જોખમ અને વળતર વચ્ચે શું સંબંધ છે?

જોખમ અને વળતર વચ્ચે શું સંબંધ છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં વારંવાર સાંભળવા મળે છે કે, ‘જોખમ જેટલું વધુ એટલું વળતર વધારે’. શું આ સાચું છે?

જો ‘જોખમ’ને મૂડીનાં નુકસાનની સંભાવના કે રોકાણ મૂલ્યમાં ઉતાર-ચડાવ અને અસ્થિરતા તરીકે માપવામાં આવે તો અસ્કયામતોના વર્ગો જેવા કે ઇક્વિટી નિશંકપણે સૌથી જોખમી હોય છે અને બેંકના બચત ખાતા કે સરકારી બોન્ડમાં રોકેલા નાણાં સ્વાભાવિકપણે સૌથી ઓછા જોખમી હોય છે.

મ્યુચ્યુઅલ ફંડ વિશ્વમાં લિક્વિડ ફંડ સૌથી ઓછા જોખમી હોય છે અને ઇક્વિટી ફંડ સૌથી વધુ જોખમી હોય છે.

તેથી ઇક્વિટીમાં રોકાણ કરવાનું એક માત્ર કારણ ઊંચા વળતરની અપેક્ષા હશે. જોકે ઇક્વિટીમાં રોકાણ કરતી વ્યક્તિને ઊંચા વળતર ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેઓ ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યા પછી ધિરજ તથા લાંબા ગાળા માટે રોકાણ કરે છે. હકીકતમાં ઇક્વિટીમાં જોખમ વૈવિધ્યકરણને અપનાવી તેમ જ લાંબી અવધિને અપનાવીને ઘટાડી શકાય છે.

મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સનો દરેક વર્ગ જોખમના વિભિન્ન પ્રકાર ધરાવે છે જેવા કે ક્રેડિટ જોખમ, વ્યાજદરનાં જોખમ, તરલતા જોખમ, બજાર/કિંમત જોખમ, કારોબાર જોખમ, ઇવેન્ટ જોખમ, નિયમિનકારી જોખમ વગેરે. તમારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર/રોકાણ સલાહકાર અને ફંડ મેનેજર જેવા નાણાકીય નિષ્ણાતોનું જ્ઞાન, રોકાણમાં વૈવિધ્યકરણ કરીને, જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

430
હું રોકાણ કરવા માટે તૈયાર છું