રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ શું છે?

રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ શું છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ તમે જ્યારે તમારી નિયમિત આવક મેળવવાની બંધ કરો ત્યારબાદ તમારી જીવનશૈલીનું આયોજન કરવામાં મદદ કરે છે.

રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ સ્ટોક અને બોન્ડ્સ એમ બન્નેમાં રોકાણોની ફાળવણી કરે છે, તે જેમ-જેમ રિટાયરમેન્ટનો સમય નજીક આવતો જાય તેમ તેમ ધીરે-ધીરે નિમ્ન-જોખમ ધરાવતાં વિકલ્પોની પસંદગી તરફ આગળ વધે છે. તે નિવૃત વ્યક્તિ માટે નિયમિત આવક પૂરી પાડે છે અને નિમ્ન ખર્ચ ગુણોત્તર સાથે કોઇ એક્ઝિટ ફી ધરાવતું નથી. જોકે, તે લૉક-ઇન સમયગાળો ધરાવે છે જે પાંચ વર્ષથી નિવૃત્તિ સુધી હોઇ શકે છે.

રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડની લાક્ષણિકતાઓ


રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ લાંબા સમયગાળા માટે બનેલું છે, જે તમારા રિટાયરમેન્ટ આયોજન સાથે બંધ બેસે છે. આ ફંડમાં તમારે સામાન્ય રીતે તમારા નાણાંનું લગભગ 5 વર્ષ અથવા વધારે સમયગાળા માટે રોકાણ કરવાની જરૂર પડે છે. આ તમને તમારા નાણા ખૂબ જ ટૂંકા સમયમાં બહાર કાઢતાં અટકાવવામાં મદદ કરે છે અને તેને તમારી નિવૃત્તિ માટે તૈયાર રાખે છે.


રિટાયરમેન્ટ ફંડ્સ તમારા નાણાને જુદી-જુદી અસ્કયામતો જેવી કે સ્ટોક, બોન્ડ અને કેટલીક વખત રિયલ એસ્ટેટમાં વહેંચણી કરે છે. આ મિશ્રણ જોખમને સમતુલિત કરવામાં મદદ કરે છે અને લાંબા સમયગાળે સંભવિત લાભ ધરાવે છે.


આ ફંડ્સ તમારા નાણાની વૃદ્ધિ કરવા માટે ચીજ-વસ્તુઓની વચ્ચે યોગ્ય સમતુલા જાળવવા અને તેને સ્થિર કરે તેવી ચીજ-વસ્તુઓ શોધવાનો પ્રયત્ન કરે છે. તે આમ કેટલાક નાણાં સ્ટોકમાં અને કેટલાક નાણાં બોન્ડમાં રોકાણ કરીને કરે છે, જે તમામ બાબતો નિવૃત્તિ માટે તમારી જરૂરિયાત શું છે તેની ઉપર આધારિત છે.


જો તે સ્ટોક્સમાં કેટલાક નાણાં ધરાવતાં હોય તો પણ તેઓ કાળજી રાખે છે અને વધારે પડતાં રોકતા નથી. આ સામાન્ય ફંડ્સ કરતાં અલગ છે જે સ્ટોક્સમાં વધારે રોકાણ કરે છે. તે તમારા નાણાંને વધુ સલામત રાખે છે.


કેટલાક રિટાયરમેન્ટ ફંડ્સ તમને તમારો ટેક્સ બચાવવામાં મદદ મદદ કરે છે. તમે જ્યારે આ ફંડ્સમાં નાણાં રોકો છો ત્યારે તમારે ઓછો ટેક્સ ચૂકવવો પડી શકે છે. આ લાંબાગાળે તમારા નાણાની બચત કરી શકે છે.

શું મ્યુચ્યુઅલ ફંડ રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે સારો વિકલ્પ છે?

તમારા નાણાકીય લક્ષ્યાંકો, જોખમ લેવાની ક્ષમતા અને રોકાણ સમયગાળાના આધારે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ સારો વિકલ્પ બની રહે છે.

શરૂઆત કરનારાઓ માટે, રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્વાભાવિક રીતે જુદી-જુદી ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર વિભાજિત કરવામાં આવે છે, જે જોખમ ઘટાડવામાં અને સંભવિત રિટર્ન પૂરું પાડવામાં મદદ કરે છે.

એક વખત જ્યારે તમે નિવૃત્તિની વયે પહોંચી જાઓ ત્યારે રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ સંચિત થયેલા ભંડોળના આધારે નિયમિત સમયના અંતરે જેમ કે માસિક અથવા ત્રિમાસિક નિયમિત આવક મેળવવાનો વિકલ્પ, ઉપલબ્ધ કરી શકે છે. આ નિયમિત ચૂકવણી રિટાયરમેન્ટ દરમિયાન તમને સ્થાયી આવકનો સ્રોત પૂરો પાડી શકે છે.

આ ઉપરાંત, વ્યાવસાયિકો રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન કરતાં હોય છે તે પણ લાભદાયી છે. લાંબા સમયગાળા માટે લૉક-ઇન સમયગાળો ધરાવતાં કેટલાક રિટાયરમેન્ટ ફંડ વધારાના ફાયદા તરીકે કર લાભો પણ પૂરા પાડે છે.

અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

284
હું રોકાણ કરવા માટે તૈયાર છું