ટૂંકાગાળાના લક્ષ્યાંકો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

ટૂંકાગાળાના લક્ષ્યાંકો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળે સંપતિનું સર્જન કરવાનું સાધન ગણવામાં આવે છે, પરંતુ તેવા સંખ્યાબંધ મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર છે જે ટૂંકાગાળાના લક્ષ્યાંકો માટે પણ અનુકૂળ છે. ટૂંકાગાળાના લક્ષ્યાંકો માટે મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય રીતે સમયના ટૂંકા ગાળાને નજર સમક્ષ રાખીને નાણાકીય હેતુઓ પૂર્ણ કરવા માટે તૈયાર કરાયેલા રોકાણ ઇન્સ્ટ્રુમેન્ટ છે.

ફ્લેક્સિબિલિટી અને લિક્વિડિટીની ખાસયિતો સાથે ટૂંકાગાળાના લક્ષ્યાંકો ધરાવતાં મ્યુચ્યુઅલ ફંડ ઉપલબ્ધ સમય મર્યાદાની અંદર જોખમ લઘુત્તમ કરીને મૂડી વૃદ્ધી કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. આ ફંડ સંભવિત રિટર્ન અને આંતરિક જોખમ વચ્ચે સમતુલન પૂરું પાડવા માટે તૈયાર કરાયા છે, જે ટૂંકાગાળાના નાણાકીય લક્ષ્યાંકોની ચોક્કસ જરૂરિયાતો સાથે સુસંગત છે.

આ ફંડ અનપેક્ષિત ખર્ચાઓ માટે આકસ્મિક ભંડોળ ઊભું કરવું, વેકેશન અથવા રજાઓના પ્લાનિંગ માટે બચત કરવી, ઘરના ડાઉન પેમેન્ટ માટે ભંડોળ એકત્રિત કરવું, વાહન ખરીદવા માટે પૈસા ભેગા કરવા, શૈક્ષણિક ખર્ચાઓ માટે પૈસા બાજુ પર મુકવા, લગ્નના ખર્ચાઓ માટે બચત કરવી અને ટૂંકાગાળામાં ઘરનું રિનોવેશન કરાવવાના આયોજન સહિત સંખ્યાબંધ હેતુઓ માટે ખૂબ જ અનુકૂળ છે.

ટૂંકાગાળાના લક્ષ્યાંકો માટે મ્યુચ્યુઅલ ફંડનો વિકલ્પ પસંદ કરી રહેલા રોકાણકારો પ્રોફેશનલ ફંડ મેનેજમેન્ટ, વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો અને જ્યારે જરૂર હોય ત્યારે પોતાના નાણા સરળતાથી પરત મેળવવાની ક્ષમતા જેવા લાભો ધરાવે છે.

ટૂંકાગાળાના રોકાણો માટે મ્યુચ્યુઅલ ફંડના અનેક પ્રકારો અનુકૂળ છે, જે દરેક પોતાની આગવી વિશિષ્ટતાઓ અને રિસ્ક પ્રોફાઇલ ધરાવે છે. ટૂંકાગાળાના મ્યુચ્યુઅલ ફંડની કેટલીક નોંધપાત્ર શ્રેણી નીચે મુજબ છેઃ

લિક્વિડઃ લિક્વિડ એક એવું મ્યુચ્યુઅલ ફંડ છે જે હાઇ લિક્વિડ અને સિક્યોર એસેટ્સ જેવી કે શોર્ટ-ટર્મ ગવર્મેન્ટ સિક્યુરિટી અને નાણા બજારના ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ રોકાણકારો સલામતી અને સ્થિરતાના ઊચ્ચ સ્તરો જાળવી રાખીને તેમના ફંડની ઝડપી અને સરળ ઉપલબ્ધતા પૂરી પાડવાનો છે.

મની માર્કેટ ફંડઃ મની માર્કેટ ફંડ મ્યુચ્યુઅલ ફંડની તે શ્રેણી છે જે તેમના રોકાણોની ફાળવણી મુખ્યત્વે ટ્રેઝરી બિલ્સ, સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ અને કોમર્શિયલ પેપર્સ જેવી શોર્ટ-ટર્મ, લો-રિસ્ક અને સરળતાથી રૂપાંતર કરી શકાય તેવી સિક્યુરિટીમાં કરે છે.

શોર્ટ-ટર્મ ડેટ ફંડઃ શોર્ટ-ટર્મ ડેટ ફંડ તેવા મ્યુચ્યુઅલ ફંડ છે જે મોટાભાગે તેમના રોકાણો ટૂંકી પરિપક્વતા અવધી સાથે ફિક્સ-ઇન્કમ સિક્યુરિટીમાં તેમના રોકાણોની ફાળવણી કરે છે. તેમનો હેતુ વ્યાજના દરોમાં ઉતાર-ચઢાવના પ્રભાવોનો સામનો કરીને પ્રાથમિક રીતે વ્યાજની આવક દ્વારા રિટર્નનું સર્જન કરવાનો છે.

શોર્ટ-ટર્મ બોન્ડ ફંડઃ શોર્ટ-ટર્મ બોન્ડ ફંડ તેવા મ્યુચ્યુઅલ ફંડ છે જે મુખ્યત્વે શોર્ટ-ટર્મ બોન્ડના વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયોમાં રોકાણ કરે છે. આ ફંડ મની માર્કેટ ફંડ કરતાં સંબંધમાં વધારે ઊંચુ રિટર્ન પૂરું પાડવાની સાથે-સાથે લો રિસ્ક પ્રોફાઇલ જાળવવાનો હેતુ ધરાવે છે.

ગિલ્ટ ફંડઃ ગિલ્ટ ફંડ મ્યુચ્યુઅલ ફંડનો તેવો પ્રકાર છે જે મોટાભાગે ગવર્મેન્ટ સિક્યુરિટી અને ગિલ્ટમાં રોકાણ કરે છે. આ ફંડ સંબંધમાં લો-રિસ્ક રોકાણ વિકલ્પ પૂરો પાડે છે કારણ કે સરકાર દ્વારા સમર્થિત સિક્યુરિટી સામાન્ય રીતે ઊચ્ચ ક્રેડિટ રેટિંગ ધરાવે છે.

તેમ છતાં, ટૂંકાગાળાના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરતાં પહેલા રોકાણકારો તેમની જોખમ સહન કરવાની ક્ષમતા, રોકાણનો સમયગાળો અને નાણાકીય ઉદ્દેશોનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરે તે આવશ્યક છે. વધુમાં, નાણાકીય સલાહકાર પાસેથી માર્ગદર્શન મેળવીને વ્યક્તિગત રોકાણકારો પોતાની જરૂરિયાતો અને પ્રવર્તમાન બજાર પરિસ્થિતિ અનુસાર રોકાણ રણનીતિ તૈયાર કરવામાં સહાયતા મેળવી શકે છે.

અસ્વીકરણ

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

290
હું રોકાણ કરવા માટે તૈયાર છું