અસ્થિર બજારમાં એસઆઇપી મારફતે રોકાણ જારી કેમ રાખવું જોઇએ?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

જ્યારે બજારો અસ્થિર બને ત્યારે ઘણા રોકાણકારો પોતાના રોકાણ નિર્ણય વિશે શંકા કરવાનું શરૂ કરે છે અને પોતાની એસઆઇપી બંધ કરવાનું કે પોતાનાંરોકાણને પાછું ખેંચવાનો વિચાર કરે છે. અસ્થિર બજાર દરમિયાન તમને તમારાં રોકાણ લાલ રંગમાં આવતા હોય તે જોઇને ચિંતા થાય તે સ્વાભાવિક છે. પરંતુ ખાસ કરીને તૂટતાં બજાર દરમિયાન તમારી એસઆઇપીને યથાવત રાખવી એ વિવેકપૂર્ણ ગણાશે, કારણ કે માસિક રોકાણની સમાન રકમથી તમે અંતે થોડાં વધુ યુનિટ ખરીદશો. આપણને સૌને ભાવતાલ કરીને ખરીદી કરવી ગમે છે, પછી તે ઓનલાઇન સેલ દરમિયાન હોય કે શાકની દુકાન પર હોય. સાચું ને? તો પછી જ્યારે ભાવ ઘટી રહ્યા હોય ત્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડનાં રોકાણ માટે આવું કેમ ન કરીએ?

બજાર, આપણાં હવામાનની આગાહીની એપ્સ કરતાં પણ વધુ અણધાર્યું હોય છે. બજાર ઘટતું હોય ત્યારે લમ્પસમ રકમનું રોકાણ કરવા માટે તમે તમનેપોતાને ચોક્કસપણે ક્યારેય સમયબદ્ધ કરી ન શકો. તમે રોકાણ કરી લો ત્યાર પછી જો બજાર વધુ ઘટે તો શું? આ જ પ્રમાણે તમે બજાર ઊંચું હોય ત્યારે વેચાણ કરવા માટે તમારી જાતને સમયબદ્ધ કરી શકતા નથી, કારણ કે તમે વેચાણ કરી લો ત્યાર પછી બજાર વધી પણ શકે છે. જો તમે બજારને પકડી પાડવા માગતા હો તો તમને નિરાશા જ મળશે અને તમારું વળતર ખોટા સમયને લીધે અસર પામી શકે છે. તેથી તમારાં લક્ષ્યાંક પર સ્પષ્ટ ફોકસ કરવાની સાથે એસઆઇપી મારફતે રોકાણ કરીને બજારના ઉતારચડાવ દરમિયાન નિયમિતપણે રોકાણ કરવું વધુ યોગ્ય ગણાશે.  તમારે બજારની અસ્થિરતા વિશે ચિંતા કરવી ન જોઇએ, કારણ કે તમારા રોકાણનો ખર્ચ સમય જતાં સરભર થઈ જશે. 

426
477
હું રોકાણ કરવા માટે તૈયાર છું