8 મહિના પછીનાં મારા વેકેશન માટે શું હું અત્યારે રોકાણ કરી શકું છું?

8 મહિના પછીનાં મારા વેકેશન માટે શું હું અત્યારે રોકાણ કરી શકું છું?
મ્યુચ્યુઅલ ફંડ્સ કેલ્ક્યુલેટર્સ

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડ્ઝ અંગેના લેખો સામાન્યપણે લાંબા ગાળાના વિશેષ ધ્યેયો હાંસલ કરવાની યોજના ઘડવા માટે લખવામાં આવતા હોય છે અને રોકાણકારો એવું માની લે છે કે અન્ય ધ્યેયો એમાં પણ ખાસ કરીને ટૂંકા ગાળાના ધ્યેયો હાંસલ કરી શકાતા નથી.

ચાલો આપણે આ ગેરમાન્યતાને એક ઉદાહરણની મદદથી દૂર કરીએ.

પ્રવાસ પ્રેમી રમેશ જે કંપનીમાં કામ કરે છે તે જ્યારે સફળતા હાંસલ કરે ત્યારે તેના બદલામાં કર્મચારીઓને બોનસ આપે છે અને આ રીતે તે પોતાની પ્રવાસની ઇચ્છાને સંતોષે છે.

પોતાના બોનસથી રમેશે યુરોપનો પ્રવાસ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ એક મોટા અને પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ પર તેનું કાર્ય અપૂર્ણ છે અને સમયમર્યાદા નજીક આવી રહી છે. પ્રોજેક્ટ આગામી આઠ મહિનામાં પૂર્ણ થવાનો છે.

રમેશના પ્રવાશની નિશ્ચિત તારીખ હજુ નિર્ધારિત થઈ નથી. તેના ખર્ચને જોતા કેટલાક નાણાંને પ્રવાસ પહેલા અને તે દરમિયાન ખર્ચ કરવાના રહેશે. અહીં કઈ તારીખો પર કેટલા નાણાંનો ખર્ચ કરવાનો છે એ અંગે હજું અનિશ્ચિતતા છે.

આવા કિસ્સામાં અમુક મ્યુચ્યુઅલ ફંડની સ્કિમ્સ આદર્શ હોય છે.

આદર્શ રીતે રમેશે આ બચતનું લિક્વિડ ફંડમાં રોકાણ કરવું જોઇએ, જેથી તે કોઇ પણ કાર્યના દિવસે તેને ઉપાડી શકે છે. વિડ્રોવલની વિનંતી રજૂ કર્યા પછીના દિવસે નાણાં તેના ખાતામાં જમા થશે. રમેશ એસએમએસ કે એપ મારફતે પણ વિડ્રોવલની વિનંતી કરી શકે છે.

આનાથી ટૂંકા ગાળાના ધ્યેયોની યોજના પણ અનુકૂળ બને છે.

432
હું રોકાણ કરવા માટે તૈયાર છું