ડેટ ફંડ્ઝના વિભિન્ન પ્રકાર કયા છે?

ડેટ ફંડ્ઝના વિભિન્ન પ્રકાર કયા છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ડેટ ફંડ્ઝને તેઓ કયા પ્રકારની જામીનગીરીઓમાં રોકાણ કરે છે અને તે જામીનગીરીઓની પાકતી મુદ્દત (સમય અવધિ)ને આધારે વિભિન્ન પ્રકારમાં વર્ગીકૃત્ત કરવામાં આવે છે. ડેટ જામીનગીરીઓમાં કોર્પોરેટ્સ, બેંકો અને સરકાર દ્વારા જારી કરવામાં આવતા બોન્ડ્સ, મોટી કંપનીઓ દ્વારા જારી કરવામાં આવતા ડિબેન્ચર્સ, નાણાં બજારનાં સાધનો જેવા કે કોમર્શિયલ પેપર્સ અને બેંકો દ્વારા જારી કરવામાં આવતા સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ (સીડી)નો સમાવેશ થાય છે. 

ડેટ ફંડ્ઝને નીચે પ્રમાણે વર્ગીકૃત્ત કરવામાં આવે છેઃ

  • ઓવરનાઇટ ફંડ્ઝ – તે 1 દિવસની પાકતી મુદ્દત ધરાવતા પેપર્સમાં (જામીનગીરીઓ) રોકાણ કરે છે.  
  • લિક્વિડ ફંડ્ઝ – 90 દિવસની અંદરની પાકતી મુદ્દત ધરાવતા નાણાં બજારનાં સાધનોમાં રોકાણ કરે છે. 
  • ફ્લોટિંગ રેટ ફંડ્ઝ – ફ્લોટિંગ દર ધરાવતી ડેટ જામીનગીરીઓમાં રોકાણ કરે છે. 
  • અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્ઝ – 3-6 મહિનાની પાકતી મુદ્દત ધરાવતી ડેટ જામીનગીરીઓમાં રોકાણ કરે છે. 
  • લો ડ્યુરેશન ફંડ – 6-12 મહિનાની પાકતી મુદ્દત ધરાવતી જામીનગીરીઓમાં રોકાણ કરે છે. 
  • મની માર્કેટ ફંડ્ઝ – 1 વર્ષ સુધીની પાકતી મુદ્દત ધરાવતા નાણાં બજારનાં સાધનોમાં રોકાણ કરે છે. 
  • શોર્ટ ડ્યુરેશન ફંડ્ઝ – 1-3 વર્ષની પાકતી મુદ્દત ધરાવતી ડેટ જામીનગીરીઓમાં રોકાણ કરે છે. 
  • મિડિયમ ડ્યુરેશન ફંડ્ઝ – 3-4 વર્ષની પાકતી મુદ્દત ધરાવતી ડેટ જામીનગીરીઓમાં રોકાણ કરે છે. 
  • મિડિયમ ટુ લોંગ ડ્યુરેશન ફંડ્ઝ – 4-7 વર્ષની પાકતી મુદ્દત ધરાવતી ડેટ જામીનગીરીઓમાં રોકાણ કરે છે. 
  • લોંગ ડ્યુરેશન ફંડ્ઝ - લાંબી અવધિની (7 વર્ષથી વધુની) પાકતી મુદ્દતના ડેટમાં રોકાણ કરે છે. 
  • કોર્પોરેટ બોન્ડ ફંડ્ઝ – કોર્પોરેટ બોન્ડ્સમાં રોકાણ કરે છે. 
  • બેંકિંગ એન્ડ પીએસયુ ફંડ્ઝ – બેંકો, પુએસયુ, પીએફઆઇનાં ડેટમાં રોકાણ કરે છે. 
  • ગિલ્ટ ફંડ્ઝ – વિભિન્ન પાકતી મુદ્દતના સરકારી બોન્ડ્સમાં રોકાણ કરે છે. 
  • 10 વર્ષની સતત અવધિ ધરાવતા ગિલ્ટ ફંડ – 10 વર્ષની પાકતી મુદ્દત ધરાવતા જી-સેકમાં રોકાણ કરે છે. 
  • ડાઇનામિક ફંડ્ઝ –વિભિન્ન પાકતી મુદ્દતની ડેટ ફંડ્ઝની જામીનગીરીઓમાં રોકાણ કરે છે. 
  • ક્રેડિટ રિસ્ક ફંડ્ઝ – ઉચ્ચ રેટિંગ્સથી નીચેના કોર્પોરેટ બોન્ડ્ઝમાં રોકાણ કરે છે.

 

433
હું રોકાણ કરવા માટે તૈયાર છું