હું એક ફંડમાંથી બીજી કંપનીના ફંડમાં કેવી રીતે જઈ કરી શકું?

હું એક ફંડમાંથી બીજી કંપનીના ફંડમાં કેવી રીતે જઈ કરી શકું?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

રોકાણકારો વધુ સારા નાણાકીય આયોજન માટે તેમનું રોકાણ સમાન ફંડ ગૃહની અંદર એક ઓપન એન્ડેડ સ્કિમમાંથી બીજીમાં સ્વિચ કરે છે. સમાન ફંડ ગૃહની અંદર સ્વિચ કરવા માટે સોર્સ સ્કિમમાંથી સ્વિચ કરવાની રહેતી રકમ/યુનિટ્સની સંખ્યા અને ડેસ્ટિનેશન સ્કિમનું નામ સ્પષ્ટ કરીને સ્વિચ ફોર્મ ભરો. તમારે સ્વિચ-ઇન અને સ્વિચ-આઉટ એમ બંને સ્કિમ્સ માટે રોકાણની રકમનાં લઘુત્તમ માપદંડને પરિપૂર્ણ કરવાના હોય છે. સ્વિચિંગ કરતી વખતે એક્ઝિટ-લોડ અને કેપિટલ ગેઇન ટેક્સના સૂચિતાર્થો હોઇ શકે છે. સમાન ફંડ ગૃહની અંદર સ્વિચ કરવા માટે પતાવટની અવધિ અંગેની કોઇ ચિંતા હોતી નથી, કારણ કે નાણાં ફંડ ગૃહની બહાર જતા નથી.

જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ Aમાં એક સ્કિમમાંથી મ્યુચ્યુઅલ ફંડ Bમાં અન્ય સ્કિમમાં સ્વિચ કરો ત્યારે તે તમે એક ફંડમાં તમારા રોકાણનું વેચાણ કરીને અન્યમાં પુનઃરોકાણ કરતા હોય એવું છે. તમે પ્રથમ મ્યુચ્યુઅલ ફંડમાંથી રિડિમ્પશન માટે અરજી કરી શકો છો અને તમારે તમારા બેંક ખાતામાં આવક પ્રાપ્ત કરો ત્યાં સુધી રાહ જોવાની રહે છે. તમારું રોકાણ રિડિમ કરતી વખતે એક્ઝિટ લોડ્સ અને વેરાના સૂચિતાર્થો ધ્યાનમાં લેવા જોઇએ. તમે પ્રથમ ફંડમાંથી એક વખત ક્રેડિટ્સ પ્રાપ્ત કરી લો ત્યાર પછી આવકનું પુનઃરોકાણ કરવા માગતા હોય એ મ્યુચ્યુઅલ ફંડની અરજીનું ફોર્મ ભરો. તમે બદલવા માટે યોગ્ય ફંડ પસંદ કરવા માટે નાણાકીય નિષ્ણાતોની મદદ પણ લઈ શકો છો.

424
હું રોકાણ કરવા માટે તૈયાર છું