ડાઇરેક્ટ પ્લાન /રેગ્યુલર પ્લાન શું છે?

ડાઇરેક્ટ પ્લાન /રેગ્યુલર પ્લાન શું છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ બે પ્લાન્સ ઓફર કરે છે – ડાઇરેક્ટ અને રેગ્યુલર. ડાઇરેક્ટ પ્લાનમાં રોકાણકારે એએમસીની સાથે સીધું રોકાણ કરવાનું હોય છે, જેમાં વહેવારની પ્રક્રિયામાં વિતરક સામેલ હોતા નથી. નિયમિત યોજનામાં રોકાણકાર મધ્યસ્થ જેવા કે વિતરક, દલાલ કે બેન્કર મારફતે રોકાણ કરે છે, જેમાં તેમને એએમસી દ્વારા વિતરણ ફી ચુકવવામાં આવે છે અને તેને પ્લાનમાં ચાર્જ કરવામાં આવે છે.

તેથી ડાઇરેક્ટ પ્લાન નીચો ખર્ચ ગુણોત્તર ધરાવે છે, કારણ કે તેમાં વિતરણ ફી સામેલ હોતી નથી, જ્યારે રેગ્યુલર પ્લાન સહેજ ઊંચો ખર્ચ ગુણોત્તર ધરાવે છે, કારણ કે વહેવારની સુવિધા આપવા માટે વિતરકને ચુકવવામાં આવતા કમિશન સામેલ હોય છે.

મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સનાં સંચાલનમાં વ્યય અને ખર્ચ સામેલ હોય છે જેવા કે ફંડ સંચાલન ખર્ચ, વેચાણ અને વિતરણ ખર્ચ, કસ્ટોડિયન અને રજિસ્ટ્રાર ફી વગેરે. આ તમામ ખર્ચ ફંડના ખર્ચ ગુણોત્તર દ્વારા આવરવામાં આવે છે. આવા ખર્ચ નિયમનકાર – સેબી દ્વારા સૂચવેલી મર્યાદાની અંદર હોય છે.

તેથી જો રોકાણકાર ડાઇરેક્ટ પ્લાન મારફતે સીધુ રોકાણ કરવાનું પસંદ કરે તો તેમને ખર્ચમાં બચત થવાને પગલે સહેજ ઊંચું વળતર પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ તેમને મધ્યસ્થીની વિતરણ અને સંબંધિત સેવાઓ પ્રાપ્ત થશે નહીં.

424
425
હું રોકાણ કરવા માટે તૈયાર છું