શું દર મહિને એસઆઇપીની રકમ બદલવી શક્ય છે?

શું દર મહિને એસઆઇપીની રકમ બદલવી શક્ય છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપી એટલે મેરેથોનમાં દોડવા જેવું છે. મેરેથોનના દોડવીરો સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસ કરે છે, પરંતુ તેઓ દર વર્ષે તેમના લક્ષ્યાંકો વધારતા રહે છે, જેમાં તેઓ સ્વપ્નની દોડથી શરૂ કરીને અડધા મેરેથોન સુધી જાય છે અને આખરે સંપૂર્ણ મેરેથોન પૂરી કરે છે. આ જ બાબત એસઆઇપીને લાગુ થાય છે.

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઇપી) મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાની શિષ્તબદ્ધ રીત છે, જે તમને રૂપી કોસ્ટ એવરેજિંગ અને લાંબા ગાળે ચક્રવૃદ્ધિની ક્ષમતા મારફતે બજારમાં થતી વધઘટનાં સંચાલનના બેવડા લાભ ઓફર કરે છે. એસઆઇપી મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણની લોકપ્રિય રીત બની છે, કારણ કે તે ઘણા વર્ષો સુધી નાના અને નિયમિત રોકાણ કરવા સક્ષમ બનાવે છે. તો શું આનો અર્થ એ થાય છે કે તમે એસઆઇપીમાં જે આરંભિક રકમથી શરૂઆત કરી છે તેની સાથે તમારે કાયમ વળગી રહેવું પડશે? ઉત્તર છે ના.

ધારો કે તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ માં મહિનાદીઠ રૂ. 3000થી શરૂઆત કરી હોય અને બે વર્ષ સુધી રોકાણ જારી કર્યું હોય. જો તમે આ એસઆઇપીમાં વધુ નાણાં રોકવા માગતા હોય તો એસઆઇપી ટોપ-અપમાં જાઓ, જે તમને નિર્ધારિત અંતરાયે/ દર વર્ષે પૂર્વ-નિર્ધારિત ટકાવારી (ધારો કે 50%) અથવા રકમ (ધારો કે રૂ. 1500) સુધી એસઆઇપીની રકમને આપમેળે વધારવા સક્ષમ બનાવે છે. તમે દર મહિને તમારી એસઆઇપીની રકમને આપમેળે વધારી શકો નહીં, પરંતુ તમે તેને ટોપ-અપ્સ મારફતે નિશ્ચિત અંતરાયે એટલે કે ત્રિમાસિક અથવા વાર્ષિક ધોરણે વધારી શકો છો. તમે જ્યારે પણ વધુ નાણાંનું રોકાણ કરવા માગતા હોય ત્યારે તમારા એસઆઇપી ખાતાના ફોલિયોમાં વધારાનું રોકાણ કરી શકો છો.

424
હું રોકાણ કરવા માટે તૈયાર છું