ડેટ ફંડ્ઝના દેખાવને શેનાથી અસર થાય છે?

ડેટ ફંડ્ઝના દેખાવને શેનાથી અસર થાય છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ડેટ ફંડ્ઝ આપણા નાણાંનું રોકાણ વ્યાજ વેઠતી જામીનગીરીઓ જેવી કે બોન્ડ્સ અને નાણાં બજારનાં સાધનોમાં કરે છે, જે નિયમિત વ્યાજની ચુકવણી કરવાનું વચન આપે છે. આ વ્યાજની ચુકવણી ફંડ્ઝ દ્વારા પ્રાપ્ત થાય છે, જેના બદલામાં તે ફંડના રોકાણકાર તરીકે આપણને પ્રાપ્ત થનારા કુલ વળતરમાં યોગદાન આપે છે. જ્યારે બજારમાં વ્યાજદર બદલાય છે ત્યારે બોન્ડ્સ અને નાણાં બજારનાં સાધનો જેવી નિશ્ચિત આવકની જામીનગીરીઓની કિંમતો પણ બદલાય છે, પરંતુ તે વિરુદ્ધ દિશામાં જાય છે. જ્યારે વ્યાજદર વધે છે ત્યારે આ અસ્કયામતોની કિંમતો ઘટે છે અને જ્યારે વ્યાજદર ઘટે છે ત્યારે કિંમતો વધે છે. તેથી ડેટ ફંડ્ઝની એનએવી આ જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફાર સાથે બદલાય છે. એનએવીમાં ફેરફાર આ ફંડ્ઝ દ્વારા સર્જાતા કુલ વળતરને અસર કરે છે.

વ્યાજદરમાં થતા ફેરફાર ઉપરાંત બોન્ડ્સનાં ક્રેડિટ રેટિંગમાં થતા ફેરફાર ડેટ ફંડ્ઝમાંથી મળતા વળતરને પણ અસર કરી શકે છે. ક્રેડિટ રેટિંગ્સ બોન્ડ જારી કરનારાઓના શ્રેયને દર્શાવે છે. રેટિંગમાં થતો ઘટાડો આ બોન્ડ્સની કિંમતને ઘટાડશે. તેના બદલામાં આ બોન્ડ્સ ધરાવતા ફંડ્ઝની એનએવી પર ઘટાડા તરફનું દબાણ થશે. તેથી ડેટ ફંડનાં પોર્ટફોલિયોમાં રહેલા બોન્ડ્સની ક્રેડિટમાં થતો ઘટાડો તમારા વળતરને ઘટાડી શકે છે. 

ડિફોલ્ટ જોખમમાં વધારો અથવા વ્યાજની ચુકવણી કે મૂળ રકમ પરત કરવામાં બોન્ડ જારી કરનાર નિષ્ફળ જવાની શક્યતા ડેટ ફંડ્ઝમાંથી મળતા વળતરને વિપરિત અસર કરે છે, કારણ કે વ્યાજની ચુકવણી ફંડનાં તમારા કુલ વળતરમાં ઉમેરાય છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું