શું એવા વિશેષ ફંડ્ઝ છે જે લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવામાં મદદ કરતા હોય?

શું એવા વિશેષ ફંડ્ઝ છે જે લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવામાં મદદ કરતા હોય? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

સંપત્તિ શું છે ? તે કયો ઉદ્દેશ પૂરો કરે છે?

આ પ્રશ્નોના ઘણા ઉત્તર છે જેવા કે “પોતાના સ્વપ્નોનું જીવન જીવવું”, અથવા “નાણાં અંગેની ચિંતા ન હોવી”, અથવા “આર્થિક સ્વતંત્રતા હોવી”. સમૃદ્ધ હોવાનો અર્થ વ્યક્તિ પોતાની જવાબદારીઓ અને સ્વપ્નો માટે ખર્ચ કરવા પૂરતા નાણાં ધરાવતી હોય તે થાય છે.

જોકે લાંબા ગાળાના તમામ ખર્ચ માટે વ્યક્તિએ એક મોટા પરિબળ – “ફુગાવા”ને ક્યારેય ભૂલવો જોઇએ નહીં. નામ સૂચવે છે તે પ્રમાણે ફુગાવો એવી ઘટના છે જે તમારા જીવનના ધ્યેયને પૂરા કરવાનો સમય આવે ત્યારે તેના માટે થનારા ખર્ચને વધારે છે.

વૈવિધ્યસભર ઇક્વિટી ફંડ્ઝ જોખમના વાજબી સ્તરો પર લાંબા ગાળે સંપત્તિનાં સર્જનની તક પૂરી પાડે છે. ત્રણ પરિબળોને લીધે ઇક્વિટીઝ સાથે સંકળાયેલું જોખમ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્ઝથી નિયંત્રિત થાય છેઃ

  • ફંડનું સંચાલન કરતા વ્યાવસાયિક ફંડ મેનેજરની નિપુણતા. 
  • જામીનગીરીઓનાં બાસ્કેટમાં કરવામાં આવતા રોકાણને લીધે જોખમોનું વૈવિધ્યકરણ.
  • લાંબી અવધિ માટે રોકાણ કરવું, જે ટૂંકા ગાળાની અસ્થિરતાની અસર ઘટાડે છે. 

એ વાત સાચી છે કે અસ્કયામતના વર્ગ તરીકે ઇક્વિટીઝ રોકાણકારોને સંપત્તિનાં સર્જનની તક આપે છે તેમ છતાં પણ એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઇએ કે અસ્કયામતના વર્ગ તરીકે ઇક્વિટીઝ ટૂંકી અવધિમાં અસ્થિર હોય છે. તેથી તમારે લાંબા ગાળા માટે રોકાણ કરવાની જરૂર છે.

427
હું રોકાણ કરવા માટે તૈયાર છું