તમે વચ્ચે એસઆઇપીની ચુકવણી કરવાનું ચૂકી જાઓ તો શું થાય છે?

Video
મ્યુચ્યુઅલ ફંડ્સ કેલ્ક્યુલેટર્સ

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ઘણા રોકાણકારો જો તેઓ મ્યુચ્યુઅલ ફંડ્ઝની અવધિ દરમિયાન એસઆઇપીની ચુકવણી કરી ન શકે તો તેમાં નુકસાન અંગેની ચિંતા કરતા હોય છે. તમે કેટલીક નાણાકીય મુશ્કેલી અથવા નોકરી કે કારોબારની આવક અંગેની અનિશ્ચિતતામાંથી પસાર થઈ રહ્યા હોય એવા ઘણા કારણોને લીધે આવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે. આ કુદરતી છે કે આવી પરિસ્થિતિઓ હેઠળ તમે તમારી નિયમિત એસઆઇપીની ચુકવણીઓ ચાલુ રાખવા સક્ષમ ન પણ હોઇ શકો. એસઆઇપી લાંબા ગાળાનો રોકાણ વિકલ્પ હોવાથી તમે વચ્ચે કેટલીક ચુકવણી ચૂકી જાઓ તો પણ વાંધો નથી. વીમા પોલિસી કે જેમાં વાર્ષિક પ્રિમિયમની બિન-ચુકવણીથી પોલિસી નિષ્ક્રિય બની શકે છે તેનાથી વિપરિત અહીં અત્યાર સુધી કરેલું રોકાણ વળતર પ્રાપ્ત કરવાનું જારી રાખશે અને તમે કોઇ પણ સમયે તેને ઉપાડી શકો છો. જોકે તમે શરૂઆતમાં કરેલી અપેક્ષા કરતા ઓછી  સંપત્તિ એકત્રિત કરશો અને જો તમે તમારા એસઆઇપી માટે ઘણા અનિયમિત હોય તો તમારા નાણાકીય ધ્યેયો ચૂકી જશો.

મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ એસઆઇપીના હપ્તાઓની બિન-ચુકવણી માટે દંડ કરતી નથી, પરંતુ તમે સતત ત્રણ મહિના માટે ચુકવણી કરવામાં નિષ્ફળ જાઓ તો તમારી એસઆઇપી આપમેળે રદ થાય છે. આ ઉપરાંત તમારી બેંક ઓટો ડેબિટ ચુકવણીઓનો અનાદર કરશો તો બેંક તમને દંડ કરશે. તેથી જો તમને ભવિષ્યમાં રોકડની કટોકટીની શક્યતા લાગે તો ઓછામાં ઓછા 30 દિવસ પહેલા વિનંતી મોકલીને એસઆઇપી બંધ કરવી સલાહભર્યું ગણાશે. તમને જ્યારે પણ નાણાકીય અનુકૂળતા લાગે ત્યારે પછીથી નવી એસઆઇપી શરૂ કરાવો.

424
હું રોકાણ કરવા માટે તૈયાર છું