ડેટ ફંડ્ઝ વિશે વધુ જાણો.

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્ઝ શેરો ખરીદે છે, જ્યારે ડેટ ફંડ્ઝ તેમના પોર્ટફોલિયો માટે બોન્ડ્સ જેવી ડેટ ફંડની જામીનગીરીઓ ખરીદે છે. બોન્ડ્સ જેવી જામીનગીરીઓ કોર્પોરેટ્સ જેમ કે વીજ કંપનીઓ, બેંકો, હાઉસિંગ ફાયનાન્સ અને સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. તેઓ નવા પ્રોજેક્ટ્સ માટે લોન લેવાને સ્થાને જાહેર જનતા (રોકાણકારો) પાસેથી નાણાં ઊભા કરવા માટે નિશ્ચિત વ્યાજદર ધરાવતા બોન્ડ્સ ઇસ્યુ કરે છે. બોન્ડ્સ તેમને ખરીદનારા રોકાણકારોને સમયાંત્તરે નિશ્ચિત વ્યાજ ચુકવવાનું વચન છે. 

જ્યારે રોકાણકાર અમુક વર્ષની પાકદી મુદ્દત ધરાવતા બોન્ડ્સ ખરીદે છે ત્યારે તેઓ તેટલા વર્ષો માટે ઇશ્યુરને (દા.ત. એબીસી પાવર કંપની) પોતાના નાણાં ઉછિના આપે છે. એબીસી પોતાના રોકાણકારોને તેના બોન્ડ્સમાં નાણાંનું રોકાણ કરવા બદલ આ સમયગાળા દરમિયાન સમયાંત્તરે વ્યાજ ચૂકવવાનું વચન આપે છે (=એબીસીને ઉછિના આપેલા નાણાં). એબીસી હોમ લોન લઈ રહેલા ગ્રાહકની જેમ ઋણ લેનાર છે. બેંક હોમ લોન લેનાર ગ્રાહક માટે ધિરાણકર્તા હોય એવી જ રીતે રોકાણકાર (તમારા નાણાં રોકી રહેલા તમારા મ્યુચ્યુઅલ ફંડ) એબીસીના ધિરાણકર્તા છે. 

ડેટ ફંડ બોન્ડ્સનાં બાસ્કેટ અને ડેટ ફંડની અન્ય જામીનગીરીઓમાં તમારા નાણાંનું રોકાણ કરે છે.

433
હું રોકાણ કરવા માટે તૈયાર છું