વધુ સારો વિકલ્પ કયો છેઃ ગ્રોથ કે ડિવિડન્ડ પેઆઉટ?

Video
મ્યુચ્યુઅલ ફંડ્સ કેલ્ક્યુલેટર્સ

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

જો કોઇ તમને પૂછે કે મારે કઈ કાર ખરીદવી જોઇએ, એસયુવી કે પ્રિમિયમ હેચબેક, તમારી સલાહ શું હશે? તમે કદાચ પૂછશો કે આ કાર ખરીદવા પાછળનું તમારું મુખ્ય કારણ શું છે? શું તમે તમારા પરિવાર માટે ક્યાંય દૂર જવા માગો છો કે તમારે શહેરોના માર્ગો પર નિયમિત ડ્રાઇવિંગ માટે યોગ્ય હોય એવી અનુકૂળ કાર જોઇએ છે? જેમ કારની પસંદગી તમારી જરૂરિયાત પર આધાર રાખે છે તેમ મ્યુચ્યુઅલ ફંડ રોકાણના કિસ્સામાં ગ્રોથ અને ડિવિડન્ડની પસંદગી તમે રોકાણ શા માટે કરી રહ્યા છો તેના પર આધાર રાખે છે.

જો તમે લાંબા ગાળાના રોકાણકાર હોય તો તમારે લાંબી દોડ માટે એસયુવીની જરૂર છે. તમારી પસંદગીના ફંડના ગ્રોથ વિકલ્પમાં રોકાણ કરો. ફંડ દ્વારા થતી આવક લાંબા ગાળે એકત્રિત અને ચક્રવૃદ્ધિ થાય છે, જેને લીધે એનએવી ઊંચી જશે અને તમે જ્યારે તેને વેચશો ત્યારે તમને ઊંચું વળતર પ્રાપ્ત થશે. પરંતુ તમે તમારી નિયમિત આવકમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝમાંથી થતી કેટલીક આવકની સાથે અન્ય સ્ત્રોતમાંથી ઉમેરો કરવા માગતા હોય તો ડિવિડન્ડ પેઆઉટનો વિકલ્પ પસંદ કરો. રોકાણકારોને મળતા ડિવિડન્ડ કરમુક્ત હોય છે. બે વિકલ્પોમાંથી પસંદગી કરતી વખતે કરનાં સૂચિતાર્થોને પણ જુઓ અને તમારી નાણાકીય જરૂરિયાતને અનુરૂપ તમારા માટે યોગ્ય હોય એ વિકલ્પ પસંદ કરો.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું