જો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા બધાંમાં થોડું થોડું જોખમ વહેંચાઇ જતું હોય, તો તેમને જોખમી કેમ ગણવામાં આવે છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડ જામીનગીરીઓમાં રોકાણ કરે છે, પછી તે ઇક્વિટી હોય કે ડેટ હોય અને બજારની વધઘટ સાથે, તેમના ભાવ પણ વધે છે અથવા ઘટે છે. આ તેમને જોખમી બનાવે છે, કારણ કે ફંડની એનએવી, ફંડના પોર્ટફોલિયોમાંની દરેક જામીનગીરીના ભાવ પર આધાર રાખે છે પરંતુ મ્યુચ્યુઅલ ફંડ વિભિન્ન ક્ષેત્રોની જામીનગીરીઓમાં રોકાણ કરે છે અને આ રીતે, તેમના દ્વારા બજારનું આ જોખમ બધાંમાં થોડું થોડું વહેંચાઇ જાય છે. . મ્યુચ્યુઅલ ફંડ દ્વારા અનેક જામીનગીરીઓમાં રોકાણ કરાય છે. આથી ગમે તે દિવસે તે બધાંનું મૂલ્ય ઘટી જશે એવું જોખમ ઓછું રહે છે. તેથી એ સાચું છે કે મ્યુચ્યુઅલ ફંડ જોખમને વહેંચી નાખે છે, પરંતુ જોખમને સદંતર નાબૂદ કરતા નથી. ફંડ મેનેજરે વિવિધ જામીનગીરીઓની પસંદગી દ્વારા જેટલાં પ્રમાણમાં બજારનું જોખમ વહેંચી નાખ્યું હોય તેટલાં પ્રમાણમાં જ ફંડને પણ બજારનું જોખમ ઓછું રહે છે. (મતલબ કે ફંડનું બજાર જોખમ પણ એટલું વહેંચાઇ જાય છે.) ફંડમાં જેટલી વિવિધતા (જામીનગીરીઓની), તેનું જોખમ જેટલું વધુ વહેંચાયેલું, તેટલું જ તેમાં જોખમ ઓછું હોય છે. 

કેન્દ્રીત ફંડ, જેમ કે થિમેટિક કે સેક્ટર ફંડ; મલ્ટિ-કૅપ ફંડકરતાં વધુ જોખમી હોય છે, કારણ કે બજારની પ્રતિકૂળ સ્થિતિ અસરગ્રસ્ત ક્ષેત્રની તમામ કંપનીઓને કોઇને કોઇ રીતે અસર કરશે. જ્યારે મલ્ટિ-કૅપ ફંડમાં ક્ષેત્ર અને મૂડીકરણમાં થયેલું વૈવિધ્યકરણ, કારના અકસ્માત દરમિયાન એર બેગ જેવું કાર્ય કરે છે;જે ફંડની એનએવી પર પ્રતિકૂળ સ્થિતિની અસર ઘટાડે છે.

જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો ત્યારે,એ ખાસ જુઓ કે જે-તે ફંડે નાણાંનું રોકાણ કરતી વખતે, - જુદાં જુદાં ક્ષેત્રો પસંદ કરવા પર કેટલો ભાર મૂક્યો છે. ક્ષેત્રોની વિવિધતાને કેટલે અંશે ધ્યાનમાં લીધી છે. ક્ષેત્રોની વિવિધતા પર કેટલો ભાર મૂક્યો છે. તમારી જોખમ લેવાની ક્ષમતાને આધારે, તમે એવો ફંડ પસંદ કરો જેમાં જોખમની વહેંચણી પણ યોગ્ય રીતે અને તમારી જોખમ વૃત્તિને અનુરૂપ હોય.

426
477
હું રોકાણ કરવા માટે તૈયાર છું