મ્યુચ્યુઅલ ફંડમાં અસ્થિરતાનો ડર શા માટે રાખવો ન જોઇએ?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

લૉંગડ્રાઇવ દરમિયાન શું તમે તમારી ઝડપ કે સ્થળ અંગે અને ત્યાં કેવી રીતે પહોંચવું તેની ચિંતા કરો છો? સ્વાભાવિક રીતે તમે બમ્પ્સ ગણતા નથી, પરંતુ સુરક્ષિત રીતે અને સમયસર તમારાં નિર્ધારિત સ્થળે પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરો છો. આ જ બાબત મ્યુચ્યુઅલ ફંડ માટે લાગુ થાય છે. તમારે રોજે એનએવીમાં થતી વધઘટ અંગે ચિંતા કરવી ન જોઇએ, પરંતુ તે તમને નક્કી કરેલા સમયમાં નાણાકીય લક્ષ્યાંકની નજીક પહોંચાડી રહ્યો છે કે નહીં તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

ડ્રાઇવ દરમિયાન એવી અસંખ્ય ક્ષણો આવે છે, જ્યારે તમારી ઝડપ ઘટીને લગભગ શૂન્યની નજીક આવી જાય છે, પરંતુ તમે જ્યારે બમ્પ પરથી પસાર થઈ જાઓ છો ત્યાર પછી તમારું વાહન ઝડપ પકડે છે અને તમારી સફરને જારી રાખે છે.  સફરના અંતે, તમારા નિર્ધારિત સ્થળ સુધી પહોંચવા માટે તમે નોંધાવેલી સરેરાશ ઝડપ મહત્ત્વની હોય છે. આ જ પ્રમાણે, મ્યુચ્યુઅલ ફંડ ટૂંકા ગાળામાં ઘણા બમ્પ્સ ધરાવી શકે છે, પરંતુ લાંબા સમય સુધી તમે રોકાણ જાળવી રાખો તો આ વધઘટની અસર ઘટી જાય છે અને લાંબા પ્રવાસ દરમિયાન તમારી કારની સરેરાશ ઝડપની જેમ જ સકારાત્મક વળતર કમાવાની તમારી શક્યતા વધી જાય છે. 

દરેક અર્થતંત્ર અને બજાર, વૃદ્ધિના અને મંદીના તબક્કામાંથી પસાર થતાં હોય છે, જે તમારા ફંડનાં વળતરને અને એ પણ માત્ર ટૂંકા ગાળામાં જ અસર કરે છે. લાંબા સમયગાળે તમારું ફંડ આવા ઉતારચડાવ મારફતે પસાર થયું હશે, પરંતુ તેની અસર હળવી પડશે, કારણ કે તેની લાંબા ગાળાની એકત્રિત કુલ વળતરની ગણતરી તમારા રોકાણની સફરના અંતે થશે.

426
477
હું રોકાણ કરવા માટે તૈયાર છું