શું ડેટ ફંડ્ઝ મારા નાણાકીય ધ્યેયો માટે યોગ્ય છે?

શું ડેટ ફંડ્ઝ મારા નાણાકીય ધ્યેયો માટે યોગ્ય છે?
મ્યુચ્યુઅલ ફંડ્સ કેલ્ક્યુલેટર્સ

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ઇક્વિટી ફંડ્ઝની તુલનામાં ડેટ ફંડ્ઝ નીચા, પરંતુ તુલનાત્મક રીતે સ્થિર વળતર આપે છે. તેઓ પોર્ટફોલિયોને સ્થિરતા પૂરી પાડે છે, કારણ કે તેઓ સ્થિર આવકનાં બજારમાં વહેવાર કરે છે, જે શેરબજાર કે જે ઇક્વિટી ફંડ્ઝને અસર કરે છે તેની તુલનામાં વધુ સ્થિર હોય છે. દરેક વ્યક્તિને બાળકનાં કોલેજનાં શિક્ષણ, મેડિકલ ખર્ચ, ઘર, નિવૃત્તિ વગેરે જેવા ભવિષ્યના વિવિધ નાણાકીય ધ્યેયોને પૂર્ણ કરવા માટે તૈયાર કરેલી નાણાકીય યોજનાની જરૂર હોય છે. આપણે આપણા જીવનમાં જુદા જુદા સમયે ઊભા થતા વિભિન્ન નાણાકીય ધ્યેયો હાંસલ કરવા માટે આપણા નાણાંનું રોકાણ વિવિધ અસ્કયામતો જેવી કે સંપત્તિ, સોનું, સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં કરીએ છીએ.

ટૂંકા ગાળામાં પોતાની અસ્થિર પ્રકૃત્તિને લીધે ઇક્વિટી ફંડ્ઝ નિવૃત્તિ યોજના જેવા લાંબા ગાળાના ધ્યેયો માટે યોગ્ય છે, જ્યારે તેની તુલનામાં ડેટ ફંડ્ઝ ટૂંકા ગાળાના ધ્યેયો માટે સૌથી વધુ યોગ્ય છે. જો તમે બોનસ પ્રાપ્ત કર્યું હોય કે અન્ય કોઇ રોકાણનું વેચાણ કર્યું હોય તથા આ નાણાંનું હવે શું કરવું એ અંગે નિર્ણય લઈ રહ્યા હોય ત્યારે થોડા મહિના માટે તમારા નાણાંનું રોકાણ કરવા માટે લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ્ઝ જેવા કેટલાક ડેટ ફંડ્ઝ યોગ્ય છે. એવા ધ્યેયો જેને તમે હાંસલ કરવામાં નિષ્ફળ જવાનું જોખમ લેવા માગતા ન હોય જેમ કે કોલેજ શિક્ષણ માટે નાણાં જેને તમે 2 વર્ષના સમયમાં ઉપાડવા માગો છો એવા ધ્યેયો માટે પણ ડેટ ફંડ્ઝ યોગ્ય હોય છે. તમે તમારા નાણાં આવા પ્રકારના ધ્યેયો માટે ફિક્સ્ડ ઇન્કમ ફંડમાં રોકી શકો છો. તેથી ડેટ ફંડ્ઝ દરેક નાણાકીય યોજનાનો એક ભાગ હોવો જોઇએ.

432
હું રોકાણ કરવા માટે તૈયાર છું