રોકાણ અંગેના ચુતરાઇભર્યા નિર્ણયો લો
તમારા મ્યુચ્યુઅલ ફંડના રોકાણ પર પ્રાપ્ત થનારા વળતરનો અંદાજ મેળવવા માટે અમારા કેલક્યુલેટર્સનો ઉપયોગ કરો.

તમારા માસિક SIP રોકાણના ભવિષ્યના મૂલ્યનો અંદાજ લગાવો.

તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે દર મહિને SIP માં કેટલું રોકાણ કરવું જોઇએ તે જાણો.

તમારા વર્તમાન રોકાણને ધ્યાનમાં રાખીને જરૂરી SIP કે એકસામટી રકમની ગણતરી કરીને તમારા નાણાકીય લક્ષ્યોનું આયોજન કરો.

તમારા વર્તમાન ખર્ચાઓ અને ભવિષ્યના લક્ષ્યો પર ફુગાવા/મોંઘવારીના પ્રભાવની ગણતરી કરો.

શું તમે રોકાણ કરવામાં વિલંબ કરી રહ્યાં છો? તમારી સંપત્તિના સર્જન પર વિલંબના પ્રભાવને ચકાસો.

તમારા એકસામટા રોકાણ પર તમારા સંભવિત વળતરની ગણતરી કરો

તમારા ખર્ચાઓ પર આધાર રાખીને તમારા નિવૃત્તિના ભંડોળનો અને તેને હાંસલ કરવા માટે આવશ્યક માસિક રોકાણનો અંદાજ લગાવો.

તમે જ્યારે નિયમિત ધોરણે તમારી SIP માં ચોક્કસ ટકાવારીનો વધારો કરો છો, ત્યારે તમારા SIP રોકાણના ભવિષ્યના મૂલ્યની ગણતરી કરો.

રોકાણ પર કમાયેલા વ્યાજને ધ્યાનમાં રાખીને નિયમિતપણે એક ચોક્કસ રકમ ઉપાડ્યાં પછી રોકાણના અંતિમ મૂલ્યની ગણતરી કરો.
કેલક્યુલેટરોનો ઉપયોગ કરવાના ફાયદા




મ્યુચ્યુઅલ ફંડ કેલક્યુલેટર એટલે શું?
મ્યુચ્યુઅલ ફંડ કેલક્યુલેટર એ ઓનલાઇન ટૂલ્સ છે, જે તમને ફંડમાં તમારા રોકાણ પર વળતર અને ભવિષ્યના મૂલ્યની ગણતરી કરવામાં મદદરૂપ થઈ શકે છે. તે ગણતરી કરવા માટે ઘણાં બધાં પરિબળોને ધ્યાનમાં લે છે, જેમ કે - રોકાણની પ્રારંભિક રકમ, વળતરના અપેક્ષિત દર, રોકાણની મુદત અને યોગદાનની ફ્રીક્વન્સી.
જોકે, મ્યુચ્યુઅલ ફંડ કેલક્યુલેટર એ સમયાંતરે તમારા રોકાણમાં થતી વૃદ્ધિનું ઉદાહરણ માત્ર છે, તે રોકાણ પર પ્રાપ્ત થતું ચોક્કસ વળતર નથી.
મ્યુચ્યુઅલ ફંડ કેલક્યુલેટર તમને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે?
મ્યુચ્યુઅલ ફંડ્સ સહી હૈ દ્વારા તમને પૂરાં પાડવામાં આવતાં આધુનિક ઓનલાઇન મ્યુચ્યુઅલ ફંડ કેલક્યુલેટરો તમને વિવિધરૂપે મદદરૂપ થઈ શકે છે અને તે તમને જે કેટલીક પ્રાથમિક રીતે મદદરૂપ થઈ શકે છે, તે આ મુજબ છેઃ
- તે રોકાણકારને ઇન્વેસ્ટમેન્ટ વેરિયેબલ્સ નક્કી કરવામાં મદદરૂપ થઈ શકે છેઃ રોકાણકાર રોકાણની મુદત, અપેક્ષિત વળતર અને કેલક્યુલેટર જે અંદાજ પૂરો પાડે છે, તેના પર આધાર રાખીને રોકાણની પ્રારંભિક રકમ જેવા રોકાણના વેરિયેબલ્સને નક્કી કરી શકે છે.
- તે ભવિષ્યની વ્યૂહરચનાનું આયોજન કરવામાં મદદરૂપ થઈ શકે છેઃ તમે કેલક્યુલેટર માંથી મળેલા અંદાજિત વળતર મુજબ તમારી ભવિષ્યની નાણાકીય વ્યૂહરચનાનું આયોજન કરી શકો છો.
મ્યુચ્યુઅલ ફંડ કેલક્યુલેટર કેવી રીતે કામ કરે છે?
મ્યુચ્યુઅલ ફંડ કેલક્યુલેટરો તમે કેલક્યુલેટરમાં દાખલ કરેલા વેરિયેબલ્સ મુજબ રોકાણના વળતરનો અંદાજ લગાવવા માટે સરળ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે.
તે સરળતાથી ઉપયોગમાં લઈ શકાતું ટૂલ છે અને તેના કારણે રોકાણકારે મેન્યુઅલ રીતે ગણતરી કરવી પડતી નથી.
રોકાણકાર બે રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છેઃ એસઆઇપી દ્વારા અને એકસામટી રકમનું રોકાણ કરીને. આ કેલક્યુલેટરની મદદથી રોકાણકારો આ બંને પ્રકારના રોકાણના ભવિષ્યના મૂલ્યનો અંદાજ લગાવી શકે છે.
પરંતુ આ કેલક્યુલેટર તમને અંદાજ આપે તે માટે તમારે ત્રણ ડેટા પોઇન્ટને દાખલ કરવાના રહેશે, જેમ કેઃ
- રોકાણની રકમ
- રોકાણનો સમયગાળો
- વળતરના દરનો અંદાજ
મ્યુચ્યુઅલ ફંડ કેલક્યુલેટર દ્વારા ઉપયોગમાં લેવાતો ફોર્મ્યુલા આ મુજબ છેઃ
a) એકસામટી રકમ અથવા એક વખત કરવામાં આવતાં રોકાણ માટે -
ભવિષ્યનું મૂલ્ય = વર્તમાન મૂલ્ય (1 + r/100)^n
r = અંદાજિત વળતરનો દર
n = રોકાણનો સમયગાળો
b) એસઆઇપી માટે -
FV = P [(1+i)^n-1]*(1+i)/i
FV = ભવિષ્યનું મૂલ્ય
P = તમે એસઆઇપી મારફતે રોકેલી મુદ્દલ
i = વળતરનો ચક્રવૃદ્ધિ દર
n = રોકાણનો સમયગાળો મહિનામાં
r = વળતરનો અપેક્ષિત દર
મ્યુચ્યુઅલ ફંડ કેલક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો?
આ મ્યુચ્યુઅલ ફંડ રીટર્ન્સ કેલક્યુલેટરનો ઉપયોગ કરવાના સ્ટેપ્સ અહીં નીચે મુજબ છેઃ
સ્ટેપ 1: તમારી રોકાણની રકમ અને રોકાણનો પ્રકાર (એસઆઇપી કે એકસામટી રકમ) દાખલ કરો
સ્ટેપ 2: તમારા રોકાણની મુદત પસંદ કરો.
સ્ટેપ 3: વળતરનો અંદાજિત દર પૂરો પાડો.
મ્યુચ્યુઅલ ફંડ કેલક્યુલેટરનો ઉપયોગ કરવાના લાભ
મ્યુચ્યુઅલ ફંડ્સ રીટર્ન્સ કેલક્યુલેટર એ એક આવશ્યક ટૂલ છે અને તે રોકાણકારોને અહીં નીચે મુજબ લાભદાયી થઈ શકે છેઃ
- ચક્રવૃદ્ધિની શક્તિનો લાભ ઉઠાવોઃ લાંબા સમય સુધી તમારું રોકાણ જાળવી રાખવાથી તમે તમારા વળતરને મહત્તમ સ્તરે લઈ જઈ શકો છો. તમને તમારા મૂળ રોકાણ પર કેટલી કમાણી થશે અને સમયાંતરે કેટલું વ્યાજ ભેગું થશે તેનો અંદાજ લગાવવા માટે આ મ્યુચ્યુઅલ ફંડ કેલક્યુલેટરનો ઉપયોગ કરો.
- એસઆઇપી કે એકસામટી રકમનું રોકાણ કરવું તેની સરખામણી કરોઃ તમે એસઆઇપી મારફતે અને એકસામટી રકમ મારફતે પ્રાપ્ત થતાં વળતરની ગણતરી કરી શકો છો. તેનાથી તમે એસઆઇપી મારફતે રોકાણ કરવું કે એકસામટી રકમનું રોકાણ કરવું તે નક્કી કરી શકો છો.
- મેન્યુઅલ ગણતરી કરવામાં થતી ભૂલને ટાળોઃ આ કેલક્યુલેટરનો ઉપયોગ કરવાથી ગણતરી કરવાની મેન્યુઅલ પદ્ધતિઓમાંથી થતી ચોક્કસ પ્રકારની ભૂલો કે મનુષ્યસહજ ભૂલોને ટાળી શકાય છે.
- રોકાણ માટે ભવિષ્યલક્ષી વ્યૂહરચનાનો પ્લાન બનાવવામાં મદદરૂપઃ તે તમને અંદાજોના આધાર પર ભવિષ્યની વ્યૂહરચના ઘડવામાં મદદરૂપ થશે.
FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
મ્યુચ્યુઅલ ફંડ કેલ્ક્યુલેટર્સ એ ઓનલાઇન ટૂલ છે, જે રોકાણની રકમ, મુદત અને વ્યાજના દર જેવા લઘુત્તમ ડેટા પોઇન્ટ્સની મદદથી અંદાજિત વળતરની ગણતરી કરી શકે છે.
અસ્વીકરણ
કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે આ કેલક્યુલેટર્સ ફક્ત ઉદાહરણ માટે છે અને વાસ્તવિક વળતરને દર્શાવતા નથી. મ્યુચ્યુઅલ ફંડ્સમાં વળતરનો કોઈ નિશ્ચિત દર હોતો નથી અને વળતરના દરની આગાહી કરવાનું શક્ય પણ નથી. મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.