શું ફંડ મેનેજર્સ જરૂરી છે?

શું ફંડ મેનેજર્સ જરૂરી છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

તો તેનો ઉત્તર છે હા! એ વાત નોંધવી મહત્ત્વપૂર્ણ છે કે નાણાંનાં સંચાલન/ રોકાણ કરવામાં અનુભવ સારા દેખાવનાં સર્જનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેટલો વધુ અનુભવ હશે એટલી લાભદાયક રોકાણનો નિર્ણય લેવાની સંભાવના વધુ હશે.

ફંડ મેનેજર ઓપરેશન થિએટરમાં ઉપસ્થિત એક સર્જનને સમાન હોય છે. હકીકતમાં સર્જન મહત્વપૂર્ણ ઓપરેશન કરે છે તેમ છતાં પણ તેમને આસિસ્ટન્ટ સર્જન્સ, એનેસ્થેટિસ્ટ્સ, નર્સ અને અન્ય સહાયક સ્ટાક સહાય કરે છે.  આવી જ રીતે ફંડ મેનેજરને સંશોધન ટીમ, જુનિયર ફંડ મેનેજર્સ અને ઓપરેશન્સ ટીમ સહાય કરે છે. ઓપરેશન સફળ થાય એ સુનિશ્ચિત કરવા માટે સર્જન પાસે તમામ અત્યાધુનિક ઉપકરણ હોય છે એવી જ રીતે ફંડ મેનેજર તાજેતરની માહિતી, અહેવાલો અને વિશ્લેષણોનો ઉપયોગ કરે છે.

અનુભવી ફંડ મેનેજરે ઘણા આર્થિક ચક્રો, કારોબારના વિકાસ, રાજકીય અને નીતિવિષયક ફેરફારો જોયા હોય છે. આવા મુદ્દાઓનો ભાર રોકાણ દેખાવ પર પડે છે. આ તમામ મુદ્દાઓ સામાન્યપણે સરેરાશ રોકાણકારની સમજથી બહાર હોવાથી ફંડ મેનેજર માત્ર તેમની નિપુણતા અને ક્ષમતાનો જ ઉપયોગ નથી કરતા, પરંતુ તેમની પાસે ઉપલબ્ધ જાણકારી અને ડેટામાંથી એકત્રિત જ્ઞાનનો પણ ઉપયોગ કરે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું