મધ્યમ-ગાળાના રોકાણ માટે મારે કયા મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવા જોઈએ?

મધ્યમ-ગાળાના રોકાણ માટે મારે કયા મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવા જોઈએ?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

બચત અને રોકાણ નિર્ણયોમાં 4-6 વર્ષની અવધિને મધ્યમ-ગાળો ગણવામાં આવે છે અને તેથી અહીં તમારો ઉદ્દેશ મૂડી વૃદ્ધિ હોવો જોઇએ. કોર્પોરેટ બોન્ડ ફંડ્ઝ અને હાઇબ્રિડ ફંડ્ઝ મૂડી વૃદ્ધિ માટે શ્રેષ્ઠ હોય છે, કારણ કે તેઓ લાંબા ગાળે સંપત્તિનાં સર્જન માટે આદર્શ હોય એવા ઇક્વિટી ફંડ્ઝની તુલનામાં ઓછા અસ્થિર હોય છે. કોર્પોરેટ બોન્ડ ફંડ્ઝ 3-5 વર્ષની સરેરાશ પાકતી મુદ્દત ધરાવતા ઉચ્ચ ગુણવત્તાના બોન્ડ્સમાં રોકાણ કરે છે, જેથી તેઓ વ્યાજદરમાં થતા ફેરફાર સામે ઓછા સંવેદનશીલ બને છે. હાઇબ્રિડ ફંડ્ઝ ઇક્વિટીમાં થોડા રોકાણની સાથે મુખ્યત્વે ડેટમાં રોકાણ કરે છે અને તેથી તે મૂડી વૃદ્ધિની સંભાવનાની સાથે સુરક્ષિત રોકાણ વિકલ્પ પૂરો પાડે છે.

મધ્યમ ગાળાના રોકાણ માટે ફંડ્ઝનું મૂલ્યાંકન કરતી વખતે તાજેતરના 3-5 વર્ષનાં વળતરથી આગળની અવધિમાં ફંડના લાંબા ગાળાના દેખાવને ધ્યાનમાં લેવો જોઇએ. તપાસો કે બજારચક્રના તમામ તબક્કામાં તેણે સતત દેખાવ આપ્યો છે કે નહીં. મોટા ભાગના ફંડ્ઝ બજારોમાં તેજી (બુલ રન) ચાલી રહી હોય તે દરમિયાન સારો દેખાવ કરશે, પરંતુ જ્યારે બજારોમાં મંદી ચાલી રહી હોય તે દરમિયાન શ્રેષ્ઠ વળતર આપી રહેલો ફંડ સમય જતા સતત વળતર પ્રદર્શિત કરશે. જો તમે 3-5 વર્ષ માટે રોકાણ કરવા માગતા હોય અને જો આ સમય દરમિયાન બજાર મંદીમય હોય તો તમને સતત દેખાવ આપતા ફંડ્ઝમાં રોકાણ કરવાથી લાભ થશે. સારો ઇતિહાસ ધરાવતા વિશ્વસનીય ફંડ હાઉસમાંથી ફંડ પસંદ કરો અથવા યોગ્ય ફંડ પસંદ કરવા માટે નાણાકીય નિષ્ણાતની મદદ લો.

425
હું રોકાણ કરવા માટે તૈયાર છું