડનું રોકાણ કરવા માટે હોવાથી ત્વરિત રિડમ્પશનની સુવિધા તમને રોકડની તાત્કાલિત જરૂરિયાત પૂરી કરવા માટે સક્ષમ બનાવે છે અને તેની સાથે તમારાં નાણાં થોડું વળતર પણ પ્રાપ્ત કરી શકે છે. જોકે, વ્યક્તિએ રિડમ્પશન પર લાગુ થવા પાત્ર એક્ઝિટ લોડને ધ્યાનમાં લેવો જોઇએ. 

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું