મેં રોકાણ કરવાની શરૂઆત કરી હોય ત્યાર પછી શું હું મારા રોકાણની અવધિને બદલી શકું?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

એસઆઇપી મારફતે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ ઘણી બધી લવચિકતા આપે છે. રોકાણકારો રોકાણ કરવા માગતા હોય એટલી રકમ, રોકાણની અવધિ, રોકાણની આવૃત્તિને (સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક વગેરે) નિયંત્રિત કરી શકે છે.

પરંતુ તમે એક વખત એસઆઇપી શરૂ કરો ત્યાર પછી શું તમારે શરૂઆતમાં કરેલી પસંદગીઓને એસઆઇપીની અવધિના અંત સુધી વળગી રહેવું પડે છે?

ઉત્તર ના છે. ઉદાહરણ તરીકે, જો તમે 7 વર્ષના સમયગાળા માટે ફંડમાં રૂ.5,000ની માસિક એસઆઇપી શરૂ કરો છો, તો તમે તમારી નાણાકીય તંદુરસ્તીને આધારે, ઇચ્છા મુજબ એસઆઇપીની અવધિને વધારવાની કે ઘટાડવાની, અને એસઆઇપીના હપ્તાને વધારવા કે ઘટાડવાની લવચિકતા ધરાવો છો. એસઆઇપી એ તમે ભરોસો કરી શકો એવા લાંબા ગાળાના શ્રેષ્ઠ રોકાણ પૈકીની એક છે. આવી લવચિક વિશેષતાઓ તેમને અન્ય રોકાણ વિકલ્પોની તુલનામાં મુશ્કેલી રહિત અને ખૂબ તરલ બનાવે છે.

હકીકતમાં સમયાંત્તરે એસઆઇપીને રિન્યુ કરવાની અને લંબાવવાની મુશ્કેલીને ઘટાડવા માટે તમે અમર્યાદિત એસઆઇપીનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો અને તમે તમારા નાણાકીય ધ્યેય હાંસલ કરી લો ત્યાં સુધી તેને અવિરત જારી રાખી શકો છો. જરૂરિયાતના સમયે તમે તમારા એસઆઇપીને અટકાવવાની લવચિકતા ધરાવો છો. જો તમે અવધિ પૂર્ણ થાય તે પહેલા તમારા એસઆઇપીને બંધ કરવા કે અટકાવવા માગતા હોય તો એસઆઇપીની આગામી નિયત તારીખના ઓછામાં ઓછા 30 દિવસ પહેલા અરજી પત્ર મોકલો.

424
હું રોકાણ કરવા માટે તૈયાર છું