શું ડેટ ફંડ્ઝ નિયમિત આવક પૂરી પાડી શકે છે?

શું ડેટ ફંડ્ઝ નિયમિત આવક પૂરી પાડી શકે છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ડેટ ફંડ્ઝ તેમના રોકાણકારનાં નાણાંનું રોકાણ વ્યાજ વેઠતી જામીનગીરીઓ જેવી કે બોન્ડ્સ, કોર્પોરેટ ડિપોઝિટ્સ, જી-સેક્સ, નાણાં બજારનાં સાધનો વગેરેમાં કરે છે. આ બોન્ડ્સ સર્ટિફિકેટ્સ જેવા હોય છે, જે બોન્ડ જારી કરનારના પક્ષે બોન્ડના રોકાણકારોને નિયમિત વ્યાજની (કુપન્સ) ચુકવણી કરવાની ફરજ ધરાવે છે. તેથી ડેટ ફંડ્ઝ તેમના પોર્ટફોલિયોમાં રહેલી આવી જામીનગીરીઓમાંથી નિયમિત વ્યાજની આવક મેળવે છે. પોતાના બોન્ડ પોર્ટફોલિયોમાંથી ડેટ ફંડ દ્વારા કમાવેલા વ્યાજનું વિતરણ રોકાણકારોમાં થઈ શકે છે અથવા તે ફંડમાં એકત્રિત થાય છે એટલે કે ફંડની અસ્કયામતોમાં ઉમેરાય છે, જેથી એનએવીમાં વધારો થાય છે. તેથી પોતાના સ્ટોક્સનાં પોર્ટફોલિયોમાંથી ડિવિડન્ડનાં વિતરણ પર આધાર રાખતા ઇક્વિટી ફંડ્ઝથી વિપરિત ડેટ ફંડ્ઝ પોતાની વિશેષતામાં સામેલ અન્ડરલાઇંગ પોર્ટફોલિયોમાંથી નિયમિત વ્યાજની આવક ધરાવે છે.

રોકાણકાર તરીકે જો તમે તમારા ડેટ ફંડ્ઝમાંથી નિયમિત આવક પ્રાપ્ત કરવા માગતા હોય તો તમે ડિવિડન્ડ પેઆઉટ વિકલ્પ પસંદ કરી શકો છો. વિકલ્પને ‘ડિવિડન્ડ પેઆઉટ’ તરીકે ઓળખવામાં આવે છે અને તે વ્યાજની આવક તથા નિયમિત અંતરાયે તેના પોર્ટફોલિયોમાંથી કમાવેલા અન્ય મૂડી લાભનું વિતરણ કરે છે. જો કે ડેટ ફંડનો પોર્ટફોલિયો વ્યાજની ચુકવણી કરતી જામીનગીરીઓનો બનેલો હોય છે જે તેના ડિવિડન્ડ વિતરણને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની તુલનામાં વધુ આગાહી અને નિયમિત બનાવે છે, આ ડિવિડન્ડની બાંયધરી હોતી નથી. ફંડ્ઝ જ્યારે વિતરણ કરી શકાય એવી સરપ્લસ ધરાવતી હોય માત્ર ત્યારે જ ડિવિડન્ડની ચુકવણી કરે છે. વિતરણ કરી શકાતી સરપ્લસ અંગે ચર્ચા કરો અને તે આવક હંમેશાં નિયમિત નહીં હોય.

433
હું રોકાણ કરવા માટે તૈયાર છું